Tapi River: ઉકાઇમાંથી ધડાધડ પાણી છોડાતા તાપીએ ધારણ કર્યુ રૌદ્ર સ્વરૂપ, જુઓ બે કાંઠે થયેલી નદીની તસવીરો....
આજે સવારથી જ તાપી નદીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યુ છે. હાલમાં તાપી નદી પર આવેલા કૉઝ-વેની સપાટી 9.27 મીટર સુધી પહોંચી ગઇ છે
Surat Tapi River: છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે, અને ઠેર ઠેર તબાહી મચી છે, આ બધાની વચ્ચે તાપી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ છે. સમાચાર મળી રહ્યાં છે કે, ઉકાઇ ડેમમાં પાણી ભારે આવક વચ્ચે હવે પાણી છોડતા તાપીમાં પુર આવ્યુ છે. સૂર્ય પુત્રી તાપીમાં પાણીની આવકમાં સતત વધારો થઇ રહ્યો છે, સૂર્ય પુત્રી આજે ફરી એકવાર બે કાંઠે વહેતી થઇ છે, અહીં તેની આકાશી તસવીરો કેપ્ચર કરવામાં આવી છે, જુઓ....
આજે સવારથી જ તાપી નદીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યુ છે. હાલમાં તાપી નદી પર આવેલા કૉઝ-વેની સપાટી 9.27 મીટર સુધી પહોંચી ગઇ છે. કૉઝ-વેની રૂલ લેવલ સપાટી 6 મીટર સુધીની છે. સતત બે દિવસથી પાણી આવકો વધતા કૉઝ-વે ઓવરફ્લૉ થઇ રહ્યો છે.
તાપી નદીમાં પાણીની આવકમાં સતત વધારો થઇ રહ્યો છે, નદી બે કાંઠે વહેતા તંત્ર એલર્ટ મૉડમાં છે અને સાવચેતીના પગલા રૂપે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અત્યારે ઉકાઈ ડેમની જળસપાટી પણ 342.64 મીટરે પહોંચી ચૂકી છે.
છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદી પડી રહ્યો છે, જેના કારણે ઉકાઇ ડેમમાં સતત પાણીમાં વધારો નોંધાઇ રહ્યો છે,
ઉકાઈ ડેમમાંથી 2.97 લાખ ક્યૂસેક પાણી છોડાયુ હતુ, જેના કારણે સૂર્ય પુત્રી તાપી નદીની સપાટી 10.95 મીટરે પહોંચી હતી. સુરતના નદી કાંઠાના વિસ્તારમાં પાણી ભરાવાનું શરૂ થઇ ગયુ છે. કાદરશાહની નાળ સહિતના વિસ્તારો પાણી ગરકાવ થઇ રહ્યાં છે, આ ઉપરાંત સુરત કૉઝ-વે ઉપરથી પણ પાણીનો પ્રવાહ પસાર થઇ રહ્યો છે.
હમણાં રાહત નહીં, ગુજરાતમાં હજુ પણ મેઘરાજાની તોફાની બેટિંગ ચાલુ રહેશેઃ અંબાલાલ પટેલ
ગુજરાતમાં અત્યારે મેઘરાજાની ચારેય બાજુ ધમાકેદાર બેટિંગ થઇ રહી છે, ઉત્તર ગુજરાતથી લઇને મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અત્યારે ભારે વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 150થી વધુ તાલુકાઓમાં વરસાદે કેર વર્તાવ્યો છે. ત્યારે આ બધાની વચ્ચે હવામાન વિદ અને આગાહીકાર અંબાલાલ પટેલે ફરી એકવાર ચોંકાવનારી આગાહી કરી છે. અંબાલાલ પટેલે અનુસાર, હમણાં ગુજરાતને વરસાદીથી રાહત નહીં મળે, હજુ પણ રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ ચાલુ રહેશે. જાણો અંબાલાલ પટેલે શું કહ્યું..........
ગુજરાતમાં વરસાદી આગાહીને લઇને આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, હમણાં ગુજરાતને વરસાદથી રાહત નહીં મળી શકે, ગુજરાતમાં હજુ પણ વરસાદ વરસવાનું ચાલુ રહેશે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ઓકટોબરમાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાત ઉભા થઇ રહ્યા છે, આ ચક્રવાતના કારણે ગુજરાતનું વાતાવરણ તોફાની બની રહેશે. આગામી 19 અને 20 તારીખે ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની પડવાની શક્યતા છે.
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, રાજ્યમાં બનાસકાંઠા, દક્ષિણ રાજસ્થાનના સંલગ્ન ભાગોમાં ભારે વરસાદ પડશે. થરાદ, વવા, કાંકરેજ, અમીરગઢ, તખતગઢ, ડીસા, દાંતીવાડા અને પાલનપુરમાં પણ ભારે વરસાદની શક્યતા છે. રાધનપુર, સાંતલપુર અને ધાનેરામાં અતિભારે વરસાદની શક્યતા રહેલી છે. આની સાથે સાથે બનાસ નદીમાં પુર આવવાની પુરી શક્યતા છે. સાબરમતી નદીમાં પાણીનો આવરો વધવાની શક્યતા પણ દર્શાવવામાં આવી છે. ધરોઈ ડેમમાં પાણીની સપાટીમાં વધારો થવાની શક્યતા છે. એટલુ જ નહીં જામનગરમાં 18, 19 અને 20માં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. રાજકોટ, સુરેન્દ્રનગર, હળવદ, ધ્રાંગધ્રામાં પણ ભારે વરસાદની શક્યતા છે. કચ્છમાં પણ 18, 19 અને 20 તારીખે ભારેથી અતિભારે વરસાદ થશે. રાપર, ભચાઉ, ગાંધીધામ, અંજાર, મુન્દ્રા અને જખૌમાં ભારે વરસાદની પડવાની શક્યતા છે. ભુજ, નખત્રાણા અને માંડવીમાં ભારે વરસાદની શક્યતા છે.
મહત્વનું છે કે, આગામી 21મી તારીખથી વરસાદી સિસ્ટમ નબળી પડશે, 18 અને 19મી તારીખે બીજી સિસ્ટમ બંગાળની ખાડીમાં બનશે. અરબસાગરમાં 19મી તારીખે હલચલ થવાની શક્યતા છે. 10 ઓકટોબર સુધી ચક્રવાત સર્જાવાની શક્યતા છે. ઓકટોબરમાં પહેલા અને બીજા સપ્તાહમાં ચક્રવાત સર્જાશે. બંગાળના ઉપસાગરમાં બેથી ત્રણ ચક્રવાત સર્જાશે. ડિસેમ્બર સુધી આ ચક્રવાતમાં ભારે અસર જોવા મળશે.