Surat: મોદી સરકારના ક્યા નિર્ણય સામે વેપારીઓમાં આક્રોશ ? 30 ડીસેમ્બરે ટેક્સટાઈલ માર્કેટ બંધ, ઉગ્ર આંદોલનની ચીમકી
કેન્દ્ર સરકાર દ્વારા ટેકસટાઇલ ક્ષેત્રમાં ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (GST)વધારવામાં આવતાં સુરતના કાપડના વેપારીઓમાં રોષ છે. આ જાહેરાતનો વિરોધ કરવા સુરત ટેકસટાઇલ માર્કેટ 30 ડીસેમ્બરે બંધ રાખવાની જાહેરાત કરાઈ છે.
સુરતઃ કેન્દ્ર સરકાર દ્વારા ટેકસટાઇલ ક્ષેત્રમાં ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (GST)વધારવામાં આવતાં સુરતના કાપડના વેપારીઓમાં રોષ છે. આ જાહેરાતનો વિરોધ કરવા સુરત ટેકસટાઇલ માર્કેટ 30 ડીસેમ્બરે બંધ રાખવાની જાહેરાત કરાઈ છે.
કેન્દ્ર સરકાર દ્વારા 1 જાન્યુઆરી, 2022થી કાપડનાં ઉત્પાદનો પર ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (GST) 5 ટકાથી વધી ને 12 ટકા GST થઈ રહ્યો છે. તેના વિરોધમાં વેપારીએના સંગઠન સુરત ફોસ્ટા દ્વારા સુરત ટેકસટાઇલ માર્કેટ 30 ડીસેમ્બરે બંધ રાખવાની જાહેરાત કરાઈ છે.
વેપારીઓ સતત કાપડનાં ઉત્પાદનો પર ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ન વધે તે માટે માંગ કરી રહ્યા હતા પણ સસરકારે તેમની વાત સાંભળી નથી. આ કરાણે વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો હતો. હવે માર્કેટ બંધ રાખીને વિરોધ વ્યક્ત કરાશે. આ અંગે ફોસ્ટાના પ્રવક્તા રંગનાથ શાઢાએ કહ્યું કે, કાપડ વેપારીઓ એક દિવસ બંધ માર્કેટ રાખશે તો કરોડો નું નુકશાન થશે પણ સરકારના વલણને કારણે બીજો વિકલ્પ નથી. આ મુદ્દે આવનારા દિવસોમાં આંદોલન ઉગ્ર બની શકે છે.
સુરતઃ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે અગાઉની સરકારોએ સુરત સાથે અન્યાય કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે. સુરતને અગાઉની સરકારોમાં અન્યાય થતો હોવાનો ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સાર્વજનિક મંચ પરથી પરોક્ષ રીતે સ્વીકાર કર્યો છે. પાટીલે કહ્યું કે વારંવારની રજૂઆતો છતા પણ વિકાસલક્ષી પ્રોજેક્ટો માટે સુરતને ગ્રાંટ પૂરતી ફાળવવામાં આવતી નહોતી.
પાટીલે નાણામંત્રી કનુભાઈ દેસાઈને સુરત માટે જરૂરી ગ્રાંટ ફાળવવાની હાકલ પણ કરી છે. સી.આર.પાટીલે મુખ્યમંત્રી ભુપેંદ્ર પટેલની હાજરીમાં નાણા મંત્રી કનુભાઈ દેસાઈને સુરત માટે ગ્રાંટ ફાળવવાની જરૂરીયાત જણાવી દીધી હતી. સ્વાભાવિક રીતે જ પાટીલના અંદાજથી હળવુ હાસ્ય પણ ફેલાયુ છે. પાટીલના ભાષણ અગાઉ દર્શનાબેન જરદોશે હવે સુરતનો સુવર્ણકાળ શરૂ થયો હોવાનુ નિવેદન પણ આપ્યુ હતુ કેમ કે સુરતમાં મહાનગર પાલિકા અઢી દશક કરતા પણ વધુ સમયથી ભાજપની છે અને રાજ્યમાં સરકાર પણ અઢી દશકથી ભાજપની છે ત્યારે સુરતને ગ્રાંટ પૂરતી ન મળતી હોવાનું કહીને સી.આર.પાટીલ કઈ સરકાર તરફ ઈશારો કરી રહ્યા હતા તે તમામ લોકો શાનમાં સમજી ગયા હતા. પાટીલનું આ નિવેદન મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કોર્પોરેશનના કાર્યક્રમમાં આવ્યું છે.. જો કે આ અગાઉ પણ એઈમ્સ હોય કે અન્ય વાત સી.આર. પાટીલ આ જ પ્રકારે ઈશારા ઈશારામાં ઘણુ બધુ કહી ગયા છે.