શોધખોળ કરો

Surat: સાત શ્રમિકોના મોત બાદ એથર કંપની સામે કાર્યવાહી, GPCBએ ફટકારી ક્લોઝર નોટિસ

Surat: સુરતમાં એથર કંપનીમાં લાગેલી આગમાં સાત શ્રમિકોના મોત થયા હતા. આ ઘટના બાદ GPCBએ એથર ઈન્ડસ્ટ્રીઝને ક્લોઝર નોટિસ ફટકારી હતી

Surat: સુરતમાં એથર કંપનીમાં લાગેલી આગમાં સાત શ્રમિકોના મોત થયા હતા. આ ઘટના બાદ GPCBએ એથર ઈન્ડસ્ટ્રીઝને ક્લોઝર નોટિસ ફટકારી હતી. સાથે કંપનીને 50 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આગની દુર્ઘટનામાં નબળી કામગીરી બદલ ઉધના મામલતદાર પાસેથી ચાર્જ છીનવાયો હતો.            

એથર કંપનીમાં આગની દુર્ઘટનાની તપાસ માટે કલેક્ટરે કમિટીની રચના કરી હતી. GPCB, ફાયર વિભાગ, ફેક્ટરી ઈન્સ્પેક્ટર, સચિન PI દુર્ઘટનાની તપાસ કરશે. કલેક્ટરે આગની ઘટનાનો તપાસ રિપોર્ટ સાત દિવસમાં સોંપવાના આદેશ આપ્યા હતા. ઉધના મામલતદાર આશિષ નાયક પાસેથી ઈન્ચાર્જ ડિઝાસ્ટરનો ચાર્જ છિનવાયો હતો. નબળી કામગીરી બદલ મામલતદાર પાસેથી ચાર્જ છીનવવામાં આવ્યો છે. આગની ઘટનાની જાણ કલેક્ટરને કરવામાં આવી નહોતી. ઈલેક્શન શાખાના મામલતદાર પ્રતિક જાખડને હવે આ જવાબદારી સોંપાઇ હતી.            

સાથે કંપનીને GPCBની મંજૂરી વગર ઉત્પાદન શરૂ નહી કરવાના પણ આદેશ આપવામાં આવ્યા છે. એથર ઈન્ડસ્ટ્રીઝને પાંચ જેટલા રિપોર્ટ સબમિટ કરવાનો પણ આદેશ અપાયો હતો.

કંપનીએ મૃતકોના પરિવારજનોને વળતરની જાહેરાત કરી

એથર ઈન્ડસ્ટ્રીઝે પત્રકાર પરિષદ કરીને આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું. કંપનીના અધિકારીઓ કહ્યું હતું કે, અમારા સાત મૃત શ્રમિકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. મૃતકના પરિવારજનોને વ્યક્તિ દીઠ 50 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. સાથે જ પરિવારના સભ્યોને ઈચ્છા હશે તો નોકરી પણ આપવામાં આવશે. મૃતકોના બાળકો માટે અભ્યાસની વ્યવસ્થા પણ કરવામાં આવશે. ઈજા થવાથી કાયમી દિવ્યાંગ થયેલા અને કામ કરવામાં સક્ષમ ન રહેલા શ્રમિકોને 25 લાખ રૂપિયા તેમજ સારવારનો તમામ ખર્ચ કંપની તરફથી આપવામાં આવશે.       

નોંધનીય છે કે સુરત સચિન જીઆઈડીસીમાં રોડ નંબર 8 પર આવેલી એથર કેમિકલ કંપનીમાં મંગળવારે રાત્રે 2 વાગ્યે સ્ટોરેજ ટેન્કમાં રાખેલા કેમિકલમાં બ્લાસ્ટ થયા બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. જેમાં સાત શ્રમિકોના મોત થયા હતા.                                                                                      

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget