શોધખોળ કરો

સુરતમાં વધુ એકવાર નકલી અધિકારી ઝડપાયો, ACBના અધિકારીની ઓળખ આપી પૈસા પડાવવા જતા ત્રણ ઝડપાયા

યુનિવર્સિટીના સંચાલકોને શંકા જતા પોલીસને જાણ કરતા શખ્સોનો ભાંડો ફૂટ્યો હતો. પોલીસે એક કિશોર સહિત 3 શખ્સોની ધરપકડ કરી છે.

Surat News: સુરતમાં વધુ એકવાર નકલી અધિકારી ઝડપાયો છે. નેશનલ એન્ટી કરપ્શન એન્ડ એટરોસિટી ઓર્ગેનાઇઝેશન દિલ્લીના નકલી અધિકારીની ઓળખ આપનાર કિશોર સહિત ત્રણ શખ્સો ઝડપાયા છે. આરોપીઓએ ACBના અધિકારીની ઓળખ આપી તપાસના સુરતની પીપી સવાણી યુનિવર્સિટીમાં ઘૂસ્યા હતા. યુનિવર્સિટીમાં નકલી ડિગ્રી બનાવતા હોવાનું કહી સંચાલકોને ધમકાવી રૂપિયા પડાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે યુનિવર્સિટીના સંચાલકોને શંકા જતા પોલીસને જાણ કરતા શખ્સોનો ભાંડો ફૂટ્યો હતો. પોલીસે એક કિશોર સહિત 3 શખ્સોની ધરપકડ કરી છે. જ્યારે આરોપીઓની કારની આગળ પણ એસીબી લખેલી પ્લેટ મળી આવી છે.

રાજ્યમાં નકલીનો રાફડો ફાટ્યો છે, નકલી IAS, નકલી IPS, નકલી સરકારી અધિકારી, નકલી MLAનો PA બાદ થોડા દિવસ પહેલા જુનાગઢમાંથી હવે નકલી DYSP ઝડપાયો હતો, આ શખ્સની ઓળખ વિનીત બંસીલાલ દવે તરીકે થઈ છે. આ શખ્સ નકલી ID સાથે રોફ જમાવતો અને બેઠકો પણ કરતો હતો. 2.11 કરોડથી પણ વધુની છેતરપિંડી આચરી છે. આ પહેલા નકલી MLA બની રોફ જમાવતા રાજેશ જાદવ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી.

નકલી અધિકારી, IPS બાદ હવે નકલી MLA ઝડપાયો છે.  જૂનાગઢમાં નકલી MLA બની ફરતા રાજેશ જાદવ નામના શખ્સની ધકપકડ કરવામાં આવી છે. મૂળ સીમાસી ગામનાં રાજેશ જાદવ પોતે MLA હોવાનો રૌફ જમાવતો હતો. જોકે સાબલપુર ચોકડી પાસે રૌફ જમાવતા આ નકલી MLAને તાલુકા પોલીસે ઝડપી પાડ્યો હતો.

નકલી CMO અધિકારી

નકલી CMO અધિકારીની ઓળખ આપનાર અને વડોદરા પોલીસના જાપ્તામાંથી ફરાર થનાર આરોપી વિરાજ પટેલની ક્રાઈમ બ્રાન્ચ પોલીસે મિઝોરમથી ધરપકડ કરી છે. ગાંધીનગરના વિરાજ પટેલે મુંબઇની એક મહિલાને  CMOના અધિકારી તરીકેની ઓળખ આપી લગ્નની લાલચમાં ફસાવી હતી. આ સાથે યુવતીને ગુજરાતની ગિફ્ટ સીટીમાં ઇન્ટરનેશનલ બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની લાલચ આપી મહિલાના ATM કાર્ડ ચોરી લઈ તેમાંથી 90000 ઉપાડી લીધા હતા.

હોટેલમાં મહિલા સાથે દુષ્કર્મ પણ કર્યું હતું જે મામલે  મહિલાએ ગોત્રી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, આ સાથે CMOના અધિકારી તરીકે ઓળખ આપી નકલી પાનકાર્ડ બનાવી તેનો સાચા પાનકાર્ડ તરીકે ઉપયોગ કરાયો હતો.  જે મામલે પણ ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા વિરાજ પટેલની ગાંધીનગરના સરગાસણથી પોલીસે ધરપકડ કરી હતી.  જોકે તે બાદ 10 નવેમ્બર 2023ના રોજ આરોપી વિરાજને દુષ્કર્મ મામલે વડોદરાની સેસન્સ કોર્ટ લાવવામાં આવ્યો હતો જ્યાંથી તે પોલીસ જાપ્તાને ચકમો આપી ભાગી ગયો હતો.

વિરાજ પટેલે ગિફ્ટ સિટીના પ્રેસિડેન્ટ હોવાની  ખોટી ઓળખ આપી હતી  અને મહિલા મોડલને  ગિફ્ટ સિટીના એમ્બેસેડર બનાવવાની લાલચ આપી હતી. આટલું જ નહી તેને આ મહિલા મોડલ સાથે દુષ્કર્મ પણ આચર્યું હતું. ઉપરાંત તેને શૂટિંગ માટે દુબઇ લઇ જવાનો પણ ખોટો વાયદો કર્યાં હતો.  વિરાજે આ મહિલા મોડલને  ગિફ્ટ સિટીના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની પણ લાલચ આપી હતી . આ મહિલા મોડલ અને વિરાજ વચ્ચે ટોકિઝમાં બબાલ થતાં સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. મહિલા મોડલે દુષ્કર્મ સાથે વિરાજ પટેલે સાડા ત્રણ લાખ પણ તેમની પાસેથી પડાવી લીધાનો આરોપ લગાવ્યો છે. આ મામલે મહિલા મોડલે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

મહાઠગ વિરાજ પટેલે નકલી ઓળખ ઉભી કરવા માટે નકલી દસ્તાવેજ પણ તૈયાર કર્યા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, આ મહાઠગ  વિરાજ પટેલ ગાંધીનગરના સરગાસણ વિસ્તારના પૃથ્વી હોમ્સમાં રહેતો હોવાની હકીકત સામે આવી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Putin Car Blast: પુતિનની લક્ઝરી કારમાં વિસ્ફોટ,આગના ગોળામાં ફેરવાઈ લિમોઝીન,  ઝેલેન્સકીએ કરી હતી 'મોતની ભવિષ્યવાણી'
Putin Car Blast: પુતિનની લક્ઝરી કારમાં વિસ્ફોટ,આગના ગોળામાં ફેરવાઈ લિમોઝીન, ઝેલેન્સકીએ કરી હતી 'મોતની ભવિષ્યવાણી'
બદલાઈ ગયો CBSEનો ધોરણ 10 અને 12નો સિલેબસ,વર્ષમાં બે વખત લેવાશે મેટ્રિક પરીક્ષા
બદલાઈ ગયો CBSEનો ધોરણ 10 અને 12નો સિલેબસ,વર્ષમાં બે વખત લેવાશે મેટ્રિક પરીક્ષા
Share Market Update:રોકાણકારો માટે 1 એપ્રિલથી શરૂ થતું નાણાકિય વર્ષ કેવું રહેશે? જાણો શું કહે છે નિષ્ણાત
Share Market Update:રોકાણકારો માટે 1 એપ્રિલથી શરૂ થતું નાણાકિય વર્ષ કેવું રહેશે? જાણો શું કહે છે નિષ્ણાત
Lip Cancer: શું હોઠ પર પણ થઈ શકે છે કેન્સર? જાણો તેનાથી બચવાના ઉપાય
Lip Cancer: શું હોઠ પર પણ થઈ શકે છે કેન્સર? જાણો તેનાથી બચવાના ઉપાય
Advertisement
ABP Premium

વિડિઓઝ

BIS Raid : BISની દેશભરમાં કાર્યવાહી, એમેઝોન-ફ્લિપકાર્ટના વેરહાઉસમાં દરોડા, જુઓ અહેવાલMann Ki Baat : વડાપ્રધાન મોદીએ ચૈત્રી નવરાત્રિ, ગુડી પડવા અને ભારતીય નવા વર્ષની પાઠવી શુભકામનાRajkot Accident Case : અકસ્માતમાં ઘાયલ યુવકનું મોત , પરિવારનો લાશ સ્વીકારવા ઇનકાર ; 2ની ધરપકડUmesh Makwana Controversy : AAP MLA ઉમેશ મકવાણા સામે પૂર્વ PAનો ગંભીર આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Putin Car Blast: પુતિનની લક્ઝરી કારમાં વિસ્ફોટ,આગના ગોળામાં ફેરવાઈ લિમોઝીન,  ઝેલેન્સકીએ કરી હતી 'મોતની ભવિષ્યવાણી'
Putin Car Blast: પુતિનની લક્ઝરી કારમાં વિસ્ફોટ,આગના ગોળામાં ફેરવાઈ લિમોઝીન, ઝેલેન્સકીએ કરી હતી 'મોતની ભવિષ્યવાણી'
બદલાઈ ગયો CBSEનો ધોરણ 10 અને 12નો સિલેબસ,વર્ષમાં બે વખત લેવાશે મેટ્રિક પરીક્ષા
બદલાઈ ગયો CBSEનો ધોરણ 10 અને 12નો સિલેબસ,વર્ષમાં બે વખત લેવાશે મેટ્રિક પરીક્ષા
Share Market Update:રોકાણકારો માટે 1 એપ્રિલથી શરૂ થતું નાણાકિય વર્ષ કેવું રહેશે? જાણો શું કહે છે નિષ્ણાત
Share Market Update:રોકાણકારો માટે 1 એપ્રિલથી શરૂ થતું નાણાકિય વર્ષ કેવું રહેશે? જાણો શું કહે છે નિષ્ણાત
Lip Cancer: શું હોઠ પર પણ થઈ શકે છે કેન્સર? જાણો તેનાથી બચવાના ઉપાય
Lip Cancer: શું હોઠ પર પણ થઈ શકે છે કેન્સર? જાણો તેનાથી બચવાના ઉપાય
ક્યારે શરૂ થશે 'KBC' ની નવી સીઝન? અમિતાભ બચ્ચને આપી મોટી હિંટ
ક્યારે શરૂ થશે 'KBC' ની નવી સીઝન? અમિતાભ બચ્ચને આપી મોટી હિંટ
UP News:  બ્રિજભૂષણ શરણ સિંહે રાજ ઠાકરેને સ્ટેજ પરથી આપી વોર્નિંગ, 'રામલલાના દર્શન નહીં કરવા દઈએ...',
UP News: બ્રિજભૂષણ શરણ સિંહે રાજ ઠાકરેને સ્ટેજ પરથી આપી વોર્નિંગ, 'રામલલાના દર્શન નહીં કરવા દઈએ...',
CSK vs RR: સતત બે હાર બાદ રાજસ્થાન પાસે વાપસી કરવાની તક, ચેન્નાઈની આ કમજોરી અપાવી શકે છે જીત
CSK vs RR: સતત બે હાર બાદ રાજસ્થાન પાસે વાપસી કરવાની તક, ચેન્નાઈની આ કમજોરી અપાવી શકે છે જીત
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
Embed widget