શોધખોળ કરો
Advertisement
સુરતઃ પતિ સાથે ઝગડો થતાં યુવતીએ અમદાવાદથી પ્રેમીને બોલાવી હોટલમાં બાંધ્યા શારીરિક સંબંધ, પ્રેમીની પત્નિએ જોયા અંગત પળોના ફોટા.....
યુવકે અલથાણ વિસ્તારની હોટલમાં અંગત પળો માણતી વખતે મોબાઇલમાં ફોટા ક્લીક કર્યા હતા.
સુરતઃ સુરતની એક પરીણિત યુવતીને લોકડાઉન દરમિયાન પતિ સાથે ઝગડા થતાં તેણે અમદાવાદ રહેતા પોતાના ફેસબુક ફ્રેન્ડને સુરત બોલાવીને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. યુવકે અલથાણ વિસ્તારની હોટલમાં અંગત પળો માણતી વખતે મોબાઇલમાં ફોટા ક્લીક કર્યા હતા. પ્રેમીએ પોતે પરિણીત હોવાનું છુપાવીને યુવતીને લગ્નની લાચ પણ આપી હતી.
દરમિયાનમાં અમદાવાદના પ્રેમી યુવકની પત્નિને પતિના શારીરિક સંબધોની જાણ થઈ ગઈ હતી. તેણે પોતાના પતિના સુરતની યુવતી સાથેની અંગત પળોના ફોટા પણ જોયા હતા. આ ફોટા તેણે યુરતની યુવતીના પતિને મોકલી આપતાં તેણે પત્નિને ઘરમાંથી કાઢી મૂકી હતી. યુવતીએ પોતાના પ્રેમી સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. ખટોદરા પોલીસ સ્ટેશનમાં આ કેસ નોંધાયો છે.
આ ઘટનાની વિગત એવી છે કે, શહેરના અડાજણ વિસ્તારમાં રહેતી બે સંતાનની 34 વર્ષીય યુવતીને બે વર્ષ અગાઉ અધ્યાય પ્રવિણ સોની (ઉ.વ. 36 રહે. 23, જવાહર નગર, સુષ્મીતા એપાર્ટમેન્ટ, મહેતા રેસ્ટોરન્ટ નજીક, પાલડી-વાસણા, અમદાવાદ) એ ફેસબુક પર ફ્રેન્ડશીપ રીકવેસ્ટ મોકલાવી હતી. યુવતીએ રિપ્લાય આપ્યો ન હતો છતાં અધ્યાય વારંવાર મેસેજ કરતો હતો.
લોકડાઉન દરમિયાન પતિ ઘરે રહેતો હતો ત્યારે યુવતી અને તેના પતિ વચ્ચે વારંવાર ઝઘડા થતાં યુવતીએ અધ્યાય સાથે મેસેન્જર પર વાતચીત કરવાનું શરૂ કર્યુ હતું. બંનેએ એકબીજાના મોબાઇલ નંબરની આપ-લે કરી હતી. વાતચીત દરમ્યાન અધ્યાયે પોતે કુંવારો છે એવું કહી લગ્ન કરવાની લાલચ આપી હતી.
યુવતીન કહેવાથી તે સુરત મળવા આવ્યો હતો અને અલથાણની હોટલમાં હોટલમાં રોકાયા હતા. બંનેએ શારીરિક સંબંધ બાંધ્યા હતા. અધ્યાયે બંનેની અંગત પળોના ફોટા મોબાઇલમાં ક્લીક કરી લીધા હતા. આ ફોટા તેની પત્નિ જોઈ જતાં તેણે મોબાઇલમાં ક્લીક કરેલા ફોટા રીટાના પતિને મોકલી આપ્યા હતા. પત્નિના પરપુરૂષ સાથેના અંગત પળોના ફોટા જોઇ પતિ ચોંકી ગયો હતો અને યુવતીને ઘરમાંથી કાઢી મુકી હતી. યુવતીએ અધ્યાય વિરૂધ્ધ ખટોદરા પોલીસ મથકમાં પોતે પરિણીત હોવા છતા કુંવારો હોવાનું અને લગ્ન કરવાની લાલચ આપી બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
ક્રિકેટ
Advertisement