શોધખોળ કરો

Surat News: આરોપીને પકડવા બિહાર પહોંચી સુરત પોલીસ, ફેરિયાઓનો વેશ ધારણ કરી પાડ્યો ખેલ

Surat News:  સુરત પોલીસે ફરી એકવાર મોટો દાવ રમી આરોપીઓને ઝડપી પાડ્યા છે.  આ અંગે વિગતે વાત કરીએ તો સુરતમાં ઘરઘાટી તરીકે કામ કરીને તકનો લાભ લઈને ઘરમાં હાથફેરો કરીને ફરાર થઇ જતા દંપતીની સુરત પોલીસે બિહાર ખાતેથી ધરપકડ કરી છે.

Surat News:  સુરત પોલીસે ફરી એકવાર મોટો દાવ રમી આરોપીઓને ઝડપી પાડ્યા છે.  આ અંગે વિગતે વાત કરીએ તો સુરતમાં ઘરઘાટી તરીકે કામ કરીને તકનો લાભ લઈને ઘરમાં હાથફેરો કરીને ફરાર થઇ જતા દંપતીની સુરત પોલીસે બિહારના ભાગલપુર જિલ્લાના કહલગાવ ખાતેથી ધરપકડ કરી છે. જોકે, સૌથી ચોંકાવનારી વાત એ છે કે,પોલીસે આરોપીઓની ધરપકડ કરવા માટે ફેરીયાઓનો વેશ ધારણ કરીને બે દિવસ રેકી કરી હતી ત્યાર બાદ આરોપીની ધરપકડ કરી હતી. આ ધરપકડ બાદ અન્ય બે ગુનાના ભેદ પણ ઉકેલવામાં આવ્યા હતા.

બિહાર સુધી પહોંચી સુરત પોલીસ

તમને જણાવી દઈએ કે, સુરતના ખટોદરા વિસ્તારમાં ઘરમાં લાખોની ચોરીનો બનાવ સામે આવ્યો હતો. આ ગુનાનો ભેદ ઉકેલવા માટે ખટોદરા પોલીસની ટીમ કામે લાગી હતી.આ દરમ્યાન ખટોદરા પોલીસને માહિતી મળી હતી કે, ચોરીના આરોપી બિહારના ભાગલપુર જિલ્લાના કહલગાવમાં રહેવા પહોંચી ગયા છે. જે બાદ પુરતી બાતમીના આધારે ખટોદરા પોલીસ મથક પીઆઈ આર.કે ધુળિયાના માર્ગદર્શન હેઠળ એક ટીમ બિહાર જવા રવાના થઇ હતી. જે બાદ ઘરમાંથી ચોરી કરનાર આરોપી દંપતીને ઝડપી પાડ્યું હતું.

Surat News: આરોપીને પકડવા બિહાર પહોંચી સુરત પોલીસ, ફેરિયાઓનો વેશ ધારણ કરી પાડ્યો ખેલ

પોલીસે વેશપલટો કરી ત્રણ દિવસ રેકી કરી 

જો કે, આરોપીઓને ઝડપવા પોલીસ માટે એટલા સહેલા નહોતા. બિહારના ભાગલપુર ખાતે પહોંચી તપાસ કરતા આરોપીઓ કહલગાવ શિવ કુમારી પહાડી ખાતે રહેતા હોવાનું જાણવા મળ્યું હતું.આ વિસ્તારની તપાસ કરતા પોલીસ ને જાણવા મળ્યું હતું કે આરોપીઓને પોલીસ વર્દીમાં અને પોલીસની ઓળખ સાથે પકડવા જવાથી તે તે પાછળથી પહાડી મારફતે જંગલમાં ભાગી જવાના શક્યતા રહેલી છે. જેથી આરોપીઓને પકડવા માટે પોલીસે ત્યાના સ્થાનિક ફેરિયાઓનો વેશ ધારણ કર્યો હતો. એટલું જ નહીં પોલીસે વેશપલટો કરી ત્રણ દિવસ રેકી કરી હતી. તે બાદ પોલીસે આરોપીઓને દબોચી લીધા હતા.

ઘરમાં ઘુસી આરોપી દંપતીને  પકડી પાડ્યા

સુરતની ખટોદરા પોલીસની ત્રણ કર્મચારી અ.હે.કો. જયરાજસિહ અંદુજી સિહ, અ.પો.કો. કવિતભાઈ મનુભાઈ તથા વું.અ.પો.કો. રિંકલબેન જયંતીભાઈભાઈની ટીમ બિહારનાં ભાગલપુર ખાતે પહોંચી વેશ પલટો કરી આરોપીને પકડવાની તપાસ કરતી હતી.પોલીસની ટીમ દ્વારા સતત ત્રણ દિવસ સુધી આરોપીના વિસ્તારની રેકી કરી હતી. પોલીસ કર્મચારીઓ માથે ગામછો બાંધીને અને લૂંગી પહેરીને ફેરિયા તરીકે ત્રણ દિવસ આ વિસ્તારમાં ફર્યા હતા. આખરે આરોપીઓનું ઘરનું લોકેશન મળતા જ ફેરિયાઓના વેશમાં જ તેમના ઘરમાં ઘુસી આરોપી દંપતીને  પકડી પાડ્યા હતા.

પોલીસે સ્થાનિક ફેરિયાઓનો વેશ ધારણ કર્યો

તો બીજી તરફ આ બનાવ અંગે એસીપી ઝેડ.આર દેસાઈએ જણાવ્યું હતું કે ખટોદરા વિસ્તારમાં ગત ફ્રેબુઆરી મહિનામાં નોકર ચોરીનો બનાવ સામે આવ્યો હતો અને આવી જ રીતે વેસુ પોલીસ મથકમાં જાન્યુઆરી મહિનામાં નોકર ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. આ ગુનાનો ભેદ ઉકેલવા માટે ખટોદરા પોલીસની ટીમ મહેનત કરી રહી હતી. આરોપીઓ બિહારના ભાગલપુર જિલ્લાના કહલગાવ ખાતે આવેલા શિવકુમારી પહાડી ખાતે રહેતા હોવાનું જાણવા મળતા જ ખટોદરા પોલીસની એક ટીમ ત્યાં ગયી હતી. અને ત્યાં સ્થાનિક ફેરિયાઓનો વેશ ધારણ કરીને ત્રણ દિવસ સુધી રેકી કરીને આરોપી દંપતીની ધરપકડ કરી છે.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ
તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Embed widget