શોધખોળ કરો

Surat: ડ્રગ્સ કેસમાં ફસાવવાની ધમકી આપી કોન્સ્ટેબલે 50 હજારનો તોડ કર્યો, જાણો પછી શું થયું ?

પુણાની એક મેડિકલ સ્ટોરના માલિકને ડ્રગ્સ કેસમાં ફસાવવાની ધમકી આપી  પોલીસ કોન્સ્ટેબલે 50 હજાર રૂપિયાનો તોડ કર્યો હતો.

સુરત: સુરતમાં પોલીસના વધુ એક તોડકાંડનો પર્દાફાશ થયો છે. પુણાની એક મેડિકલ સ્ટોરના માલિકને ડ્રગ્સ કેસમાં ફસાવવાની ધમકી આપી  પોલીસ કોન્સ્ટેબલે 50 હજાર રૂપિયાનો તોડ કર્યો હતો.  પાંચ મહિના પહેલા શંકરભાઈ ભવાનીએ વેલનેસ મેડિકલ સ્ટોર શરૂ કરી હતી. પરંતુ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ડી સ્ટાફના એક કોન્સ્ટેબલે 50 હજાર રૂપિયા પડાવી લીધા હતા. 

આ સમગ્ર ઘટનાની જાણ શંકરભાઈએ એસોસિએશનને કરતા  પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી.  જેથી પુણા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટરે તોડ કરનાર કોન્સ્ટેબલને બોલાવી  50 હજાર રૂપિયા દુકાનદારને પરત અપાવ્યા હતા.

Gujarat: યુવતીએ નવા પ્રેમી સાથે મળીને જૂના પ્રેમીની કરી નાખી હત્યા અને પછી....

જેતપુરપાવી તાલુકામાં ગત સપ્તાહમાં તેજગઢ પાસે રાયપુર કેનાલમાંથી મળેલા મૃતદેહને લઈ હત્યાકાંડ હોવાનું બહાર આવ્યું છે. પ્રેમિકાએ નવા પ્રેમી સાથે મળી જૂના પ્રેમીની હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું છે. મૃતદેહને લઈને ચોંકવાનારો  ખુલાસો થતાં પોલીસે પ્રેમીકા અને નવા પ્રેમીની ધરપકડ કરી છે. 

પોલીસ મુજબ મોટી દુમાલીના 27 વર્ષીય યુવાન નિલેશભાઈ ઈસાકભાઈનોનો મૃતદેહ રાયપુર પાસે કેનાલમાંથી મળ્યો હતો. નિલેશનો મૃતદેહ હોવાની જાણ થતાં મૃતક નિલેશના ભાઇ પ્રકાશે તારીખ 26 એપ્રિલ 2023ના રોજ જેતપુરપાવી પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસ દ્વારા અકસ્માતે મોત થયું હોવાની નોંધ કરી હતી.

છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકામાં અઠવાડિયા પહેલા તેજગઢ પાસે આવેલી રાયપુર કેનાલ પાસેથી એક મૃતદેહ મળ્યો હતો. જેમાં યુવકની હત્યા કરીને લાશને પાણીમાં ફેંકી દેવાઈ હોવાના પ્રાથમિક અંદાજના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. ત્યારે હવે સમગ્ર હત્યામાં આરોપી બીજુ કોઈ નહીં પરંતુ યુવકની પ્રેમિકા જ હોવાનું સામે આવ્યું છે. 

યુવતીએ  પોતાના નવા પ્રેમી સાથે મળીને યુવકની હત્યા કરીને લાશને ફેંકી દીધી હતી. પોલીસે બન્ને આરોપીને ઝડપી પાડ્યા છે. તો એક બાળકના પિતા અને પરિવારનું ગુજરાન ચલાવનાર નિલેશ રાઠવાની હત્યાથી મોટી દુમાલી ગામે શોકનું મોજું ફરી વળ્યું છે અને પરિજનો આરોપીઓ સામે કડકમાં કડક પગલાં ભરાય તેવી માંગ કરી રહ્યા છે.

જુગાર ક્લબમાં તોડકાંડ, ક્રાઈમ બ્રાંચના PI અને હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરતા પોલીસબેડામાં ખળભળાટ

પોરબંદર નજીકના ઓડદર ગામેથી  ઝડપાયેલા જુગારધામ પર કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં લોકલ ક્રાઈમ બ્રાંચના PI અને હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવતા પોરબંદર પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો  છે. જેમાં PI હાર્દિક શ્રીમાળી અને હેડ કોન્સ્ટેબલ હરેશ આહીરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે તપાસ રેન્જ આઈજી મયંકસિંહ ચાવડા દ્વારા વેરાવળ એસપીને સોંપવામાં આવી હતી.

મળતી માહિતી અનુસાર ઓડદર ગામે ઝડપાયેલી જુગારની ક્લબમાં લોકલ ક્રાઈમ બ્રાંચના PI અને હેડ કોન્સ્ટેબલે મોટાપાયે તોડ કર્યો હોવાનું સામે આવ્યુ હતુ. વેરાવળ ડીવાયએસપીની તપાસમાં સામે આવતા કાર્યવાહી કરવામાં આવી છે.

પોરબંદરમાં જિલ્લામાં ચાલતા જુગારધામ પર પોલીસે કાર્યવાહી કરી હતી. ઓડદર ગામની સીમમાં ચાલતા જુગારના મિની ક્લબ પર પોલીસે દરોડા પાડ્યા હતા. જેમાં પોલીસે જુગાર રમતા 12 શખ્સોની ધરપકડ કરી હતી સાથે જ મોબાઇલ, વાહન, અને રોકડ રકમ સહિત 12.55 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતા. જુદા-જુદા પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ દરોડામાં જોડાયા હતા. જુગારધામ ઝડપી પાડ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Independence Day 2026: શું તમે જાણો છો આપણા દેશની આઝાદી માટે 15મી ઓગસ્ટનો દિવસ જ કેમ પસંદ કરવામાં આવ્યો હતો?
Independence Day 2026: શું તમે જાણો છો આપણા દેશની આઝાદી માટે 15મી ઓગસ્ટનો દિવસ જ કેમ પસંદ કરવામાં આવ્યો હતો?
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Embed widget