શોધખોળ કરો
Advertisement
રૂપિયાની લેતી-દેતી બાબતે યુવાન વેપારીની હત્યા, કોથળામાંથી મળી લાશ
સુરતઃ સ્માર્ટ સીટી સુરત ધીરે ધીરે ગુનેગારોનું હદ બનતુ હોય તેમ લાગી રહ્યુ છે. કેમ કે રૂપિયાની લેતી દેતી બાબતે એક બાદ એક ગુનાહીત ઘટના સામે રહી છે. ત્યાં વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા અને કેમિકલ અને જમીન વ્યવસાય સાથે સંકળાયેલા નીરજ રાય નામના વેપારીની કરપીણ હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો છે.
વેપારીને મુંબઇથી લેતી દેતી બાબતે બોલાવવામાં આવ્યા હતા. જ્યાં કોઇ કારણોસર હત્યારાઓએ વેપારીની કરપીણ હત્યા કરી નાખી છે. આ બાબતે પોલીસને જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ આરંભી છે. નીરજ રાય નામના વેપારીનો મૃતદેહ કોથળામાં પેક કરેલી હોવાથી FLSની મદદ લેવામાં આવી રહી છે. જો કે પરિજનોએ બબલુ અને મહોમ્મદ બોરા નામના વ્યક્તિ પર શંકા ઉપજાવી છે. હાલ પોલીસે શંકાના આધારે આ બન્ને શખ્સો વિરૂદ્ધ તપાસ આરંભી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement