Surat : વેપારીના ઘરમાં ઘૂસી તોડ કરનાર મહિલા PSI અને બે કોન્સ્ટેબલને કરાયા સસ્પેન્ડ
રાજકોટ પોલીસની જેમ સુરત પોલીસ પણ તોડ કરી રહી છે. ઉમરા પોલીસના બે કોન્સ્ટેબલ અને એક PSIએ વેપારીના ઘરમાં ઘુસી લાખો રૂપિયાનો તોડ કર્યો હતો.
સુરતઃ રાજકોટ પોલીસની જેમ સુરત પોલીસ પણ તોડ કરી રહી છે. ઉમરા પોલીસના બે કોન્સ્ટેબલ અને એક PSIએ વેપારીના ઘરમાં ઘુસી લાખો રૂપિયાનો તોડ કર્યો હતો. ઉચ્ચ અધિકારીની જાણ વગર દારૂના નામે રેડ કરવામા આવી હતી. વેપારીએ ફરિયાદ કરતા પોલીસ કમિશનરે ઈન્કવાયરી આપી હતી. તપાસમાં પોલીસે તોડ કર્યાનું બહાર આવતા બે કોન્સ્ટેબલ અને એક PSIને સસ્પેંડ કરાયા છે.
સુરત પોલીસ કમિશ્નર અજય તોમરે 1 PSI અને 2 કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા છે. ઉમરા પોલીસ મથકના PSI અને કોન્સ્ટેબલ સસ્પેન્ડ કર્યા છે. PSI કે. એન.ચોપડા, કોન્સ્ટેબલ હરેશ બુસડીયા અને સત્યપાલસિંહ દિગ્વિજયસિંહ સસ્પેન્ડ કરાયા છે. દારૂના ચેકીંગના બહાને વેપારીના ઘરમાં ઘુસી ખોટો કેસ કરી 4 લાખની લાંચ માંગી હતી.
કયા કોળી નેતાએ કહ્યું, 'કોળી સમાજ જીતાડી શકે અને હરાવી પણ શકે, જેમ મુસ્લિમ સમાજ મતદાન કરે એવી રીતે 80 ટકા મતદાન કરે'
રાજકોટઃ વિધાનસભા ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયુ છે. આગામી દિવસોમાં પૂર્વ સાંસદ દેવજી ફતેપરા કોળી સંમેલન બોલાવશે. સૌરાષ્ટ્રભરના કોળી સમાજના લોકોને એકત્ર કરી રાજકોટમાં સંમેલન બોલાવશે. સુરેન્દ્રનગર સહિતના કોળી મતદારો વિસ્તારમાં બે દિવસ આગેવાનો સાથે કરશે બેઠક. પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને પૂર્વ સાંસદ દેવજી ફતેપરા વચ્ચે ફાંટા પડ્યા બાદ કોળી સંમેલન બોલાવવાની તૈયારી. આગામી ચૂંટણીમાં કોળી સમાજને પ્રભુત્વ મળે અને વધુમાં વધુ ટિકિટો રાજકીય પક્ષો કોળી સમાજને આપે તેવી માંગ કરવામાં આવશે.
દેવજી ફતેપરાએ આ મુદ્દે કહ્યું કે, 30 થી 32 સીટ એવી કે જેમાં અમાર મતદાન મહત્વનું. આવનારા દિવસોમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે.રાજ્યમાં અમારા સમાજનું મોટું મતદાન. કોળી સમાજ જીતાડી શકે અને હરાવી પણ શકે. 54 સીટો પર અમારું પર પ્રભુત્વ. જેમ મુસ્લિમ સમાજ મતદાન કરે એવી રીતે 80 ટકા મતદાન કરે. રજા રાખીને પણ મતદાન કરી શકે. હજી કોઈ સમાધાન કુંવરજીભાઇ સાથે મારે નથી થયું. મારા સંમેલનમાં કુવરજીભાઈ બાવળિયા નહીં હોય. કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરા પણ અમારા સંમેલનમાં નહીં હોય.