શોધખોળ કરો

Uttarayan Festival 2023: જીવલેણ દોરીથી લોકોના જીવ બચાવવા ઓવરબ્રિજ પર તૈનાત થઈ સુરત પોલીસ, ટુ-વ્હિલરને નો-એન્ટ્રી

Uttarayan Festival 2023: ઉત્તરાયણના તહેવારને લઈને સમગ્ર ગુજરાતમાં પતંગરસીયાઓ હવામાં પતંગના દાવપેંચ લગાવી રહ્યા છે. તો બીજી તરફ ચાઈનીઝ દોરીથી લોકોના જીવ બચાવવા  સુરત પોલીસના જવાનો ઓવરબ્રિજ પર તૈનાત થઈ ગયા છે.

Uttarayan Festival 2023: ઉત્તરાયણના તહેવારને લઈને સમગ્ર ગુજરાતમાં પતંગરસીયાઓ હવામાં પતંગના દાવપેંચ લગાવી રહ્યા છે. તો બીજી તરફ ચાઈનીઝ દોરીથી લોકોના જીવ બચાવવા  સુરત પોલીસના જવાનો ઓવરબ્રિજ પર તૈનાત થઈ ગયા છે. સુરત શહેરના તમામ ઓવર બ્રિજ પર પોલીસ તહેનાત કરવામાં આવી છે. આજે ઉત્તરાયણ પર્વને લઇ લોકોના જીવ બચાવવા સુરત પોલીસ રોડ પર ગોઠવાઈ છે. કાતિલ દોરીથી લોકોના જીવ બચાવવા માટે પોલીસ લોકોની સેવામાં હાજર છે. તો બીજી તરફ સુરત શહેરના તમામ ઓવરબ્રિજ પર ટુ-વ્હિલરને નો-એન્ટ્રી કરવામાં આવી છે. બે દિવસ આજે અને આવતીકાલ માટે સુરત શહેરના તમામ ઓવરબ્રિજ પર ટુ-વ્હિલરની અવર-જવર પર પ્રતિબંધ રહેશે. ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને પરિપત્ર જાહેર કરાયો છે.

દાન પૂજા અને રંગીન પતંગો સાથે સંક્રાંતિની ઉત્સાહભેર ઉજવણી

મકરસંક્રાંતિના દિવસે, સૂર્ય ભગવાન દક્ષિણાયનથી ઉત્તરાયણ તરફ વળે છે. આ દિવસથી કમુરતા સમાપ્ત થશે અને લગ્ન, ગૃહ પ્રવેશ વગેરે જેવા શુભ કાર્યોની શરૂઆત થશે. જ્યારે સૂર્ય ઉત્તરાયણમાં હોય છે. ત્યારે દિવસનો સમયગાળો ધીમે ધીમે વધે છે. શિયાળો ઓછો થવા લાગે છે અને તાપમાન વધવા લાગે  શાસ્ત્ર અનુસાર મકર સંક્રાંતિના સમયે કરેલ પવિત્ર નદીઓમાં સ્નાનથી સૂર્ય મંત્ર કે ગાયત્રી મંત્ર જાપથી તેમજ પૂજનથી તથા દાન-પુણ્યથી અનેક પ્રકારના રોગો અને ઋણમાંથી મુક્તિ મળે છે. તેમજ ભગવાન સૂર્યનારાયણની કૃપાથી આત્મ બળની સાથે શારીરિક માનસિક તેમજ આધ્યાત્મિક બળ મળે છે. સમાજમાં યસ, પ્રતિષ્ઠા, સુખ સમૃદ્ધિ અને સંતતિની પ્રાપ્તિ થાય છે, માટે જ મકરસંક્રાંતિનો આટલો વિશેષ મહિમા છે. 

ઉત્તરાયણમાં આજે પવનની કેટલી રહેશે ગતિ

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂરી થતા રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે. 2 થી 6 ડિગ્રી તાપમાન ઘટશે. ઉત્તરાયણે સારો પવન રહેવાનું અનુમાન છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ કહ્યું, આગામી 5 દિવસ રાજ્યમાં ઠંડી રહેશે. આગામી 2 દિવસ ઠંડી વધવાની શક્યતા છે. આવતીકાલે રાજ્યમાં 2 થી 6 ડિગ્રી તાપમાન ઘટી શકે છે. ઉત્તરાયણ પર પવન સારો રહેશે. પવનની ગતિ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાક રહેશે. આવતીકાલે ઉતર પૂર્વ દિશા તરફથી પવન રહી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂરી થતાં રાજ્યમાં ઠંડી જામશે. સવારે અને સાંજે તાપમાનમાં થોડો ફેરફાર જોવા મળશે, બપોરના સમયે પવનની ગતિ થોડી ઓછી થઈ શકે છે. રાજ્યમાં આજથી ફરી ઠંડીનો વધુ એક રાઉન્ડનો પ્રારંભ શરૂ થયો છે. આગામી ત્રણ ચાર દિવસ દરમિયાન રાજ્યભરમાં તાપમાન સામાન્ય કરતા ત્રણથી છ ડિગ્રી સુધી ઘટવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ગુરૂવારે રાત્રે રાજ્યમાં ઠંડીમાં ઘટાડો નોંધાયો હતો અને મોટાભાગના શહેરોમાં લઘુતમ તાપમાન 14 ડિગ્રીથી વધારે હતુ. કચ્છમાં 14 અને 15 જાન્યુઆરીએ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.

 રાજકોટ શહેરમાં ઉંઘિયાની જમાવટ, ભાવ પહોંચ્યા આસમાને

રાજકોટમાં સ્પેશિયલી માટલા ઊંધિયું બનાવવામાં આવે છે. તેલ સહિત અલગ અલગ વસ્તુઓના ભાવ વધતા ઊંધિયાના ભાવમાં વધારો થયો છે. રાજકોટ વાસીઓ આજે કરોડો રૂપિયાનું ઊંધિયું ખાઈ જશે.ખાસ લીલા ઘઉંના પોખમાંથી બનેલું જાદરીયાની પણ મોટા પ્રમાણમાં વેચાઇ છે. આજે મકરસંક્રાંતિના પર્વમાં ખીચડો ખાવાનું પણ અનેરૂ મહત્વ છે. ઊંધિયું ના ભાવ એક કિલોના 400 રૂપિયા છે. જાદરીયા ના ભાવ 1 કિલો ના 500 રૂપિયા છે. એક કિલો ખીચડાના ભાવ ₹300 રૂપિયા છે.

ટોપ સ્ટોરી

Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
સુરતમાં ગરબા રમતા રત્નકલાકારનું મોત, છાતીમાં દુખાવો થતાં ઢળી પડ્યા
સુરતમાં ગરબા રમતા રત્નકલાકારનું મોત, છાતીમાં દુખાવો થતાં ઢળી પડ્યા
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
મનરેગામાં મોટો ફેરફાર! હવે 100 નહીં આટલા દિવસ મળશે કામ? જાણો કેન્દ્ર સરકારનો નવો નિયમ
મનરેગામાં મોટો ફેરફાર! હવે 100 નહીં આટલા દિવસ મળશે કામ? જાણો કેન્દ્ર સરકારનો નવો નિયમ
Embed widget