Surat: નબીરાએ LRD જવાન પર કાર ચડાવી, બોનેટ પર ઢસડીને લઇ ગયો, ઘટના CCTVમાં કેદ
સુરત શહેરમાં એક ચોંકાવાનારી ઘટના સામે આવી છે. કાર ચાલક નબીરા દ્વારા LRD જવાન પર કાર ચડાવી બોનેટ પર ઢસડવામાં આવ્યો હતો. કતારગામ અલકાપુરી બ્રીજ પાસે આ ઘટના બની હતી.
સુરત: સુરત શહેરમાં એક ચોંકાવાનારી ઘટના સામે આવી છે. કાર ચાલક નબીરા દ્વારા LRD જવાન પર કાર ચડાવી બોનેટ પર ઢસડવામાં આવ્યો હતો. કતારગામ અલકાપુરી બ્રીજ પાસે આ ઘટના બની હતી. રાત્રિના સમયે વાહન ચેકિંગ દરમિયાન LRD જવાનને કાર ચાલક નબીરાએ બોનેટ પર ચડાવી અંદાજે 400 મીટર સુધી ઢસડીને લઇ ગયો હતો.
આ દરમિયાન નબીરા કારચાલકે સર્પાકાર રીતે કાર ચલાવી હતી. આ ઘટનામાં LRDને ઈજાઓ પહોંચી હતી. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. કતારગામ પોલીસે આ મામલે હત્યાની કોશિશનો ગુનો નોંધી કાર ચાલકની અટકાયત કરી છે. આરોપી હેમરાજ માલેતુજાર ઘરનો હોવાનું બહાર આવ્યું છે.
પોલીસની એક ટીમ વાહન ચેકિંગની કામગીરી કરી રહી હતી
પોલીસના જણાવ્યા અનુસાર, તહેવારને લઈ કતારગામ પોલીસની એક ટીમ અલકાપુરી બ્રીજ નીચે વાહન ચેકિંગની કામગીરી કરી રહી હતી. આ દરમિયાન ત્યાં નબર પ્લેટ વગરની સફેદ કલરની કાળા કાચ વાળી ફોરવ્હીલ આવતા કારને રોકીને ચેકિંગ કરવામાં આવતા ચાલકે કાર પુરપાટ ઝડપે ચલાવી હતી. જેમાં ત્યાં ફરજ બજાવી રહેલા લોક રક્ષક કારના બોનેટ પર પછડાયા હતા, પરંતુ કાર ચાલકે કાર રોકવાને બદલે લોક રક્ષકને 400 મીટર દુર અલકાપુરી બ્રીજથી સુમુલ ડેરીની દીવાલ સુધી બોનેટ પર ઢસડીને લઈ ગયો હતો.
નબીરાએ કાર સર્પાકાર રીતે ચલાવી
વધુમાં પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ દરમિયાન તેણે કાર સર્પાકાર રીતે ચલાવી હતી. આ ઘટનામાં લોકરક્ષકને ઈજાઓ પહોંચી છે. બીજી તરફ આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઇ છે. જેમાં જોઈ શકાય છે કે કારની પાછળ અન્ય પોલીસ કર્મીઓ પણ દોડી રહ્યા છે. આ સમગ્ર મામલે કતારગામ પોલીસે હત્યાની કોશિશનો ગુનો નોંધી કાર ચાલકની અટકાયત કરી છે.
ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા
આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. બીજી તરફ કતારગામ પોલીસે આ મામલે હત્યાની કોશિશનો ગુનો નોંધી કાર ચાલકની અટકાયત કરી લીધી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીએ વ્યાજના પૈસાથી 4થી 5 દિવસ પહેલા જ કાર ખરીદી હોવાનું સામે આવ્યું છે.
https://t.me/abpasmitaofficial