શોધખોળ કરો
Advertisement
સુરત પોલીસે બે કરોડની નકલી નોટ સાથે 4 આરોપીની ધરપકડ કરી
સુરતમાંથી પોલીસે ચાર ઠગોને ઝડપી તેની પાસેથી બે કરોડની ડુપ્લિકેટ નોટ જપ્ત કરી છે.
સુરત: સુરતમાંથી પોલીસે ચાર ઠગોને ઝડપી તેની પાસેથી બે કરોડની ડુપ્લિકેટ નોટ જપ્ત કરી છે. આ ટોળી અસલી નોટ બતાવીને નકલી નોટના બંડલ પકડાવી દઈ ઠગાઈ કરે તે પહેલાં જ પોલીસે ઝડપી લીધા હતા. મુંબઇની ગેંગ સુરતમાં મોટો સોદો કરી છેતરપીંડી આચરે એ પહેલાં જ પુણા પોલીસે આશરે 2 કરોડની નકલી અને 38 હજારની અસલી નોટ સાથે 4 આરોપીને ઝડપી પાડ્યા છે.
સુરતથી પકડાયેલ આરોપીઓ નોટના બંડલના ઉપરના ભાગે અસલી નોટ અને નીચેના ભાગે ચિલ્ડ્રન બેંકની નોટ મૂકી દેતા હતા જેના કારણે રૂપિયાનું બંડલ અકબંધ લાગે. જોકે, આ પકડાયેલ આરોપીઓ સુરતના લોકોને ભોગ બનાવે તે પહેલાં સુરત પોલીસે ઝડપી પર્દાફાશ કર્યો હતો અને તેમની પાસેથી પુણા પોલીસે આશરે બે કરોડની નકલી નોટ એટલે કે ચિલ્ડ્રન બેંકની નોટ અને 38 હજારની અસલી નોટ સાથે ચાર આરોપીને ઝડપી પાડ્યાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement