Surat News: હીરા દલાલને મિત્રતા નીભાવવાનું ભારે પડ્યું, મિત્ર અને તેના ભાઈએ GST નંબર મેળવી 15 કરોડના બોગસ બિલ બનાવ્યા
Latest Surat News: કતારગામમાં હીરા દલાલે પોતાના નામે જીએસટી નંબર લઈ મિત્રના ભાઈને આપ્યો હતો. જેમાં તેની જાણ બહાર 15.17 કરોડના બોગસ બિલોના ટ્રાન્જેકશનો થયા હતા.
Surat News: સુરતમાં હીરાદલાલના નામે GST નંબર મેળવી મિત્રના ભાઈએ 15.17 કરોડના બોગસ બિલો બનાવ્યા હતા. આ અંગે સુરત ક્રાઈમ બ્રાંચમાં 5 સામે ગુનો દાખલ થતાં તપાસ ઈકો સેલને સોંપાઈ હતી. જેમાં એક આરોપીની કરવામાં આવી હતી. ભાવેશ ઉર્ફે મુસો અગાઉ ડેટા આપવાના ગુનામાં સાયબર ક્રાઇમમાં પકડાયો હતો. કતારગામમાં હીરા દલાલે પોતાના નામે જીએસટી નંબર લઈ મિત્રના ભાઈને આપ્યો હતો. જેમાં તેની જાણ બહાર 15.17 કરોડના બોગસ બિલોના ટ્રાન્જેકશનો થયા હતા. મિત્રએ હાથ ઊંચા કરતા હીરાદલાલે ક્રાઇમબ્રાંચમાં ફરિયાદ આપી હતી. આ કેસની તપાસ ઈકોસેલને સોંપવામાં આવી હતી, ઇકોસેલ પોલીસે મનોજ કેવડીયાની ધરપકડ કરી હતી.
સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા હીરા દલાલને મિત્રતા નીભાવવાનું ભારે પડ્યું હતું. મિત્ર અને તેના ભાઈએ દલલાના નામે જીએસટી નંબર મેળવીને અખિલ એન્ટરપ્રાઝ નામની પેઢી ખોલીને 15 કરોડની લેવડ દેવડ કરીને સરકારમાંથી એક ટકા જીએસટીઓનો આર્થિક લાભ પણ મેળ્યો હતો. આ બાબતે હીરા દલાલે ક્રાઈમ બ્રાંચમાં 5 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં ઈકોસેલ દ્વારા એક સ્ટોનના વેપારીની ધરપકડ કરી હતી.
કતારગામ ડભોલી રોડ પર ગોવિંદજી હોલ નજીક આવેલી પ્રાર્થના સોસાયટીમાં રહેતા અખિલ રાજેશ શેખલીયા મહિધરપુરા ખાતે સેન્ટર પોઈન્ટ શોપિંગ સેન્ટરમાં ઓફિસ ધરાવે છે અને હારીની દલાલી કરી છે. 2022માં મિત્ર અભિષેક અજાગીયાએ તેનો સંપર્ક કરીને કહ્યું કે, મારા ભાઈ હાર્દિકને શોપિંગ એપ્લિકેશન પર બેગ અને બીજી વસ્તુઓનું વેચાણ કરવા જીએસટી નંબરની જરૂર છે. અમારી પાસે એક જીએસટી નંબર પહેલાથી જ છે, જેથી તમારા ડોક્યુમેંટની જરૂર પડશે. મિત્ર નિભાવવા તેમણે ડોક્યુમેંટ આપ્યા હતા. જે બાદ તેણે તેના મિત્રો સાથે મળીને તેમના ઘરના સરનામાનો ઉપયોગ કરીને અખિલ એન્ટરપ્રાઇઝ નામની પેઢી શરૂ કરી હતી. જેમાં ખાતાની લેવડ દેવડ હાર્દિક કરતો હતો, જ્યારે પાસવર્ડ કે ઓટીપી હોય તે અખિલ હાર્દિકને મોકલતો હતો. થોડા સમય બાદ હાર્દિકે કહ્યું કે, અમે અખિલ એન્ટરપ્રાઇઝ બંધ કરી દીધું છે, જેથી તે નિશ્ચિંત થઈ ગયો હતો. પણ તેના સીએ એ જણાવ્યું કે, તમારા ખાતામાંથી 15 કરોડની લેવડદેવડ થઈ છે, જેથી તે ચોંક્યો હતો અને હાર્દિક તથા તેના મિત્રોનો સંપર્ક કરવા કોશિશ કરી હતી. પરંતુ કોઈ જવાબ ન મળતાં પોલીસ ફરિયાદ કરી હતી. ઈકોસેલે મનોજ કેવડીયાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.