શોધખોળ કરો

SURAT : ગ્રીનલેબમાં તૈયાર થયેલા ‘ઓમ નમઃ શિવાય’ નામના ત્રણ લેબ ગ્રોન ડાયમંડે સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ, જાણો આ ડાયમંડમાં શું છે ખાસ

Green Lab Diamonds: સુરત સ્થિત ગ્રીનલેબ ડાયમન્ડ્સ JCK લાસ વેગાસ શોમાં તેના ત્રણ યુનિક લેબ-ગ્રોન ડાયમંડ્સ ‘ઓમ નમઃ શિવાય’નું પ્રદર્શન કરશે.

SURAT : સુરતની ગ્રીનલેબે હીરા જગતમાં વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે.  સુરતની ગ્રીનલેબમાં તૈયાર થયેલા ‘ઓમ નમઃ શિવાય’ નામના ત્રણ  લેબ ગ્રોન ડાયમંડે વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે.  ચીનને પછડાટ આપી ભારતનો હીરો દુનિયાનો સૌથી મોટો લેબગ્રોન ડાયમંડ બન્યો છે. 

સુરત સ્થિત ગ્રીનલેબ ડાયમન્ડ્સ JCK લાસ વેગાસ શોમાં તેના ત્રણ યુનિક લેબ-ગ્રોન ડાયમંડ્સ ‘ઓમ નમઃ શિવાય’નું પ્રદર્શન કરશે. આજની મોડર્ન દુનિયાને અનુરૂપ લક્ઝુરીયસ ફેશનને અફોર્ડેબલ તેમજ હીરો હર એકને માટે બનાવવાના તેના વિઝન સાથે, સુરત સ્થિત ગ્રીનલેબ ડાયમંડ્સ તેના લેટેસ્ટ ક્લેક્શન ઓમ નમઃ શિવાયની જાહેરાત કરતા ગર્વ અનુભવે છે, જે અદ્યતન સૌર્ય ઉર્જા નિર્મિત  માનવ સંચાલિત લેબોરેટરીમાં બનાવવામાં આવેલા ત્રણ અત્યંત યુનિક ડાયમંડ્સનો એક સમૂહ છે જે ગ્રીનલેબની ઉચ્ચતમ કુશળતા અને આધુનિક ટેક્નોલોજીનું પ્રદર્શન કરે છે.

આ ત્રણેય માંથી પ્રત્યેક ડાયમંડ્સ એ ગ્રીનલેબ ડાયમંડ્સની વિશ્વમાં સર્વોચ્ચ ગુણવત્તાના ડાયમંડ્સ બનાવવાની સતત પ્રતિબદ્ધતા અને પ્રયોગશાળામાં બનાવવામાં આવેલી ડાયમંડ ટેક્નોલોજીની પ્રગતિનું પરિણામ છે. ગ્રીનલેબ ડાયમન્ડ્સના ભાગીદાર સંકેત પટેલ કહે છે કે અમે વધુ ઉત્કૃષ્ઠ ડાયમંડ્સની ખેતી કરવામાં અને ટકાઉ અને વાજબી લક્ઝુરીયસમાં વિશ્વાસ રાખીએ છીએ જે લોકો અને પૃથ્વીનું પોષણ કરે છે.

ઓમ ડાયમંડ - 27.27 કેરેટ
પોતાની કુશળતા અને એડવાન્સ્ડ ટેકનોલોજીનો ઉપયોગ કરીને, ગ્રીનલેબ ડાયમંડ્સે 27.27 કેરેટનો માર્ક્વિઝ સ્ટેપ-કટ ડાયમંડ્સ ‘ઓમ’ બનાવ્યો છે, જે તેને વિશ્વનો સૌથી મોટો પ્રયોગશાળામાં બનાવવામાં આવેલો પોલિશ્ડ ડાયમંડ બનાવે છે.

નમઃ ડાયમંડ - 15.16 કેરેટ
બીજા ચમકદાર ડાયમંડ્સનું નામ ‘નમઃ’ છે, એક પિઅર રોઝ-કટ 15.16-કેરેટ ડાયમંડ્સ જે સુંદર રીતે પોલિશ કરવામાં આવ્યો છે, જે દર્શકોને તેની સુંદરતા બતાવે છે. એકસાથે, ઓમ અને નમઃ એ વિશ્વના સૌથી મોટા પ્રયોગશાળામાં બનાવવામાં આવેલા પોલિશ્ડ ડાયમંડ્સ છે જેમાં કોઇપણ પ્રકારનો કુત્રિમ રંગ ટ્રીટમેન્ટ કરવામાં આવી  નથી.

શિવાય  ડાયમંડ - 20.24 કેરેટ
ત્રીજા ડાયમંડનું નામ ‘શિવાય’ છે, તે 20.24-કેરેટનો માસ્ટરપીસ છે જે વશીકરણ અને સુંદરતા દર્શાવે છે. આ નીલમણિ કટ ડાયમંડને દર્શકોને વધુર સુંદરતા  માટે સંપૂર્ણ રીતે આકાર આપવામાં આવ્યો છે અને તે કોઈના પણ હાથ પર આકર્ષણ ઉમેરી શકે છે.

સંકેત પટેલ  ઉમેર્યુ કે, “અમે લાસ વેગાસમાં JCK શોમાં વિશ્વ સમક્ષ ત્રણ હીરાનું પ્રદર્શન કરીશું. ક્લેક્શન બૂથ નંબર 8131 LABON LLC પર પ્રદર્શિત કરવામાં આવશે. અમારી કલાકારીગરી જ અમારા ક્રીયેશનને આ ઇન્ડસ્ટ્રીમાં અન્યથી જુદા પાડે છે. અમે ઉદ્યોગજગતના સભ્યોને આવવા અને ચમકતા ડાયમંડના સાક્ષી બનવા આમંત્રણ આપીએ છીએ."

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
ક્રિકેટમાં ફરી એકવાર મેચ-ફિક્સિંગનું ભૂત ધૂણ્યું, ભારતના 4 ખેલાડીઓને સસ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ
ક્રિકેટમાં ફરી એકવાર મેચ-ફિક્સિંગનું ભૂત ધૂણ્યું, ભારતના 4 ખેલાડીઓને સસ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
ક્રિકેટમાં ફરી એકવાર મેચ-ફિક્સિંગનું ભૂત ધૂણ્યું, ભારતના 4 ખેલાડીઓને સસ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ
ક્રિકેટમાં ફરી એકવાર મેચ-ફિક્સિંગનું ભૂત ધૂણ્યું, ભારતના 4 ખેલાડીઓને સસ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ
Investment Tips: પહેલા પગાર સાથે કરો રોકાણની શરુઆત, યુવાનો માટે બેસ્ટ છે આ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન
Investment Tips: પહેલા પગાર સાથે કરો રોકાણની શરુઆત, યુવાનો માટે બેસ્ટ છે આ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન
અમેરિકાની રાજનીતિમાં મોટા ભૂકંપના એંધાણ! સેક્સ સ્કેન્ડલના આરોપી સાથે ટ્રમ્પ સહિતના અબજોપતિઓની તસવીરો વાયરલ
અમેરિકાની રાજનીતિમાં મોટા ભૂકંપના એંધાણ! સેક્સ સ્કેન્ડલના આરોપી સાથે ટ્રમ્પ સહિતના અબજોપતિઓની તસવીરો વાયરલ
Lionel Messi: સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સી પહોંચ્યો કોલકાતા, ફેન્સમાં જબરદસ્ત ઉત્સાહ
Lionel Messi: સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સી પહોંચ્યો કોલકાતા, ફેન્સમાં જબરદસ્ત ઉત્સાહ
શું તમે પણ હંમેશા રીલ્સ સ્ક્રોલ કરતા રહો છો? જાણો નિષ્ણાતોએ શું આપી ગંભીર ચેતવણી
શું તમે પણ હંમેશા રીલ્સ સ્ક્રોલ કરતા રહો છો? જાણો નિષ્ણાતોએ શું આપી ગંભીર ચેતવણી
Embed widget