શોધખોળ કરો

SURAT : 21 અને 28 ઓગસ્ટ તેમજ 4 અને 11 સપ્ટેમ્બરે યોજાશે મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ 2022, નાગરિકોને લાભ લેવા જિલ્લા ચૂંટણી તંત્રની અપીલ

Surat News : શહેર-જિલ્લામાં રવિવારે સવારે 10 થી સાંજે 5 વાગ્યા દરમ્યાન બુથ લેવલ ઓફિસર (BLO) તમામ મતદાનમથકો ઉપર હાજર રહી અરજીઓ સ્વીકારશે

SURAT : ભારતના ચૂંટણી પંચ દ્વારા 'મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2022' જાહે૨ ક૨વામાં આવ્યો છે. જે મુજબ જે નાગરિક તા.1-10-2022 ની લાયકાતની તારીખના રોજ 18 વર્ષ કે તેથી વધુ ઉમર પૂર્ણ કરતા હોય તેવા નાગરિકો માટે તા.12-08-2022ના રોજથી તા.11-09-2022 સુધી એક મહિના દરમિયાન મતદારો મતદારયાદીમાં નામ નોંધણી કરાવવા, નામ રદ્દ કરવા, કોઈ નામની સામે વાંધો લેવા, નામ કે અન્ય વિગતો સુધારવા માટે સંબંધિત નિયત નમુનાના ફોર્મ ભરી જરૂરી આધાર-પૂરાવાઓ સાથે તેમના રહેઠાણ વિસ્તારના મતદાર નોંધણી અધિકારી, મદદનીશ મતદાર નોંધણી અધિકારી અથવા બુથ લેવલ ઓફિસરોને હકકદાવાઓ રજુ કરી શકશે. આ ઝુંબેશ સંદર્ભે સુરત જિલ્લા કલેક્ટર આયુષ ઓકના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.

સુરત જિલ્લા કલેક્ટરે  જણાવ્યું કે, શહેર-જિલ્લામાં ફોટા વાળી મતદારયાદી સુધારણા અંતર્ગત તા.12-08-2022 થી તા.11-09-2022 ના એક મહિનાના સમયગાળા દરમિયાન લોકો મતદારયાદીમાં નામોની નોંધણી કે સુધારા વધારા કરી શકાશે. ખાસ ઝુંબેશરૂપે તા.21-08-2022 અને તા.28-08-2022 (રવિવાર) તેમજ તા.04-09-2022 અને તા.11-09-2022 (રવિવાર)ના રોજ સવારે 10 થી સાંજે 5  વાગ્યા મતદારયાદી સુધારણા હેઠળ BLO  જે તે મતદાન મથકે ઉપસ્થિત રહેશે.

એક મહિના દરમિયાન ચાલનાર મતદારયાદી સુધારણા હેઠળ 18વર્ષની ઉંમર પૂર્ણ કરનાર યુવા નાગરિકો મતદા૨યાદીમાં નામ દાખલ કરાવવા ફોર્મ નં. 6, મૃત્યુ સ્થળાંતરના કિસ્સામાં નામ કમી કરવા ફોર્મ નં. 7, સુધારા માટે ફોર્મ નં. 8 તથા એક જ વિધાનસભા મતદાર વિભાગમાં સ્થળાંતર માટે ફોર્મ નં. 8(ક) જરૂરી આધાર પુરાવા સાથે ઉપરોક્ત ચાર રવિવાર દરમિયાન સબંધિત મતદાન મથકે નામનોંધણી અને સુધારા કરાવી શકશે. તા.10-10-2022(સોમવાર)ના રોજ મતદારયાદીની આખરી પ્રસિધ્ધિ થશે. 

કલેક્ટરે  વધુમાં ઉમેર્યું કે, વિશિષ્ટ આયોજનના ભાગરૂપે સુરત શહેર તથા જિલ્લાની તમામ કોલેજોમાં યુવા મતદારોની નોંધણી માટે કેમ્પસ એમ્બેસેડરની નિમણૂંક કરવામાં આવી છે. મતદાર યાદીમાં નામ ચકાસવા માટે તેમજ નામ દાખલ, કમી કરવા અને સુધારાની અરજી www.voterportal.eci.gov.in અથવા www.nvsp.in અથવા Voter Helpline મોબાઈલ એપ અથવા www.ceo.gujarat.gov.in ઉપર પણ ઓનલાઈન અરજી કરી શકાશે. વિશેષ જાણકારી માટે હેલ્પલાઈન નં.1950 ૫૨ સંપર્ક કરવો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Valsad Rain: વલસાડમાં મેઘતાંડવ, જિલ્લાના 365 રસ્તાઓ બંધ, મુંબઈ-અમદાવાદ ટ્રેન વ્યવહાર ખોરવાયો
Valsad Rain: વલસાડમાં મેઘતાંડવ, જિલ્લાના 365 રસ્તાઓ બંધ, મુંબઈ-અમદાવાદ ટ્રેન વ્યવહાર ખોરવાયો
સુરત માટે આજની રાત ભારે! અતિભારે વરસાદનું રેડ એલર્ટ, રાત્રે 9 વાગ્યા પછી બહાર ન નીકળવા અપીલ
સુરત માટે આજની રાત ભારે! અતિભારે વરસાદનું રેડ એલર્ટ, રાત્રે 9 વાગ્યા પછી બહાર ન નીકળવા અપીલ
Surat Rain: સુરતમાં 5 ઈંચ વરસાદથી જળબંબાકાર, ખાડી ઓવરફ્લો થતાં અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ
Surat Rain: સુરતમાં 5 ઈંચ વરસાદથી જળબંબાકાર, ખાડી ઓવરફ્લો થતાં અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ
Surat: બહાર ચાઈનીઝ ખાતા પહેલા સાવધાન, મન્ચુરિયનમાં ઉંદર નીકળ્યાનો આરોપ
Surat: બહાર ચાઈનીઝ ખાતા પહેલા સાવધાન, મન્ચુરિયનમાં ઉંદર નીકળ્યાનો આરોપ

વિડિઓઝ

Ahmedabad Rain Update : અમદાવાદમાં રાતે પણ ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનના પાપે ડૂબ્યું અમદાવાદ
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: અમદાવાદ સહિત 21 જિલ્લાઓમાં રેડ એલર્ટ, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, હવામાન નાઉ કાસ્ટ
Gujarat Rain: અમદાવાદ સહિત 21 જિલ્લાઓમાં રેડ એલર્ટ, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, હવામાન નાઉ કાસ્ટ
સોનમ વાંગચુકે 26 દિવસ પછી તોડ્યા ઉપવાસ, જાણો વડાપ્રધાન મોદીને શું કરી અપીલ?
સોનમ વાંગચુકે 26 દિવસ પછી તોડ્યા ઉપવાસ, જાણો વડાપ્રધાન મોદીને શું કરી અપીલ?
અંબાલાલ પટેલની મોટી આગાહી, વીજળીના કડાકા-ભડાકા સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ, જાણો અપડેટ
અંબાલાલ પટેલની મોટી આગાહી, વીજળીના કડાકા-ભડાકા સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ, જાણો અપડેટ
Valsad Rain: ભારે વરસાદમાં જીવ બચાવવા વીજ પોલ પર ચઢી ગયેલા યુવકનું હેલિકોપ્ટરથી દિલધડક  રેસ્ક્યૂ
Valsad Rain: ભારે વરસાદમાં જીવ બચાવવા વીજ પોલ પર ચઢી ગયેલા યુવકનું હેલિકોપ્ટરથી દિલધડક  રેસ્ક્યૂ
વિદ્યાર્થી આંદોલનને લઈ અભિનેતા સલમાન ખાનની 24 કલાકમાં બીજી પોસ્ટ, જાણો શું કરી અપીલ 
વિદ્યાર્થી આંદોલનને લઈ અભિનેતા સલમાન ખાનની 24 કલાકમાં બીજી પોસ્ટ, જાણો શું કરી અપીલ 
Ahmedabad Rain: અમદાવાદમાં ફરી ધોધમાર વરસાદ શરુ, અનેક વિસ્તારો જળમગ્ન, 7 અન્ડરપાસ બંધ 
Ahmedabad Rain: અમદાવાદમાં ફરી ધોધમાર વરસાદ શરુ, અનેક વિસ્તારો જળમગ્ન, 7 અન્ડરપાસ બંધ 
Ahmedabad Rain: અમદાવાદ માટે આગામી 3 કલાક ભારે, 'રેડ એલર્ટ' સાથે અત્યંત ભારે વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદ માટે આગામી 3 કલાક ભારે, 'રેડ એલર્ટ' સાથે અત્યંત ભારે વરસાદની આગાહી
ભારે વરસાદથી રાજ્યમાં જનજીવન પ્રભાવિત: 1,201 રસ્તા બંધ, STની 920 ટ્રિપ રદ, 35 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો
ભારે વરસાદથી રાજ્યમાં જનજીવન પ્રભાવિત: 1,201 રસ્તા બંધ, STની 920 ટ્રિપ રદ, 35 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો
Embed widget