શોધખોળ કરો

વલસાડના વાપીમાં ભાજપ નેતાની ગોળી મારી હત્યા, બાઇક પર આવેલ બે અજાણ્યા શખ્સો ફાયરિંગ કરી ફરાર

ફાયરિંગ કરી હત્યારાઓ ફરાર થયા છે. તો જૂની અદાવતમાં હત્યા થઈ હોવાની આશંકા છે.

Vapi News: વલસાડના વાપીમાં ભાજપ નેતાની ફાયરિંગ કરી હત્યા. રાતા ગામમાં વાપી તાલુકા ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલની હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી છે. શૈલેષ પટેલ પરિવારજનો સાથે મંદિરે દર્શન કરવા ગયા હતા. આ સમયે બાઈક પર આવેલા બે શખ્સોએ શૈલેષ પટેલ પર ફાયરિંગ કર્યું હતું. જેમાં તેમનું મોત નિપજ્યું હતું. ફાયરિંગ કરી હત્યારાઓ ફરાર થયા છે. તો જૂની અદાવતમાં હત્યા થઈ હોવાની આશંકા છે. સાથે જ પોલીસે CCTVના આધારે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.

રાતા ગામ ખાતે ગોળી મારી તેઓની હત્યા કરવામાં આવી છે ત્યાર બાદ પરિવારજનો અને સમર્થકો માં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હરિયા હોસ્પિટલ ખાતે ભારે ઉકળાટભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. 

SURAT: સુરતમાં હિરાના વેપારીઓ સાથે 120 કરોડની છેતરપિંડી, હીરાના પાર્સલમાં નિકળ્યા ગુટકાના ટુકડા

SURAT: શહેરના મહિધરપુરાના હીરા વેપારીને ઝાંસો આપી હીરાદલાલે હીરાના પાર્સલમાં હીરાની જગ્યાએ ગુટકાના ટુકડા મૂકી રૂ. ૧.૨૦ કરોડની ઠગાઇ કરતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો જ્યાં વેપારીની ફરિયાદના આધારે ઠગબાજ દલાલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ટોકન પેટે ૨ લાખ ચૂકવ્યા હતા

અડાજણમાં દીપા કોમ્પ્લેક્સ સોસાયટીમાં અરિહંત વિલા બિલ્ડિંગમાં રહેતા રૂષભભાઇ ચંપકભાઇ વોરા હીરાના વેપારી છે. મહિધરપુરા- જદાખાડી ખાતે કનકશાંતિ બિલ્ડિંગમાં યુગ મહેતા સાથે તેઓ ભાગીદારીમાં ઓફિસ ચલાવે છે. છેલ્લા ચારેક માસથી દૂરના સંબંધી રાહિલ માંજની હીરાદલાલ તરીકે કામ કરતા હોય તેમણે રૂષભ વોરાની ઓફિસે આવી ધંધાકીય સંબંધો સ્થાપ્યા હતા. શરૂ-શરૂમાં તેઓ વચ્ચે બિઝનેસ બરાબર ચાલ્યો હતો. ત્યારબાદ ગત તા. ૧૩-૨-૨૩ના રોજ રાહિલે તેઓની ઓફિસે જઇ એક જ્વલેરી વેપારીને વધુ પ્રમાણમાં હીરાની જરૂરિયાત છે એમ કહી ૪૫.૯૧ કેરેટ વજનના હીરા લઇ ગયા હતા. ત્યારબાદ માર્કેટના નિયમ પ્રમાણે ૧૨.૦૮ લાખ વજનના હીરાનું પાર્સલ રાહિલને પરત પાર્સલ સીલબંધ હાલતમાં રૂપભ વોરાને આપી ગયો હતો અને ટોકન પેટે ૨ લાખ ચૂકવ્યા હતા અને બાકીનું ૧૦.૦૮ લાખનું પેમેન્ટ એક-બે દિવસમાં ચૂકવવાની ખાત્રી આપી હતી. 

ત્યારબાદ વધુ હીરાની માંગ કરી એક સાથે પેમેન્ટ ચૂકવવાનો વાયદો આપ્યો હતો. જેથી વોરાએ રાહિલને હીરાના છ પેકેટ આપ્યા હતા. ૩. ૧૯.૯૬ લાખના આ હીરાના પેકેટ ચેક કર્યા બાદ બે પાર્સલમાં મૂક્યા હતા અને બંને પાર્સલ પર સહી કરી સીલબંધ કરી દીધા હતા. જોકે, દિવસો વીતવા છતાં રાહિલ હીરા લેવા આવ્યો ન હતો. અને ત્યારબાદ તપાસ કરતા રાહિલે અન્ય વેપારીઓને પણ ચૂનો ચોપડ્યો હોવાનું બહાર આવ્યું હતું. જેથી શંકા ઉપજતા ઋષભ વોરા અને તેમનો પાર્ટનર હીરાના સીલબંધ પાર્સલ લઇ અડાજણ પાટિયા ખાતે રાહિલના ઘરે ગયા હતા અને રાહિલ તથા તેના પરિવારજનોની હાજરીમાં પાર્સલ ખોલતા તેમાંથી ગુટકાના ટુકડા નીકળ્યા હતા. 

આ મોડસ ઓપરેન્ડીથી રાહિલે અન્ય વેપારીઓ સાથે પણ ઠગાઇ કરી હતી. રૂષભ વોરા સાથે ૩૦ લાખ તથા અન્ય ૫ વેપારી મળી ૬ વેપારીના ૧.૨૦ કરોડના ૬ હીરા હડપ કરી ગયો હતો. રૂષભ વોરાએ ફરિયાદ આપતા મહિધરપુરા પોલીસે રાહિલ મિતેશ માંજની સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Syria Civil War: રાષ્ટ્રપતિ અસદ સીરિયાથી ભાગીને રશિયા પહોંચ્યા, પુતિને આપી રાજકીય શરણ
Syria Civil War: રાષ્ટ્રપતિ અસદ સીરિયાથી ભાગીને રશિયા પહોંચ્યા, પુતિને આપી રાજકીય શરણ
Banking Fraud: નકલી આધાર-પાન કાર્ડથી છેતરપિંડી થાય તો રૂપિયા કેવી રીતે મળશે પાછા
Banking Fraud: નકલી આધાર-પાન કાર્ડથી છેતરપિંડી થાય તો રૂપિયા કેવી રીતે મળશે પાછા
વિટામિન B12ની ઉણપથી થઇ શકે છે આ ખતરનાક સમસ્યા, જાણો કમીથી શરીરમાં સર્જાતા લક્ષણો
વિટામિન B12ની ઉણપથી થઇ શકે છે આ ખતરનાક સમસ્યા, જાણો કમીથી શરીરમાં સર્જાતા લક્ષણો
ભારતે થોડા કલાકમાં લીધો હારનો બદલો, બાંગ્લાદેશને એશિયા કપમાં 13-1થી આપી હાર
ભારતે થોડા કલાકમાં લીધો હારનો બદલો, બાંગ્લાદેશને એશિયા કપમાં 13-1થી આપી હાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હત્યારો ભૂવોHun To Bolish : હું તો બોલીશ : માનવતાની મીઠાશPonzi scheme: વધુ એક પોન્ઝી સ્કીમનો પર્દાફાશ, કેસર ગ્રુપે રોકાણકારોને ચૂનો ચોપડ્યો?Chhota Udepur News: નસવાડીમાં કપિરાજનો આતંક, દુકાનમાં ઘૂસી જઈ હુમલો કરતા મચી દોડભાગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Syria Civil War: રાષ્ટ્રપતિ અસદ સીરિયાથી ભાગીને રશિયા પહોંચ્યા, પુતિને આપી રાજકીય શરણ
Syria Civil War: રાષ્ટ્રપતિ અસદ સીરિયાથી ભાગીને રશિયા પહોંચ્યા, પુતિને આપી રાજકીય શરણ
Banking Fraud: નકલી આધાર-પાન કાર્ડથી છેતરપિંડી થાય તો રૂપિયા કેવી રીતે મળશે પાછા
Banking Fraud: નકલી આધાર-પાન કાર્ડથી છેતરપિંડી થાય તો રૂપિયા કેવી રીતે મળશે પાછા
વિટામિન B12ની ઉણપથી થઇ શકે છે આ ખતરનાક સમસ્યા, જાણો કમીથી શરીરમાં સર્જાતા લક્ષણો
વિટામિન B12ની ઉણપથી થઇ શકે છે આ ખતરનાક સમસ્યા, જાણો કમીથી શરીરમાં સર્જાતા લક્ષણો
ભારતે થોડા કલાકમાં લીધો હારનો બદલો, બાંગ્લાદેશને એશિયા કપમાં 13-1થી આપી હાર
ભારતે થોડા કલાકમાં લીધો હારનો બદલો, બાંગ્લાદેશને એશિયા કપમાં 13-1થી આપી હાર
Tarot Rashifal:  ધન,કુંભ સહિત આ રાશિના જાતક માટે સોમવાર રહેશે શાનદાર, જાણો ટૈરોટ રાશિફળ
Tarot Rashifal: ધન,કુંભ સહિત આ રાશિના જાતક માટે સોમવાર રહેશે શાનદાર, જાણો ટૈરોટ રાશિફળ
મૌલાના મહમૂદ મદનીએ નીતિશ કુમાર અને ચિરાગ પાસવાન પાસે કરી આવી માંગ, જો તેઓ રાજી થશે તો મોદી સરકાર ખતરામાં આવશે!
મૌલાના મહમૂદ મદનીએ નીતિશ કુમાર અને ચિરાગ પાસવાન પાસે કરી આવી માંગ, જો તેઓ રાજી થશે તો મોદી સરકાર ખતરામાં આવશે!
સીરિયામાં કાબૂલ, કોલંબો અને ઢાકા જેવી મોમેન્ટ, તસવીરોમાં જુઓ લોકોએ બશરના રાષ્ટ્રપતિ પેલેસમાં મચાવી લૂંટ
સીરિયામાં કાબૂલ, કોલંબો અને ઢાકા જેવી મોમેન્ટ, તસવીરોમાં જુઓ લોકોએ બશરના રાષ્ટ્રપતિ પેલેસમાં મચાવી લૂંટ
Startup માં ગુજરાતનો દબદબો, બન્યું નંબર 1; MSME સેક્ટરમાં 25-30 ટકાની જબરદસ્ત વૃદ્ધિ
Startup માં ગુજરાતનો દબદબો, બન્યું નંબર 1; MSME સેક્ટરમાં 25-30 ટકાની જબરદસ્ત વૃદ્ધિ
Embed widget