શોધખોળ કરો

Surat: યુવતીને બદનામ કરવાની ધમકી આપનારા રાજસ્થાનના નેતાની પુત્રની ધરપકડ, જાણો શું છે મામલો

Latest Surat News: આરોપી તરૂણ સતિષચંદ્ર નાયક રાજસ્થાનના નેતાનો પુત્ર નીકળ્યો હતો.  ઉમરા પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે .

Surat Crime News: સુરતની યુવતીને બદનામ કરવાની ધમકી આપનાર રાજસ્થાનના નેતાના પુત્રની ધરપકડ કરવામાં આવી છે. ઇન્સ્ટાગ્રામ પર સંપર્ક તોડી નાંખતા આરોપી યુવકે સુરત આવી યુવતી સાથે અપડલા પણ કર્યા હતા. ઉપરાંત યુવતીનો ફોન અને 1500 રૂપિયા લઈને પણ ફરાર થઇ ગયો હતો. જેથી યુવતીએ તેના બહેનપણીના ફોન ઉપરથી યુવકને ફોન કર્યો હતો. યુવકે યુવતીનો ફોટો સોશિયલ મીડિયા ઉપર મૂકી દેવાની ધમકી આપી હતી. જેને લઈ યુવતીએ ઉમરા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ઉમરા પોલીસે તપાસ કરતા આરોપી તરૂણ સતિષચંદ્ર નાયક રાજસ્થાનના નેતાનો પુત્ર નીકળ્યો હતો.  ઉમરા પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે .

સરથાણામાં લગ્નના બે દિવસ પહેલા જ યુવતીનો વીડિયો વાયરલ

સુરતના સરથાણામાં યુવતીનાં લગ્નના બે દિવસ પૂર્વે તેના જ નામે ઇન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવી વીડિયો વાઈરલ કરવામાં આવ્યા હતા. મોર્ફ કરી બનાવવામાં આવેલા અશ્લીલ વીડિયોમાં યુવતીના જેની સાથે લગ્ન થવાના હતા, તે યુવકનો મોબાઇલ નંબર અને ઘરનું સરનામું પણ લખી દેવાતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. યુવતીના પૂર્વ મિત્રએ જ આ કૃત્ય કર્યાની શંકા પોલીસ સેવાઈ રહી છે.

સુરતના સિંગણપોર વિસ્તારમાં રહેતા મૂળ સૌરાષ્ટ્રના પરિવારની ધો.11 માં અભ્યાસ કરતી 15 વર્ષીય તરુણીને તેના ઈન્સ્ટાગ્રામ ફ્રેન્ડે વિડીયો કોલમાં નગ્ન થવા કહી સ્ક્રીનશોટ પાડી વાયરલ કરવાની ધમકી આપી અવારનવાર વિડીયો કોલમાં શરીરના અંગો બતાવવા દબાણ કરતા આખરે તરુણીએ માતાને જાણ કરી હતી.માતાએ અંગે પતિને જાણ કરતા તેમણે ભાવનગરના તરેડ ગામના યુવાન વિરુદ્ધ સિંગણપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ સૌરાષ્ટ્રના વતની અને સુરતના સિંગણપોર વિસ્તારમાં રહેતા જમીન વ્યવસાયીની 15 વર્ષની પુત્રીને ધો.11 માં અભ્યાસ કરે છે.ઈન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ ધરાવતી રીનાને એક મહિના અગાઉ તેમના વતન તરફના સંદીપ વરીયાએ ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલતા તેણે સ્વીકારી હતી.બાદમાં તેમની વચ્ચે વાતચીત થતી હતી.રીના સંદીપને ભાઈ સમજી વાત કરતી હતી.પણ સંદીપે બાદમાં તેને અશ્લીલ મેસેજ કરવાનું શરૂ કર્યું હતું અને પોતાના ન્યૂડ ફોટા મોકલી આપ્યા હતા.સંદીપે રીનાને વિડીયો કોલ કરી નગ્ન થઈ રીનાને નગ્ન થવા કહી વાતચીતના સ્ક્રીનશોટ પાડી દીધા હતા.બાદમાં સંદીપ સ્ક્રીનશોટ વાયરલ કરવાની ધમકી આપી રીના પાસે ન્યૂડ ફોટા માંગતો હતો.  જોકે, તે સતત ધમકી આપી શરીરના ભાગ બતાવવા દબાણ કરતો હોય રીનાએ તેનાથી પરેશાન થઈ માતાને જાણ કરતા તેમણે પતિને વાત કરી હતી.રીનાના પિતાએ આ અંગે આજરોજ સંદીપ દિલીપભાઈ વરીયા વિરુદ્ધ સિંગણપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, એશિયા કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર ખેલાડી ઘાયલ, ન્યુઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર!
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, એશિયા કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર ખેલાડી ઘાયલ, ન્યુઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર!
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
Embed widget