શોધખોળ કરો
ગુજરાતમાં આજે અમદાવાદ નહીં, પરંતુ આ જિલ્લામાં નોંધાયા કોરોનાના સૌથી વધુ કેસ, જાણો વિગત
આજે સૌથી વધુ કેસો સુરતમાં 69 નોંધાયા છે. આ પછી અમદાવાદમાં 50 કેસો સામે આવ્યા છે.
સુરતઃ ગુજરાતમાં આજે કોરોનાના વધુ 127 કેસો સામે આવ્યા છે. આજે આ 127 કેસો ગુજરાતના 8 જિલ્લામાંથી સામે આવ્યા છે. જેમાં સૌથી વધુ કેસો સુરતમાં 69 નોંધાયા છે. આ પછી અમદાવાદમાં 50 કેસો સામે આવ્યા છે. આ ઉપરાંત અરવલ્લી, ગીર સોમનાથ, ખેડા, રાજકોટ, તાપી અને વલસાડ જિલ્લામાં એક-એક કેસો સામે આવ્યા છે. જોકે, વડોદરામાં આજે એક પણ કેસ સામે આવ્યો નથી.
આ ઉપરાંત ગુજરાતમાં આજે કોરોનાથી વધુ છ દર્દીઓના મોત થયા છે, જેમાંથી અમદાવાદમાં 5 અને ભાવનગરમાં એક દર્દીનું મોત થયું છે. આ તમામ દર્દીઓની ઉંમર 50 કે તેથી વધુ સામે આવી છે. તેમજ બે દર્દીઓને અન્ય બીમારી હતી. જોકે, ત્રણ દર્દીઓને બીજી કોઈ બીમારી હતી નહીં.
સુરતની વાત કરીએ તો આજે 69 કેસો સાથે કુલ 338 કેસો થયા છે. જેમાંથી 10 દર્દીઓના મોત થયા છે. જ્યારે 11 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે અને તેઓ ડીસ્ચાર્જ થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
બોલિવૂડ
મનોરંજન
ક્રિકેટ
Advertisement