પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલે ગ્રીષ્માના પરિવાર સાથે કરી મુલાકાત, કેસ ઝડપથી ચલાવવામાં આવશે તેવી આપી ખાતરી
સુરતના પાસોદરામાં ગ્રીષ્માની સરાજાહેર હત્યા કરવામાં આવી હતી. આજે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ પાસોદરા ખાતે પહોંચ્યા હતાં અને ગ્રીષ્માના પરિવારની મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી
સુરતઃ સુરતના પાસોદરામાં ગ્રીષ્માની સરાજાહેર હત્યા કરવામાં આવી હતી. આજે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ પાસોદરા ખાતે પહોંચ્યા હતાં અને ગ્રીષ્માના પરિવારની મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી. એટલું જ નહીં ગ્રીષ્માના પરિવારજનોને ઝડપી ન્યાય અપાવવાની પણ ખાતરી આપી હતી. બીજી તરફ પાસ કન્વીનર અલ્પેશ કથિરીયા, ધાર્મિક માલવિયા સહિતના અગ્રણીઓ ગ્રીષ્માના પરિવારજનોને મુલાકાત કરી અને સાંત્વના પાઠવી હતી. આ તરફ સુરતના ઉદ્યોગકાર લવજીભાઈ બાદશાહ અને ધર્મનંદન ડાયમંડ ગ્રુપના લાલજીભાઈ પટેલ સાથે સમાજના બીજા અગ્રણીઓએ પરિવારની મુલાકાત લીધી હતી અને સાંત્વના પાઠવી હતી.
બીજી તરફ સુરતમાં કામરેજના પાસોદરા ખાતે ગ્રીષ્મા વેકરિયાની હત્યા મામલે પહેલીવાર મૃતકના માતા-પિતાનું નિવેદન સામે આવ્યું છે. ગ્રીષ્માની માતાની માંગણી છે કે તેમને ન્યાય જોઈએ છે. તો પિતાએ પણ આરોપીને કડક સજા થાય તેવી માંગણી કરી હતી. તેમની દીકરી પરિવારની બદનામીના ડરે ફરિયાદ કરી ન શકી નહોતી. જેથી ગ્રીષ્માના માતા-પિતાએ તમામ દીકરીઓને અપીલ કરી કે તમામ દીકરીઓ પોતાના પિતાને તમામ નાની મોટી વાત કરવી જોઈએ. નોંધનીય છે કે સુરતમાં કામરેજના પાસોદરા ખાતે ગ્રીષ્મા વેકરિયાની ફેનિલ નામના યુવક દ્વારા ઘાતકી હત્યા કરવામાં આવી હતી.
સુરતમાં ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઘટનાનું રી-કંસ્ટ્રક્શન કરાયું હતું. હત્યારા ફેનિલ ગોયાણીને સાથે રાખી ઘટનાની શરૂઆતથી અંત સુધીનું રિકંસ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. સૌથી પહેલા આરોપી ફેનિલ અને તેના મિત્રને કપલ બોક્ષ કાફે પર લઈ જવાયા હતા અને ત્યાંથી કોલેજ લઈ જવાશે. ત્યારબાદ ગ્રીષ્માના ઘરે રિકંસ્ટ્રક્શન કરવામાં આવશે. એસ.પી, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ તેમજ LCB, SOG સહિતના પોલીસ સ્ટાફની ઉપસ્થિતિમાં હત્યાનું રિકંસ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે.
ચીનની આ દિગ્ગજ મોબાઇલ કંપની ભારતમાં 2023 સુધી કરશે 3,500 કરોડનું રોકાણ, જાણો શું છે પ્લાનિંગ........
EPFO સભ્ય છો ? તો જાણી લો સરકાર તમારા માટે શું શું આપી રહી છે લાભ, શું છે ફાયદો, જાણો વિગતે
મોદી સરકાર યુવાનોને દર મહિને આપી રહી છે 25000 રૂપિયા અને કાયમી નોકરી? જાણો સરકારે શું કરી સ્પષ્ટતા