શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Surat : મોડી રાત્રે વાહન ચેકિંગ કરી રહેલા મહિલા પોલીસને ડમ્પરે ટક્કર મારતાં મોત, ડ્રાઇવર ફરાર

મહિલા કોન્સ્ટેબલ રીક્ષા ચાલકના પેપર ચેક કરી રહી હતી, ત્યારે જ ડમ્પરના ચાલક રિક્ષાને અડફેટે લઈ નાસી ગયો હતો. અકસ્માતમાં મોતને ભેટેલા 37 વર્ષીય હીનાબેન5 વર્ષથી પોલીસ વિભાગમાં WPC તરીકે ફરજ બજાવતા હતાં.

સુરતઃ ભેસ્તાન ત્રણ રસ્તા નજીક વાહન ચેકિંગની ફરજ બજાવતી મહિલા પોલીસનું ડમ્પરે ટક્કર મારતાં મોત થયું છે. બે મહિલા કોન્સ્ટેબલ સહિત 3 લોકોને ડમ્પરે ટક્કર મારતી હતી. મોડી રાત્રે બનેલી ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. મૃત્યુ પામનાર મહિલા પોલીસ કોન્સ્ટેબલનું નામ હિનાબેન છે. પાંડેસરા પોલીસે ટ્રક ચાલકને પકડવા તપાસ શરૂ કરી છે. 

મહિલા કોન્સ્ટેબલ રીક્ષા ચાલકના પેપર ચેક કરી રહી હતી, ત્યારે જ ડમ્પરના ચાલક રિક્ષાને અડફેટે લઈ નાસી ગયો હતો. અકસ્માતમાં મોતને ભેટેલા 37 વર્ષીય હીનાબેન5 વર્ષથી પોલીસ વિભાગમાં WPC તરીકે ફરજ બજાવતા હતાં. બુધવારે રાત્રે નાઈટ ડ્યુટીમાં તેઓ જયશ્રી ભોયા અને પોલીસ કોન્સ્ટેબલ ગોવિંદ ભવાન વકાતર સાથે ભેસ્તાન ત્રણ રસ્તા ઉપર વાહન ચેકિંગની કામગીરીમાં હતા. 

રાત્રે એક રીક્ષા ચાલકને ઉભો રાખી પેપર ચેક કરતી વખતે પાછળથી આવતા ડમ્પરના ચાલકે રીક્ષા સાથે ત્રણેય પોલીસ કર્મચારીઓને અડફેટે લીધા હતા અને પછી ડમ્પર લઈને ચાલક નાસી ગયો હતો. આ દુર્ઘટનામાં હીનાબેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બન્ને પોલીસ કર્મીઓને ઇજા થઇ હતી.

Surat : બિલ્ડરે યુવતીને અલગ અલગ હોટલમાં લઈ જઈને વારંવાર માણ્યું શરીરસુખ, ને પછી તો...

સુરતઃ વેસૂના 37 વર્ષીય બિલ્ડરે 31 વર્ષીય યુવતીને  ઘેનયુક્ત કોલ્ડ્રિંક્સ પીવડાવી અશ્લીલ ફોટા પાડી લીધા હતા અને પછી આ ફોટા બતાવી તેની સાથે વારંવાર પરાણે શારીરિક સંબંધો બાંધ્યા હતા. જોકે, હવે પરણીત યુવતીએ બિલ્ડર સામે પોલીસ ફરિયાદ કરતાં બિલ્ડર ભાગી ગયો છે. 

આ અંગેની વિગતો એવી છે કે, 37 વર્ષીય બિલ્ડર જીગર મહેતા પુણામાં રહે છે. બિલ્ડરની શહેરમાં અલગ અલગ સાઇટ ચાલે છે. જીગરે સરથાણાની સાઇટનું કામ ભોગ બનનાર યુવતીના પતિને આપ્યું હતું. જેને કારણે તેને આ યુવતીના ઘરે કામથી જવાનું થતું હતું. આ સમયે તેણે કોન્ટ્રાક્ટરની પત્ની સાથે પરિચય કેળવ્યો હતો અને તેનો મોબાઇલ નંબર મેળવી લીધો હતો. જેના પર તે અવાર-નવાર ગુડ મોર્નિંગ અને ગુડ નાઇટના મેસેજ મોકલતો હતો. 

દરમિયાન વર્ષ 2019માં પરિણીતા ઘરે એકલી હતી એ સમયે બિલ્ડર તેના ઘરે આવ્યો હતો. આ સમયે બિલ્ડરે સગીરાને ઘેનયુક્ત કોલ્ડ્રિંક્સ પીવડાવીને યુવતીની અશ્લીલ  તસવીરો લઈ લીધી હતી. તેમજ આ તસવીરો વાયરલ કરી દેવાની તેમજ તેના પતિ અને સંતાનોને મારી નાંખવાની ધમકી આપી યુવતીને શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરી હતી. 

આ પછી તો આ નિયમિત થઈ ગયું હતું અને બિલ્ડરને જ્યારે પણ ઇચ્છા થાય ત્યારે તે યુવતી સાથે શરીરસુખ માણતો હતો. યુવતીને બ્લેકમેલ કરીને સુરતને અલગ અલગ હોટલમાં લઈ જઈને તેની સાથે પરાણે શારીરિક સંબંધો બાંધ્યા હતા. એટલું જ નહીં, તે યુવતી સાથે વીડિયો કોલ પર લાંબી લાંબી વાતો કરતો હતો. તેમજ યુવતીને તેના પતિ વિરુદ્ધ ચડાવતો હતો. જેને કારણે પતિ-પત્ની વચ્ચે ઝઘડા પણ થતાં હતા. 

બીજી તરફ બિલ્ડરથી કંટાળી પુણા પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ કરતાં પોલીસ મંગળવારે રાતે બિલ્ડર જીગર મહેતાને પકડવા તેના ઘરે પહોંચી હતી. જોકે, બિલ્ડર ત્યાંથી ફરાર થઈ ગયો હતો. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈને સૌથી મોટા અપડેટ્સ,   આણંદ પાસેના એક ફાર્મમાંથી ઝડપાયા પાંચ આરોપી
ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈને સૌથી મોટા અપડેટ્સ, આણંદ પાસેના એક ફાર્મમાંથી ઝડપાયા પાંચ આરોપી
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા,  હાર્ટ અટેકથી મૃત્યુ
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા, હાર્ટ અટેકથી મૃત્યુ
શું શિયાળામાં વધુ આવે છે હાર્ટ અટેક, જાણો આ વાતમાં કેટલું છે સત્ય?
શું શિયાળામાં વધુ આવે છે હાર્ટ અટેક, જાણો આ વાતમાં કેટલું છે સત્ય?
Gautam Gambhir: પર્થ ટેસ્ટમાં જીત બાદ આવ્યા મોટા સમાચાર, ગૌતમ ગંભીર કેમ પરત ફરી રહ્યો છે ભારત
Gautam Gambhir: પર્થ ટેસ્ટમાં જીત બાદ આવ્યા મોટા સમાચાર, ગૌતમ ગંભીર કેમ પરત ફરી રહ્યો છે ભારત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rape With Murder Case : વલસાડમાં યુવતીની બળાત્કાર બાદ હત્યા કરનાર નીકળ્યો સિરિયલ કિલરClashes At Udaipur Palace Gates : રાજસ્થાનના ઉદયપુરમાં રાજવી પરિવાર વિવાદ, થયો પથ્થરમારોAhmedabad Custodial Death : ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં આરોપી દર્શન ચૌહાણનું મોત, પોલીસે હાથ ધરી તપાસDakor Rape Case : ડાકોરની પરણીતાને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ જલાલુદ્દીને ગુજાર્યું દુષ્કર્મ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈને સૌથી મોટા અપડેટ્સ,   આણંદ પાસેના એક ફાર્મમાંથી ઝડપાયા પાંચ આરોપી
ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈને સૌથી મોટા અપડેટ્સ, આણંદ પાસેના એક ફાર્મમાંથી ઝડપાયા પાંચ આરોપી
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા,  હાર્ટ અટેકથી મૃત્યુ
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા, હાર્ટ અટેકથી મૃત્યુ
શું શિયાળામાં વધુ આવે છે હાર્ટ અટેક, જાણો આ વાતમાં કેટલું છે સત્ય?
શું શિયાળામાં વધુ આવે છે હાર્ટ અટેક, જાણો આ વાતમાં કેટલું છે સત્ય?
Gautam Gambhir: પર્થ ટેસ્ટમાં જીત બાદ આવ્યા મોટા સમાચાર, ગૌતમ ગંભીર કેમ પરત ફરી રહ્યો છે ભારત
Gautam Gambhir: પર્થ ટેસ્ટમાં જીત બાદ આવ્યા મોટા સમાચાર, ગૌતમ ગંભીર કેમ પરત ફરી રહ્યો છે ભારત
International Emmy Awards: બેસ્ટ ડ્રામા એવોર્ડ જીતવાથી ચૂકી 'ધ નાઇટ મેનેજર', વીર દાસે સેરેમની કરી હોસ્ટ
International Emmy Awards: બેસ્ટ ડ્રામા એવોર્ડ જીતવાથી ચૂકી 'ધ નાઇટ મેનેજર', વીર દાસે સેરેમની કરી હોસ્ટ
RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત
સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત
Embed widget