શોધખોળ કરો

Surat: ડિજિટલ એરેસ્ટ’ના નામે વૃદ્ધ પાસે 22 લાખ પડાવ્યા, સુરત સાયબર ક્રાઈમે વધુ એકની કરી ધરપકડ

અગાઉ આ કેસમાં અમદાવાદના કૃણાલસિંહ સિસોદિયા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી

સુરત સાયબર ક્રાઈમને મોટી સફળતા મળી હતી. ડિજિટલ એરેસ્ટ’ના નામે વૃદ્ધોને લૂંટતી ટોળકીનો વધુ એક સાગરીત ઝડપાયો હતો. આરોપી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. એપ્રિલ 2025માં સુરતના એક વયોવૃદ્ધ નાગરિક સાયબર ઠગબાજોની જાળમાં ફસાયા હતા. ઠગબાજોએ સીબીઆઈ ઓફિસર હોવાનો સ્વાંગ રચી વૃદ્ધને વીડિયો કોલ કર્યો હતો. આરોપીઓએ ડરનું વાતાવરણ ઊભું કર્યું અને  વૃદ્ધને એક અઠવાડિયા સુધી ‘ડિજિટલ એરેસ્ટ’ રાખ્યા હતા. માનસિક દબાણ હેઠળ વૃદ્ધે પોતાની મૂડીમાંથી 22 લાખ રૂપિયા આરોપીઓના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. ત્યાર બાદ વૃદ્ધને છેતરપિંડીનો અહેસાસ થતાં સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી. 

અગાઉ આ કેસમાં અમદાવાદના કૃણાલસિંહ સિસોદિયા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. કૃણાલસિંહની સઘન પૂછપરછમાં જીગ્નેશ સુનિલકુમાર શાહનું નામ સામે આવ્યું હતું. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી અમદાવાદમાં જાળ બિછાવી જીગ્નેશ શાહને ઝડપી પાડ્યો હતો. તપાસમાં બહાર આવ્યું છે કે જીગ્નેશ ગ્રેજ્યુએટ થયેલો છે અને હાલ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યો છે.

શું હતી સમગ્ર ઘટના?

આ ઘટનાની વિગત એવી છે કે, એપ્રિલ 2025માં સુરતના એક વૃદ્ધને સાયબર ઠગબાજોની જાળમાં ફસાયા હતા. ઠગબાજોએ પોતે સીબીઆઈ (CBI) ઓફિસર હોવાનું કહીને વીડિયો કોલ કર્યો હતો. આરોપીઓએ વૃદ્ધને જણાવ્યું હતું કે “નરેશ ગોયલ મની લોન્ડરિંગ કેસમાં તમારા આધાર કાર્ડનો ઉપયોગ કરીને ગેરકાયદેસર ટ્રાન્જેક્શન થયા છે. તમારી સામે ગુનો નોંધાયો છે અને તમારી ધરપકડ થઈ શકે છે.” આ સાંભળી ગભરાઈ ગયેલા વૃદ્ધને ઠગોએ એક અઠવાડિયા સુધી ‘ડિજિટલ એરેસ્ટ’ રાખ્યા હતા. આરોપીઓએ તેમની પાસેથી 22 લાખ રૂપિયાથી વધુની રકમ બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધી હતી. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે જીગ્નેશ શાહ આ ગેંગ માટે ‘બેન્ક એકાઉન્ટ પ્રોવાઈડર’ તરીકે કામ કરતો હતો. તે કમિશનના લાલચે સાયબર ફ્રોડના પૈસા મેળવવા માટે ભાડે અથવા ડમી બેંક એકાઉન્ટની વ્યવસ્થા કરી આપતો હતો. પોલીસને શંકા છે કે આ ટોળકીએ અન્ય કેટલાય લોકો સાથે પણ લાખોની છેતરપિંડી કરી હોઈ શકે છે.                                          

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા

Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત

80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ

Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો

Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી

8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા

છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન

Embed widget