શોધખોળ કરો
Advertisement
સુરત ગ્રામ્યમાં કોરોનાનો કહેર યથાવતઃ આજે વધુ 70 કેસ નોંધાયા
સુરત ગ્રામ્યમાં સૌથી વધુ 18 કેસ ચોર્યાશીમાં નોંધાયા છે.ત્યારબાદ પલસાણા અને કામરેજમાં 12 - 12 કેસ, માંગરોળમાં 11 , ઓલપાડમાં 09 ,બારડોલીમાં 5 , માંડવીમાં 2 અને મહુવામાં 1 કેસ નોંધાયો છે.
સુરતઃ ગુજરાતમાં હાલ, સુરતમાં કોરોનાનું સંક્રમણ સૌથી વધુ છે, ત્યારે આજે સુરત ગ્રામ્યમાં વધુ 70 કેસ નોંધાયા છે. સુરત ગ્રામ્યમાં સૌથી વધુ 18 કેસ ચોર્યાશીમાં નોંધાયા છે.ત્યારબાદ પલસાણા અને કામરેજમાં 12 - 12 કેસ, માંગરોળમાં 11 , ઓલપાડમાં 09 ,બારડોલીમાં 5 , માંડવીમાં 2 અને મહુવામાં 1 કેસ નોંધાયો છે.
સુરત ગ્રામ્યમાં કુલ પોઝિટિવનો આંક 2944 ઉપર પહોંચી ગયો છે. જ્યારે સુરત ગ્રામ્યમાં આજ સુધી 125 લોકોના મોત થયા છે. સુરત ગ્રામ્યમાં ગઈ કાલે 51 કેસ નોંધાયા હતા. જ્યારે તેની સામે 72 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. ગઈ કાલે સુરત કોર્પોરેશન વિસ્તારમાં 194 કેસ નોંધાયા હતા. તેમજ 141 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. ગઈ કાલે સુરત જિલ્લામાં 11 લોકોના કોરોનાથી મોત થયા હતા. જેમાં કોર્પોરેશન વિસ્તારમાં 8 અને ગ્રામ્યમાં 3 લોકોના મોત થયા હતા.
સુરત જિલ્લાની વાત કરીએ તો હાલ, સુરતમાં 3886 એક્ટિવ કેસો છે. જે ગુજરાતમાં સૌથી વધુ છે. તેમજ અત્યાર સુધીમાં સુરત જિલ્લામાં 9728 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ સુરત જિલ્લામાં અત્યાર સુધીમાં 457 લોકોના કોરોનાથી મોત થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement