શોધખોળ કરો

Surat: સગીરા દુષ્કર્મ કેસના આરોપીઓને પકડવા પોલીસે કરવું પડ્યું ફાયરિંગ, બે ઝડપાયા, એક ફરાર

સુરતમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મના બે આરોપીને ઝડપવામાં પોલીસને સફળતા મળી હતી જ્યારે એક આરોપી ફરાર થઇ ગયો હતો.

સુરતમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મના બે આરોપીને ઝડપવામાં પોલીસને સફળતા મળી હતી જ્યારે એક આરોપી ફરાર થઇ ગયો હતો. આરોપીઓ પોલીસને જોઇને ભાગતા લાગ્યા હતા જેના કારણે પોલીસને ફાયરિંગ કરવું પડ્યું હતું. ઝડપાયેલા આરોપીઓને પોલીસ આજે કોર્ટમાં રજૂ કરશે. શિવશંકર અને મુન્ના પાસવાન નામના આરોપી ઝડપાયા હતા.

નોંધનીય છે કે મંગળવારે મોડી રાત્રે સુરતના મોટા બોરસરામાં એક સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટના બની હતી. સુરતના માંગરોળમાં દુષ્કર્મના ત્રણ આરોપીઓ ફરાર હતા. જેમાંથી બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે, જ્યારે એક આરોપી હજુ ફરાર છે. આ આરોપીઓને ભાગતા જોઈને પોલીસે ફાયરિંગ કર્યું હતું.

આરોપીઓને પકડવા પોલીસે ફાયરિંગ કર્યું

સુરત જિલ્લામાં સગીરા પર થયેલા સામૂહિક દુષ્કર્મમાં પોલીસે ત્રણ પૈકી બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. નરાધમો સુધી પહોંચવા માટે પોલીસે સીસીટીવી ફુટેજ સહિતની મદદથી તપાસ આગળ ધપાવી હતી અને આરોપીઓ તડકેશ્વર નજીક છૂપાયા હોવાની બાતમી મળતા પોલીસ તડકેશ્વર પહોંચી હતી. પોલીસને જોતા જ નરાધમ આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીઓને ભાગવા જતા પોલીસે ફાયરિંગ કરીને શિવશંકર ઉર્ફે દયાશંકર લક્ષ્મણ ચૌરસિયા અને મુન્ના કરબલી પાસવાનને ઝડપી પાડ્યા હતા. જ્યારે ત્રીજો આરોપી પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો હતો. કોસંબા પોલીસની હદમાં આવેલ ગામમાં 17 વર્ષીય સગીરા પોતાના મિત્ર સાથે મોટા બોરસરા ગામ નજીક અવાવરૂ જગ્યાએ હતા ત્યારે જ ત્રણેય નરાધમો ત્યાંઆવી પહોચ્યા હતા અને સગીરા પર દુષ્કર્મ આચરની પીડિતા તેમજ તેના મિત્રના મોબાઈલ ફોનની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા. પોલીસે આ જ મોબાઈલના લોકેશનના આધારે તપાસ કરતા નાની નરોલી ગામ નજીકનું લોકેશન ટ્રેસ થયુ હતુ. ઝડપાયેલા આરોપીઓમાં એક ઉત્તરપ્રદેશ અને બીજો બિહારનો રહેવાસી છે. જ્યારે અન્ય એક ફરાર આરોપી ઉત્તરપ્રદેશનો છે.

કચ્છમાં પણ યુવતી સાથે દુષ્કર્મ

કચ્છના રાપર તાલુકાના આડેસર ગામે ગરબા જોઈને ઘરે પરત ફરી રહેલી યુવતી પર પેવર બ્લોકના કારખાનેદારે દુષ્કર્મ આચરતા ચકચાર મચી ગઇ હતી. આડેસરમાં રહેતી 18 વર્ષની યુવતી સાત ઓક્ટોબરના રોજ રાત્રે ૧ વાગ્યે ગરબા જોઈને ઘરે પરત ફરતી હતી તે સમયે તેને અચાનક ચક્કર આવી ગયાં હતાં જેથી સંજય નામનો યુવક તેને નજીકમાં આવેલા પેવર બ્લોકના કારખાનામાં પાણી પીવડાવવા લઈ ગયો હતો.  યુવતીને એકલાં જોઈને કારખાનેદારે યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું.

Vadodara: ભાયલીમાં સગીરા પર વિધર્મીઓએ આચર્યુ હતુ દુષ્કર્મ, પોલીસે ત્રણની કરી ધરપકડ, પોલીસનો મોટો ખુલાસો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ratan Tata death: જ્યારે રતન ટાટાને બંગાળથી ગુજરાત શિફ્ટ કરવો પડ્યો હતો Nano પ્લાન્ટ, મુશ્કેલ સમયમાં નરેન્દ્ર મોદીએ આપ્યો હતો સાથ

Ratan Tata death LIVE updates: રતન ટાટાના અંતિમ દર્શન માટે ઉમટી ભીડ, અમિત શાહે કહ્યુ- 'તેઓ સાચા દેશભક્ત હતા'

Ratan Tata Death: 'આખી તાજ હોટેલને બોમ્બથી ઉડાવી દો, પરંતુ એક પણ આતંકવાદી બચવો ન જોઈએ', જ્યારે 26/11ના હુમલા વખતે રતન ટાટાએ કર્યો હુંકાર

Rain News: 24 કલાકમાં 54 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો, આહવામાં 4 તો ઉમરપાડામાં 3 ઇંચ વરસાદ, જુઓ આંકડા

ABP Premium

વિડિઓઝ

Ratan Naval Tata Passes Away Updates| PM મોદી સહિતના દિગ્ગજોએ પાઠવી શ્રદ્ધાંજલિAhmedabad Congo Fever |  કોંગો ફિવરથી સંક્રમિત 51 વર્ષીય મહિલાનું મોત, જુઓ અપડેટ્સGujarat Rain Forecast | આગામી ત્રણ દિવસ અલગ અલગ વિસ્તારોમાં વરસાદની આગાહી | Abp AsmitaMilton Typhoon In USA | 10 જ દિવસમાં બીજા વાવાઝોડાએ મચાવી દીધી તબાહી, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ratan Tata death: જ્યારે રતન ટાટાને બંગાળથી ગુજરાત શિફ્ટ કરવો પડ્યો હતો Nano પ્લાન્ટ, મુશ્કેલ સમયમાં નરેન્દ્ર મોદીએ આપ્યો હતો સાથ
Ratan Tata death: જ્યારે રતન ટાટાને બંગાળથી ગુજરાત શિફ્ટ કરવો પડ્યો હતો Nano પ્લાન્ટ, મુશ્કેલ સમયમાં નરેન્દ્ર મોદીએ આપ્યો હતો સાથ
Ratan Tata death LIVE updates: રતન ટાટાના અંતિમ દર્શન માટે ઉમટી ભીડ, અમિત શાહે કહ્યુ- 'તેઓ સાચા દેશભક્ત હતા'
Ratan Tata death LIVE updates: રતન ટાટાના અંતિમ દર્શન માટે ઉમટી ભીડ, અમિત શાહે કહ્યુ- 'તેઓ સાચા દેશભક્ત હતા'
Ratan Tata Death: 'આખી તાજ હોટેલને બોમ્બથી ઉડાવી દો, પરંતુ એક પણ આતંકવાદી બચવો ન જોઈએ', જ્યારે 26/11ના હુમલા વખતે રતન ટાટાએ કર્યો હુંકાર
Ratan Tata Death: 'આખી તાજ હોટેલને બોમ્બથી ઉડાવી દો, પરંતુ એક પણ આતંકવાદી બચવો ન જોઈએ', જ્યારે 26/11ના હુમલા વખતે રતન ટાટાએ કર્યો હુંકાર
Rain News: 24 કલાકમાં 54 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો, આહવામાં 4 તો ઉમરપાડામાં 3 ઇંચ વરસાદ, જુઓ આંકડા
Rain News: 24 કલાકમાં 54 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો, આહવામાં 4 તો ઉમરપાડામાં 3 ઇંચ વરસાદ, જુઓ આંકડા
Ratan Tata : રાજકીય સન્માન સાથે કરાશે રતન ટાટાના અંતિમ સંસ્કાર, મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કરી જાહેરાત
Ratan Tata : રાજકીય સન્માન સાથે કરાશે રતન ટાટાના અંતિમ સંસ્કાર, મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કરી જાહેરાત
Surat: સગીરા દુષ્કર્મ કેસના આરોપીઓને પકડવા પોલીસે કરવું પડ્યું ફાયરિંગ, બે ઝડપાયા, એક ફરાર
Surat: સગીરા દુષ્કર્મ કેસના આરોપીઓને પકડવા પોલીસે કરવું પડ્યું ફાયરિંગ, બે ઝડપાયા, એક ફરાર
Ratan Tata Death: રતન ટાટાનું 86 વર્ષની વયે નિધન, PM મોદી સહિત અનેક દિગ્ગજોએ વ્યક્ત કર્યો શોક

રતન ટાટાને પ્રિન્સ ચાર્લ્સના હાથે મળવાનો હતો એવોર્ડ, પાળતુ શ્વાન બીમાર પડતા એવોર્ડ લેવાનો કર્યો ઇનકાર

Embed widget