શોધખોળ કરો

Vadodara: ભાયલીમાં સગીરા પર વિધર્મીઓએ આચર્યુ હતુ દુષ્કર્મ, પોલીસે ત્રણની કરી ધરપકડ, પોલીસનો મોટો ખુલાસો

Vadodara: થોડાક દિવસો પહેલા વડોદરાના ભાયલીમાં થયેલા સામૂહિક દુષ્કર્મ કેસમાં પોલીસે મોટો ખુલાસો કર્યો છે. ભાયલીમાં સગીરા પર સામૂહિક ગેંગરેપના કેસમાં પોલીસને મોટી સફળતા મળી હતી

Vadodara: થોડાક દિવસો પહેલા વડોદરાના ભાયલીમાં થયેલા સામૂહિક દુષ્કર્મ કેસમાં પોલીસે મોટો ખુલાસો કર્યો છે. ભાયલીમાં સગીરા પર સામૂહિક ગેંગરેપના કેસમાં પોલીસને મોટી સફળતા મળી હતી. ઘટના સ્થળ પરથી મહત્વના પૂરાવા મળ્યા બાદ કેસમાં અનેક કડીઓ મળી હતી, આ સમગ્ર ઘટનાનો ભેદ લૂંટ ચલાવેલા મોબાઈલ પરથી ઉકેલાયો હતો. આ પછી વડોદરા શહેર અને ગ્રામ્ય પોલીસની સંયુક્ત કામગીરીમાં ઘટનાના 48 કલાકમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. 

આજે પોલીસે પ્રેસ કૉન્ફરન્સ કરી હતી, જેમાં જાણકારી આપી હતી કે, સગીરા પર સામૂહિક દુષ્કર્મ કેસમાં વડોદરા પોલીસને મોટી સફળતા મળી છે, આ સમગ્ર ઘટનાનો ભેદ લૂંટ ચલાવેલા મોબાઈલ પરથી ઉકેલાયો હતો. પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓમાં 27 વર્ષનો મુન્ના અબ્બાસ બણઝારા, 36 વર્ષનો આફ્તાબ બણઝારા, 26 વર્ષનો શાહરુખ બણઝારા દુષ્કર્મના આરોપીઓ છે. પોલીસે આ ત્રણેય પાસેથી એક બાઈક પણ જપ્ત કરી છે. ખાસ વાત છે કે, ત્રણેય આરોપીઓ મૂળ ઉત્તરપ્રદેશના છે અને 10 વર્ષ અગાઉ આરોપીઓ વડોદરામાં આવ્યા હતા અને આરોપીઓ અહીં કંસ્ટ્રક્શન સાઈટમાં કામ કરી રહ્યાં હતા.

ભાયલીમાં દુષ્કર્મ કેસમાં પોલીસે 1000 CCTV કર્યા ચેક

સૂત્રોએ જાણકારી આપી હતી કે વડોદરાના ભાયલીમાં સગીરા પર ગેંગરેપમાં સંડોવાયેલા તમામ આરોપીઓને દબોચી લેવામાં પોલીસને સફળતા મળી છે.  તમામ આરોપીઓની પોલીસે અટકાયત પણ કરી લીધી હોવાનો સૂત્રોએ દાવો કર્યો હતો. બપોર બાદ પોલીસ પ્રેસ કોન્ફરન્સ યોજી સત્તાવાર જાહેરાત કરી શકે છે. નોંધનીય છે કે ચકચારી ગેંગરેપ કેસમાં સરકારે ગંભીરતાને ધ્યાને લઈ અમદાવાદ ક્રાઈમ બ્રાંચને સમગ્ર કેસની તપાસ સોંપવામાં આવી હતી.

વડોદરાના ભાયલીમાં સામૂહિક દુષ્કર્મ કેસમાં આરોપીઓને પકડવા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને પણ જવાબદારી સોંપાઈ હતી. વડોદરા શહેર-જિલ્લા ક્રાઈમ બ્રાન્ચ સાથે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ જોડાઈ હતી. ટેક્નિકલ અને સર્વેલન્સની મદદથી તપાસ પણ શરૂ કરાઇ હતી. આરોપીઓનું પગેરૂ મેળવવામાં પોલીસને સફળતા મળી હોવાની જાણકારી મળી રહી છે. પોલીસે અત્યાર સુધીમાં અંદાજીત 1 હજાર CCTV કેમેરા ચેક કર્યા હતા. 200થી વધુ ગુનાહિત ભૂતકાળ ધરાવતા આરોપીઓની પૂછપરછ પણ કરી હતી. સગીરા અને પરિવારને આઘાતમાંથી બહાર લાવવા માટે તેમનું કાઉન્સેલિંગ કરાયું હતુ. ગૃહ રાજ્યમંત્રી સંઘવીએ કહ્યું હતું કે આરોપીઓને દુનિયાના કોઈપણ ખૂણામાંથી શોધી કાઢીશું. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કેસના તમામ પાંચ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસ બપોર બાદ સત્તાવાર જાહેરાત કરી શકે છે. ત્યારબાદ આરોપીઓનું રિ-કન્સ્ટ્રક્શન થઈ શકે છે.  

વડોદરામાં નવરાત્રિ દરમિયાન બાળપણના મિત્ર સાથે ફરવા નીકળેલી સગીરા પર ગેંગ રેપની ચોંકાવનારી ઘટના બની હતી. આ ઘટનામાં બે બાઇક પર સવાર પાંચ અજાણ્યા શખ્સોએ આવીને સગીરા અને તેના મિત્ર જોડે માથાકૂટ કરી હતી. આ ઘટના સવારે ચાર વાગ્યે પોલીસ મથક પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. વડોદરા SPના  જણાવ્યા મુજબ, સગીરા પોતાના મિત્રને 11.30 વાગ્યે મળી હતી. સ્કૂટી પર બેસીને મિત્ર સાથે ભાયલી ગઈ હતી. બાદમાં રાત્રે 12 વાગ્યે બે બાઈક પર પાંચ લોકો સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે પીડિતા સાથે અભદ્ર ભાષામાં વાત કરી હતી. જે બાદ પાંચ પૈકી ત્રણ લોકો સ્થળ પરથી જતા રહ્યા હતા. જ્યારે અન્ય બે આરોપીઓએ ગેંગરેપ કર્યો હતો. આ બનાવ બાદ પીડિતાએ પોલીસને જાણ કરતા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી.પોલીસે પુરાવા એકઠા કર્યા હતા. પોલીસના મતે પીડિતા ગરબા રમવા નહોતી જતી. તેણે ગરબાનો ટ્રેડિશનલ ડ્રેસ પણ નહોતો પહેર્યો.

વડોદરામાં સગીરા પર સામૂહિક દુષ્કર્મના મામલે એસપી રોહન આનંદે નિવેદન આપતા વધુમાં કહ્યું કે,  આ પીડિતા ગરબા રમવા નહોતી ગઈ.  મિત્ર સાથે ફરવા નીકળી ગઈ હતી. આ ઘટનામાં ગરબા સાથે કોઈ લેવાદેવા નથી. 2 બાઇક પર 5 લોકો આવ્યા હતા. 5 આરોપીઓ પૈકી બે લોકોએ દુષ્કર્મ આચર્યું હતું. પીડિતા પરપ્રાંતિય છે અને મિત્ર મૂળ વડોદરાનો છે. આરોપીઓ હિન્દી અને ગુજરાતીમાં વાતો કરતા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાની કચરાના નિકાલ મુદ્દેની કામગીરી આવી શંકાના દાયરામાંVadodara Accident News: વડોદરામાં વધુ એક બેફામ ડમ્પરે લીધો બાઈક ચાલકનો ભોગHun To Bolish : હું તો બોલીશ : નફ્ફટ યુનિવર્સિટી, ગુંડા નેતાHun To Bolish : હું તો બોલીશ : ભેળસેળના ભાગીદાર અધિકારી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
કુર્સ્કમાં માર્યા ગયા રશિયા તરફથી લડી રહેલા ઉત્તર કોરિયાના 30 સૈનિકો, યુક્રેનનો મોટો દાવો
કુર્સ્કમાં માર્યા ગયા રશિયા તરફથી લડી રહેલા ઉત્તર કોરિયાના 30 સૈનિકો, યુક્રેનનો મોટો દાવો
Germany: જર્મનીમાં પડી ગઇ શોલ્ઝ સરકાર , સંસદમાં સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ
Germany: જર્મનીમાં પડી ગઇ શોલ્ઝ સરકાર , સંસદમાં સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે ભારતીય બોલરે નિવૃત્તિ લીધી, 31 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહ્યું
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે ભારતીય બોલરે નિવૃત્તિ લીધી, 31 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહ્યું
Embed widget