Surat: સુરતમાં મોબાઈલ સ્નેચરો બેફામ! ધારાસભ્યની પત્નીનો મોબાઈલ ઝૂંટવી આરોપીઓ થયા ફરાર
સુરત: શહેરમાં મોબાઈલ સ્નેચિંગની ઘટના દિવસેને દિવસે વધી રહી છે. થોડા દિવસ પહેલા સૌરાષ્ટ્રથી વહેલી સવારે સુરત પહોંચેલા યુવકનો મોબાઈલ ઝુંટવી ગઠિયા ફરાર થઈ ગયા હતા. હવે શહેરમાં ફરી મોબાઈલ સ્નેચિંગની ઘટના સામે આવી છે.
સુરત: શહેરમાં મોબાઈલ સ્નેચિંગની ઘટના દિવસેને દિવસે વધી રહી છે. થોડા દિવસ પહેલા સૌરાષ્ટ્રથી વહેલી સવારે સુરત પહોંચેલા યુવકનો મોબાઈલ ઝુંટવી ગઠિયા ફરાર થઈ ગયા હતા. હવે શહેરમાં ફરી મોબાઈલ સ્નેચિંગની ઘટના સામે આવી છે. આ વખતે ધારાસભ્યની પત્નીનો મોબાઈલ સ્નેચ થયો છે. ધારાસભ્ય તુષાર ચૌધરીની પત્નીનો મોબાઈલ ઝૂંટવી આરોપીઓ ફરાર થઈ ગયા છે.
તુષાર ચૌધરી માજી કેન્દ્રીય મંત્રી અને ખેડબ્રહ્માના ધારાસભ્ય છે. ડો.તુષાર ચૌધરીનાં પત્ની છે ડો.દીપ્તિબેન ચૌધરીનો મોબાઈલ લઈને આરોપીઓ નાસી ગયા હતા. જોગર્સ પાર્ક પાસે સ્નેચર મોબાઈલ ઝૂંટવી ભાગી જતા ચકચાર મચી જવા પામી છે. મોપેડ પર આવેલા બે ઈસમો દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. હાલમાં ઉમરા પોલીસ સ્ટેશને ગુનો નોંધવામાં આવ્યો છે. મોબાઈલ સ્નેચિંગની ઘટનાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે.
સૌરાષ્ટ્રના યુવકનો મોબાઈલ લઈ ગઠીયા ફરાર
સુરત શહેરમાં મોબાઈલ સ્નેચર બેફામ બન્યા છે. સુરતના કાપોદ્રા ચાર રસ્તા ખાતે મોબાઈલ સ્નેચિંગની ઘટના સામે આવી છે. યુવક ફોન પર વાત કરતો હતો ત્યારે બાઈક ચાલકોએ મોબાઈલની ચીલ ઝડપ કરી હતી. વહેલી સવારે સૌરાષ્ટ્રથી આવેલી બસમાંથી યુવક સુરત આવ્યો હતો. મોબાઈલ સ્નેચરો બસની વોચ રાખી રહ્યા છે તેથી બસમાંથી ઉતરતા પહેલા ચેતવું જરૂરી છે.
સુરતના કાપોદ્રા ચાર રસ્તા ખાતે મોબાઈલ સ્નેચિંગની ઘટના સામે આવી pic.twitter.com/0sXe5320lf
— ABP Asmita (@abpasmitatv) June 18, 2023
મોબાઈલ સ્નેચિંગની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. કાપોદ્રા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. જો કે, ચોરીના આ ઘટના પહેલીવાર નથી બની. આ પહેલા પણ આવી ઘટનાઓ સામે આવી ચૂકી છે.
સુરતના ગાર્ડનમાં નમાઝ પઢવાનો વીડિયો વાયરલ
સુરત શહેરમાં સરકારી ગાર્ડનમાં નમાઝ પઢવાનો વીડિયો વાયરલ થયા બાદ હિંદુ સંગઠનોએ હનુમાન ચાલીસાના પાઠ કરીને બગીચામાં ગંગાજળનો છંટકાવ કર્યો હતો. શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલા સરકારી બગીચામાં સાંજના સમયે મુસ્લિમ સમાજના બે લોકો નમાઝ પઢતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ હિંદુ સંગઠનોના કાર્યકરો રોષે ભરાયા હતા. બીજા દિવસની રાત્રે પોતે તે બગીચામાં પહોંચ્યા અને સામૂહિક રીતે હનુમાન ચાલીસાનો પાઠ કર્યો. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.એટલું જ નહીં, જે જગ્યાએ નમાઝ પઢવામાં આવી હતી તે જગ્યાને શુદ્ધ કરવા માટે ગંગાજળનો છંટકાવ કર્યો હતો.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial