(Source: ECI/ABP News/ABP Majha)
વિધાનસભા ચૂંટણી પહેલા આપમાં ભંગાણના એંધાણઃ સુરત AAPના ચાર કોર્પોરેટરો બન્યા સંપર્ક વિહોણા, આમ આદમી પાર્ટીએ જ કરી કબૂલાત
સુરત આપ શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ નાવડીયાએ જણાવ્યું હતું કે, આ કાઉન્સિલરો સંપર્ક વિહોણા છે. અમે તેમના ઘરે જઈને તપાસ કરી છે. પક્ષ વિરોધી કામગીરી કરનારા કાઉંસિલરો વિરુધ્ધ કાર્યવાહી કરાશે.
સુરતઃ સુરતમાં આમ આદમી પાર્ટીમાં ભંગાણ સર્જાવાના એંધાણ છે. ચાર આપના કાઉન્સિલરો સંપર્ક વિહોણા બન્યા છે. આ અંગે આમ આદમી પાર્ટીએ કબૂલાત કરી છે. સુરત આપ શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ નાવડીયાએ જણાવ્યું હતું કે, આ કાઉન્સિલરો સંપર્ક વિહોણા છે. અમે તેમના ઘરે જઈને તપાસ કરી છે. પક્ષ વિરોધી કામગીરી કરનારા કાઉંસિલરો વિરુધ્ધ કાર્યવાહી કરાશે. પક્ષ વિરોધી કામગીરી કરાનારાઓને નહીં ચલાવી લેવાય.
સુરતના ચારેય કોર્પોરેટરો તેમના સંપર્કમાં ન હોવાની આપ શહેર પ્રમુખે કબૂલાત કરી છે. કોર્પોરેટર વિપુલ મોવલિયા, ભાવનાબેન સોલંકી, જ્યોતિકાબેન લાઠિયા સંપર્કમાં નથી. ચારેય કોર્પોરેટર ગાંધીનગરમાં હોવાની શક્યતા તેમણે વ્યક્ત કરી હતી. સુરત મનપામાં આપમાં ગાબડું પાડવા ભાજપે કમર કસી છે. ભાજપના મંત્રીઓની નજીક ગણાતા બિલ્ડર બટુક મોવલિયાને ભાજપે મેદાનમાં ઉતર્યા છે. બટુક મોવલિયાએ ગાંધીનગરમાં ધામા નાંખ્યા છે. મંત્રી આવાસમાં બટુલ મોવલિયા આજે નજરે પડ્યા હતા. AAP¶ÛÛ ચારથી વધુ કોર્પોરેટર તોડવાની ભાજપની રણનીતિ છે. સુરત મનપામાં આપનું સંખ્યાબળ 27 છે.
મહેશ સવાણીએ રાજીનામું આપતાં જ સુરતમાં આપ તૂટવાની શરૂઆત થઈ છે. સુરતમાં વોર્ડ નંબર 2ના કાઉન્સિવર ભાવના સોલંકી, વોર્ડ નંબર 3ના રૂતા દુધાગરા, વોર્ડ નંબર 8ના જ્યોતિકા લાઠિયા અને વોર્ડ નંબર 16ના કોર્પોરેટર વિપુલ મોવલિયા રાજીનામું આપી શકે છે, તેમ સૂત્રો જણાવી રહ્યા છે.
આપના કોર્પોરેટર વિપુલ મોવલિયાને પાર્ટીએ નોટિસ આપી હતી. પાર્ટીમાંથી કાઢી કેમ ન મુકવા તે અંગે ખુલાસો માંગ્યો હતો. વિપુલ મોવલિયા વોર્ડ નંબર 16ના આપના નગરસેવક છે. વિપુલ મોવલિયાને પાર્ટી વિરુદ્ધની કામગીરીની આશંકાએ નોટિસ આપવામાં આવી છે. વિપુલ મોવલિયા પાસે તેઓને કેમ પાર્ટીમાંથી કાઢવામાં ના ન આવે તેનો ખુલાસો માંગવામાં આવ્યો છે.
વિપુલ મોવલિયા પાટીદાર અગ્રણી બટુક મોવલિયાના સંપર્કમાં હોવાનો આરોપ છે. સૂત્રોના મતે હાલ 4 થી 5 આપના કાઉન્સિલર બટુક મોવલિયાના સંપર્કમાં છે. બટુક મોવલિયા આપમા મોટું ગાબડું પાડે તો નવાઈ નહી. હાર્દિક પટેલ જેલમાં હતો ત્યારે મધ્યસ્થી તરીકે બટુક મોવલિયાએ જવાબદારી નિભાવી હતી. બટુક મોવલિયા પાટીદાર અગ્રણી અને મોટા બિલ્ડર છે.