શોધખોળ કરો

ACB Trap: વડીલો પાર્જીત જમીનમાંથી નામ કમી કરવા લાંચ માંગનારી મહિલા તલાટી એસીબીના છટકામાં ઝડપાઈ

વડીલો પાર્જીત જમીનમાંથી નામ કમી કરવા માટે તલાટીએ ફરિયાદી પાસે 9 હજારની લાંચ માંગી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી એસીબીમાં ફરિયાદ કરી હતી.

Surat ACB News: સુરતમાં વધુ એક લાંચીયો અધિકારી એસીબીના છટકામાં ભેરવાયો છે. કામરેજના નવી પારડી ગામના મહિલા તલાટી એસીબીના છટકામાં ઝડપાયા હતા. વડીલો પાર્જીત જમીનમાંથી નામ કમી કરવા માટે તલાટીએ  ફરિયાદી પાસે 9 હજારની લાંચ માંગી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી એસીબીમાં ફરિયાદ કરી હતી. એસીબીએ છટકું ગોઠવી આરોપીને લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. સોનલ દેસાઈ નામની મહિલા તલાટી વડીલો પાર્જીત જમીનમાંથી નામ કમી કરવા લાંચ સ્વીકારતી વખતે રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકા પંચાયતમાં ભ્રષ્ટાચારમાં ખદબદેલી હોય તેમ ટૂંકા ગાળામાં એસીબી ની ટીમે ત્રીજી વખત દરોડા પાડી ટેકનિકલ આસિસ્ટન્ટ APOને વનીકરણની કામગીરી માટે 20 હજારની લાંચ લેતા પંચમહાલ એસીબી દ્વારા છટકુ ગોઠવી ઝડપી પાડ્યો હતો. આ પહેલા 31.11.2023 ના રોજ મનરેગા શાખામાં આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર મોહન કટારા પાણીના નાળાની કામગીરીના ૪૨.૯૩ લાખના બિલ મંજૂર કરાવવા બાબતે દસ ટકા લાંચ ની માંગણી કરી હતી.  જેમાં ઠુઠિ કંકાસિયા ચોકડી પાસે  50 હજાર ની લાંચ લેતા દાહોદ એસીબીએ છટકુ ગોઠવી ઝડપી પાડ્યો હતો.  ત્યારબાદ 28.12.2023 ના રોજ મનરેગા શાખામાં આસિસ્ટન્ટ વર્ક મેનેજર તરીકે કામ કરતા બળવંત લબાના જમીન સમતલ કરાવવાના કામ માટે ફાઈલ મંજૂર કરાવવા અંગે વીસ હજાર ની લાંચ લેતા મહીસાગર ACB ની ટ્રેપમાં ઝડપાયા હતા.

ઝાલોદ તાલુકા પંચાયત કચેરીમાં મનરેગા શાખામાં ભ્રષ્ટાચાર મોટાપાયે ફળ્યું ફૂલ્યું હોવાનું આના પરથી પ્રતિત થાય છે કે એક જ શાખામાં માત્ર છ મહિનાના ટૂંકા ગાળામાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ત્રણ કર્મચારીઓને જુદા જુદા બનાવમાં લાંચીત સ્વીકારતા આબાદ રીતે ઝડપી પાડતા પંચાયત આલમમાં શબ્દતાની સાથે ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે આજરોજ આસિસ્ટન્ટ ટેકનિકલ આશિષ લબાના (રહે. મુળ રહે. લીલવાદેવા, ગામતળ ફળીયુ, તા.ઝાલોદ જી.દાહોદ, હાલ રહે.મકાન નં. ૨૫ સુદામાનગર રળીયાતી રોડ દાહોદ તા.જી.દાહોદ)  ­વનીકરણની કામગીરી માટે 20,000ની લાંચ સ્વીકારતા ઝડપાતા સન્નાટો વ્યાપી જવા પામ્યો હતો. ઝડપાયેલા આશિષ લબાના દ્વારા ફરીયાદી તથા અન્ય સાહેદોને તેઓની વડીલોપાર્જીત જમીનમા વનીકરણ/ફળ વાડી કરાવવાની હોવાથી તેણે  ફરીયાદીની ફાઇલોના એસ્ટીમેન્ટ તૈયાર કરી આગળ પુટઅપ કરવા, એસ્ટીમેટ તૈયાર કરવા માટે ફરીયાદી પાસે એક ફાઇલ દિઠ 2000  લેખે 42,000 ની લાંચની માંગણી કરી હતી. બાદમાં 19 ફાઇલના એક ફાઈલ દીઠ રૂા.1900 લેખે 36,100માં નક્કી કરેલ તે પૈકી  રૂ. 20,000 પ્રથમ આપવા અને બાકીના રૂપીયા 6000 એસ્ટીમેન્ટ માટેની 19 ફાઇલોની મંજુરી મળી ગયા પછી આપવાના હતા.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, સરકારે માન્યું પેપર લીક થયું
NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, સરકારે માન્યું પેપર લીક થયું
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ: ધોરાજી અને આસપાસના વિસ્તારમાં રેલમછેલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ: ધોરાજી અને આસપાસના વિસ્તારમાં રેલમછેલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
શેર બજાર લાલ નિશાન પર બંધ, સેન્સેક્સ 36 અંક તૂટ્યો, નિફ્ટી 24,300ની ઉપર
શેર બજાર લાલ નિશાન પર બંધ, સેન્સેક્સ 36 અંક તૂટ્યો, નિફ્ટી 24,300ની ઉપર
Utility: ચોમાસામાં કુલર ચલાવવાથી પરસેવો થઈ રહ્યો છે? અપનાવો આ ટિપ્સ
Utility: ચોમાસામાં કુલર ચલાવવાથી પરસેવો થઈ રહ્યો છે? અપનાવો આ ટિપ્સ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Update । રાજ્યના 8 જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદKutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદRajkot। Mansukh Saghathiya । કૌભાંડી મનસુખ સાગઠીયાનો રેલો પહોંચ્યો ગાંધીનગરSurat News । રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનું સુરતને લઇ મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, સરકારે માન્યું પેપર લીક થયું
NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, સરકારે માન્યું પેપર લીક થયું
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ: ધોરાજી અને આસપાસના વિસ્તારમાં રેલમછેલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ: ધોરાજી અને આસપાસના વિસ્તારમાં રેલમછેલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
શેર બજાર લાલ નિશાન પર બંધ, સેન્સેક્સ 36 અંક તૂટ્યો, નિફ્ટી 24,300ની ઉપર
શેર બજાર લાલ નિશાન પર બંધ, સેન્સેક્સ 36 અંક તૂટ્યો, નિફ્ટી 24,300ની ઉપર
Utility: ચોમાસામાં કુલર ચલાવવાથી પરસેવો થઈ રહ્યો છે? અપનાવો આ ટિપ્સ
Utility: ચોમાસામાં કુલર ચલાવવાથી પરસેવો થઈ રહ્યો છે? અપનાવો આ ટિપ્સ
Gujarat Rain:  સુરત, નવસારી, વલસાડ અને દમણમાં હવામાન વિભાગે અતિભારે વરસાદની કરી આગાહી
Gujarat Rain:  સુરત, નવસારી, વલસાડ અને દમણમાં હવામાન વિભાગે અતિભારે વરસાદની કરી આગાહી
Gujarat Monsoon: રાજ્યમાં આગામી 3 કલાક અહીં ભારે પવન સાથે તૂટી પડશે વરસાદ, જાણો વિગત
Gujarat Monsoon: રાજ્યમાં આગામી 3 કલાક અહીં ભારે પવન સાથે તૂટી પડશે વરસાદ, જાણો વિગત
Crypto Hacking: ક્રિપ્ટોકરન્સીના રોકાણકારો જોખમમાં, 6 મહિનામાં 1 અબજ ડોલરથી વધુની ચોરી
Crypto Hacking: ક્રિપ્ટોકરન્સીના રોકાણકારો જોખમમાં, 6 મહિનામાં 1 અબજ ડોલરથી વધુની ચોરી
Surat News: રાજ્યમાં વધુ એક સ્કૂલ વાન પલ્ટી, સુરતના કીમ-ઓલપાડ રોડ પર બની ઘટના
Surat News: રાજ્યમાં વધુ એક સ્કૂલ વાન પલ્ટી, સુરતના કીમ-ઓલપાડ રોડ પર બની ઘટના
Embed widget