Surat : શિક્ષકે વિદ્યાર્થિનીને લગ્નની લાલચ આપી બાંધ્યા સંબંધ, વતન ગયેલી સગીરાના અપહરણનો પણ કર્યો પ્રયાસ
શિક્ષક દ્વારા વિદ્યાર્થીની સાથે લગ્ન લાલચ બાદ સંબંધ બાંધ્યો હોવાની ઘટના સામે આવી છે. વિદ્યાર્થિની પોતાના વતન ઇન્દોર ગઈ ત્યાં અપહરણની શિક્ષકે કોશિશ કરી હતી.
Surat : શિક્ષક દ્વારા વિદ્યાર્થીની સાથે લગ્ન લાલચ બાદ સંબંધ બાંધ્યો હોવાની ઘટના સામે આવી છે. વિદ્યાર્થિની પોતાના વતન ઇન્દોર ગઈ ત્યાં અપહરણની શિક્ષકે કોશિશ કરી હતી. વિદ્યાર્થિનીના પિતાને જાણ થતાં સમગ્ર મામલો બહાર આવ્યો છે. પિતાએ કીમ પોલીસ મથકમાં જાણ કરતા તપાસ હાથ ધરાઇ છે. કીમ પોલીસે લંપટ શિક્ષક પપ્પુ ઉર્ફે અર્જુન ગુપ્તા વિરુદ્ધ પોક્સો એક્ટ ગુનો નોંધ્યો છે. પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી છે.
આ અંગેની વિગતો એવી છે કે, ઓલપાડ તાલુકાની વિદ્યાર્થિની ગુરુકૃપા વિદ્યાલયમાં અધોરણ 9માં અભ્યાસ કરતી હતી. આ સગીરાને શિક્ષકે લગ્ન કરવાની લાલચ આપી સગીરાની મરજી વિરુદ્ધ સંબંધ બાંધ્યા હતા. એટલું જ નહીં, અપહરણની કોશિશ કરતા પોલીસે શિક્ષકને પકડી પાડ્યો છે. 3 વર્ષીય સગીરાને શિક્ષક પપ્પુ ઉર્ફે અર્જુન ઓમપ્રકાશ ગુપ્તા (25) (રહે,મૂળદ શુકન રો હાઉસ ઘર નં 7)એ લગ્નની લાલચ આપી મૂળદ બાલાજી ફાર્મ હાઉસમાં લઈ ગયો હતો. જ્યાં તેની મરજી વિરુદ્ધ મરજી વિરુદ્ધ સંબધ બાંધ્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થિની પરિવાર સાથે ઉજ્જૈન ટ્રેન મારફત જતી હતી.
જેની જાણ થતાં પપ્પુ ઉર્ફે અર્જુન ઓમ પ્રકાશ ગુપ્તા ઇન્દોર પહોંચી તેનું અપહરણ કરવાની કોશિશ કરી હતી. દરમિયાન પિતાએ પુત્રીની પૂછપરછ કરી હતી. જેથી વિદ્યાર્થિનીએ સમગ્ર હકિકત જણાવતા પિતાએ કિમ પોલીસ મથકે શિક્ષક વિરુદ્ધ ફરિયાદ કરી હતી. આરોપી શિક્ષકની સગાઈ થઈ ગઇ હોવાનું જાણવા મળે છે.