શોધખોળ કરો

Surat News: સુરતમાં ભૂતિયા ડિમોલિશનને લઈને મનપા કમિશ્નરનો નિર્ણય, તપાસ માટે બનાવી હાઈપાવર કમિટી

Surat News: સુરતમાં ભૂતિયા ડિમોલિશનની તપાસ માટે મનપા કમિશ્નરે કમિટીની રચના કરી હતી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સુરતમાં નાસીરનગર ભૂતિયા ડિમોલિશન તપાસવા કમિટીની રચના થઈ.
  • તપાસ કમિટીમાં ત્રણ વિવાદિત અધિકારીઓને સામેલ કરાયા છે.
  • આ અધિકારીઓ ભૂતકાળમાં ભ્રષ્ટાચારના અનેક આક્ષેપોમાં ઘેરાયેલા હતા.
  • કમિટી અધિકારીઓની ભૂમિકા તપાસી રિપોર્ટ કમિશ્નરને સોંપશે.

Surat News:  સુરતમાં નાસીરનગરમાં ભૂતિયા ડિમોલિશનને લઈ ભારે વિવાદ થયા બાદ તપાસ માટે મનપા કમિશ્નરે હાઈપાવર કમિટીની રચના કરી છે. મળતી જાણકારી અનુસાર, સુરતમાં ભૂતિયા ડિમોલિશનની તપાસ માટે મનપા કમિશ્નરે કમિટીની રચના કરી હતી. ભૂતિયા ડિમોલિશનની તપાસ માટે છ સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં બે ડે.મ્યુનિ.કમિશ્નર, 1 એડી સિટી ઈજનેર, 2 કાર્યપાલક ઈજનેરનો સમાવેશ થાય છે. કમિટી તપાસનો અહેવાલ પાલિકા કમિશ્નરને સોંપશે. બાદમાં રિપોર્ટના આધારે કસૂરવાર સામે કાર્યવાહી કરવામાં આવશે. 3 વિવાદિત અધિકારીઓને કમિટીમાં સ્થાન આપવામાં આવ્યું છે. એડી સિટી ઈજનેર મહેશ ચાવડા, કાર્યપાલક ઈજનેર કમલેશ વસાવા, આર.ડી.ગાંજા વાલા પણ અગાઉ વિવાદમાં આવી ચુક્યા છે.

મ્યુનિસિપલ કમિશનર સમક્ષ રિપોર્ટ રજૂ કરશે

હાઈપાવર કમિટી કયા કર્મચારીની શું ભૂમિકા છે અને ગેરરીતિ થઈ છે કે કેમ તેની ઝીણવટભરી તપાસ કરી મ્યુનિસિપલ કમિશનર સમક્ષ રિપોર્ટ રજૂ કરશે. આ કમિટીમાં જૂનિયર ડેપ્યુટી કમિશનર અધ્યક્ષ અને સિનિયર ડેપ્યુટી કમિશ્નરને સભ્ય બનાવાયા છે. જો કે આ કમિટીમાં સામેલ 3 અધિકારીઓ અગાઉ ખુદ જ વિવાદમાં આવી ચુક્યા છે ત્યારે સવાલ થાય છે કે આ અધિકારીઓ શું તપાસ કરશે. જી હા એડિશનલ સિટી ઈજનેર મહેશ ચાવડા કતારગામના ઝોનલ ચીફ હતા ત્યારે ભાજપના જ પૂર્વ કોર્પોરેટરે ગેરકાયદે બાંધકામોની ફાઈલ આપવા છતાં પગલા લીધા ન હતા. ગેરકાયદે હોસ્પિટલનું ડિમોલિશન ન કરવાના વિવાદ બાદ કમિશ્નરે રાંદેરમાં બદલી કરી હતી. તો આ તરફ કાર્યપાલક ઈજનેર કમલેશ વસાવા પણ જ્યારે વરાછા ઝોનમાં હતા ત્યારે કોંટ્રાક્ટર પાસે પૈસાની લેતી-દેતીનો પૂર્વ વિપક્ષના નગરસેવકો સાથે વાતચીત અંગેનો ઓડિયો વાયરલ થયો હતો અને એસીબી તપાસની માંગ ઉઠી હતી. સંકલનની બેઠકમાં પણ ધારાસભ્યએ ભ્રષ્ટાચારના આરોપો કર્યા બાદ તેમને સાયસન્સ સેંટરમાં ધકેલી દેવાયા હતા. તો કાર્યપાલક ઈજનેર આર.ડી.ગાંજાવાલા પણ સેંટ્રલ ઝોનમાં થોકબંધ ગેરકાયદે બાંધકામોને છાવરવાના વિવાદમાં આવતા તેમને એર્ફોડેબલ હાઉસિંગ વિભાગમાં ખસેડાયા હતા. પોતે જ વિવાદો અને સજા ભોગવી ચૂકેલા આવા અધિકારીઓ ગેરકાયદે બાંધકામની શું તટસ્થ તપાસ કરશે તે સમગ્ર સુરતમાં ચર્ચાનો વિષય બન્યો છે.

આ હાઈપાવર તપાસ સમિતિ ડેપ્યુટી કમિશનર એમ.એમ. ગજ્જરની અધ્યક્ષતામાં કામ કરશે. આ સમિતિની અંદર વહીવટી અને ટેકનિકલ પાંખના ઉચ્ચ નિષ્ણાતોને સામેલ કરવામાં આવ્યા છે. આ કમિટી ખાસ કરીને સેન્ટ્રલ ઝોનના જવાબદાર અધિકારીઓની આ સમગ્ર ઘટનામાં શું ભૂમિકા હતી, કોના ઈશારે અને કયા નિયમો હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી તેની ઊંડાણપૂર્વક તપાસ કરીને પોતાનો સત્તાવાર અહેવાલ કમિશનરને સોંપશે. ઉલ્લેખનીય છે કે, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલા નાસીર નગરની 100થી વધુ નાની-મોટી મિલકતોનું કોઈ પણ યોગ્ય કાનૂની પૂર્વ સૂચના વગર અચાનક ડિમોલિશન કરવામાં આવ્યું હતું. જે અંગે સ્થાનિકોએ ભારે વિરોધ કર્યો હતો. 

Frequently Asked Questions

સુરતમાં કયા વિવાદને કારણે તપાસ સમિતિની રચના કરવામાં આવી છે?

સુરતના નાસીરનગરમાં 100 થી વધુ મિલકતોનું પૂર્વ સૂચના વિના કરાયેલા

ભૂતિયા ડિમોલિશનની તપાસ માટે કોણે કમિટીની રચના કરી છે?

સુરત મનપા કમિશ્નરે નાસીરનગરના ભૂતિયા ડિમોલિશનની તપાસ માટે છ સભ્યોની હાઈપાવર કમિટીની રચના કરી છે. તેમાં બે ડે. કમિશ્નર અને ત્રણ ઈજનેરોનો સમાવેશ થાય છે.

તપાસ સમિતિમાં શા માટે વિવાદ છે?

કમિટીમાં સામેલ ત્રણ અધિકારીઓ - મહેશ ચાવડા, કમલેશ વસાવા અને આર.ડી. ગાંજાવાલા - અગાઉ ભ્રષ્ટાચાર અને ગેરરીતિના વિવાદોમાં આવી ચૂક્યા છે. આ કારણે તેમની તટસ્થ તપાસ પર સવાલો ઉભા થયા છે.

તપાસ સમિતિનું મુખ્ય કાર્ય શું છે?

આ સમિતિ ભૂતિયા ડિમોલિશનમાં કયા કર્મચારીની શું ભૂમિકા હતી અને કોઈ ગેરરીતિ થઈ છે કે કેમ તેની ઝીણવટભરી તપાસ કરશે. ત્યારબાદ તે કમિશનરને રિપોર્ટ સોંપશે.

Advertisement

ટોપ સ્ટોરી

Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Advertisement

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Embed widget