શોધખોળ કરો

Mehul Boghra Case : એડવોકેટ મેહુલ બોઘરા પર હુમલો કરનાર TRB સાજન ભરવાડની હકાલપટ્ટી

Surat News : TRB જવાન સાજન ભરવાડની વર્તણૂંકને કારણે તાત્કાલિક અસરથી ટર્મિનેટ કરી દેવામાં આવ્યો છે.

Surat : સુરતમાં એડવોકેટ મેહુલ બોઘરા પર જીવલેણ હુમલો થવાના મામલે મોટા સમાચાર સામે આવ્યાં છે. આ સમગ્ર મામલે સુરત પોલીસે એડવોકેટ મેહુલ બોઘરા પર હુમલો કરનાર TRB સાજન ભરવાડ સામે મોટી કાર્યવાહી કરી છે. સુરત પોલીસ કમિશ્નર કચેરી ખાતે એડિશનલ સીપી પ્રવીણ મલે પત્રકાર પરિષદ યોજી આ મામલે માહિતી આપી હતી. 

TRB સાજન ભરવાડની હકાલપટ્ટી
એડિશનલ સીપી પ્રવીણ મલે પત્રકાર પરિષદ યોજી આ સમગ્ર મામલે કરવામાં આવેલી કાર્યવાહીની માહિતી આપી હતી.  તેમણે કહ્યું કે સુરત શહેરની ટ્રાફિક બ્રાન્ચની ટીમના અરવિંદ ગામીત, હરેશ અને TRB સાજન ભરવાડ સામે પગલાં લેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે TRB જવાન સાજન ભરવાડની વર્તણૂંકને કારણે તાત્કાલિક અસરથી ટર્મિનેટ કરી દેવામાં આવ્યો છે. આ મામલાની તાપસ ACP કક્ષાના પોલીસ અધિકારી કરી રહ્યા છે. 

307 અને અન્ય કલમોને આધારે ફરિયાદ નોંધાઈ હતી
શહેર એડવોકેટ મેહુલ બોઘરા ઉપર ગઈ કાલે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદ હુમલાવર વિરુદ્ધ સરથાણા પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. કલમ 307 મુજબ ફરિયાદ નોંધવામાં આવી હતી. જો કે, મળતી માહિતી પ્રમાણે શરૂઆતમાં પોલીસ દ્વારા કલમ 307 મુજબ ફરિયાદ ન નોંધાતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. 

ત્યાર બાદ સરથાણા પોલીસ સ્ટેશન બહાર મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા હતા. એડવોકેટ અને વિવિધ સંગઠનો દ્વારા સરથાણા પોલીસ સ્ટેશનનો ઘેરાવ પણ કરવામાં આવ્ય હતો. મોટી સંખ્યામાં સમર્થકો દ્વારા રામ ધૂન બોલવવામાં આવી હતી. આખરે પોલીસે 307 મુજબ ગુનો નોંધ્યો હતો. ત્યાર બાદ પાસ નેતા અલ્પેશ કથીરીયાએ અપીલ કરી લોકોને ઘરે રવાના કર્યા હતા.

જાણો એડવોકેટ પર હુમલાની સમગ્ર ઘટના 
આ અંગે સામે આવેલી વિગતો અનુસાર અડવોકેટ મેહુલ બોધરા ટેમ્પો રોકી હપ્તો લેતા મળતીયાઓનું ફેસબુક લાઈવ કરી રહ્યા હતા ત્યારે અચાનક તેમના પર જીવલેણ હુમલો થયો હતો. મેહુલ બોધરાનો આરોપ છે કે પોલીસના કેટલાક મળતીયા હપ્તાખોરી કરે છે. જેનો પર્દાફાશ કરવા ગયા હતા ત્યાં  અજાણ્યા શખ્સોએ તેમના પર જીવલેણ હુમલો કર્યો. એડવોકેટ મેહુલ બોઘરા ઉપર કહેવાતા પોલીસના મળતીયાઓ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનો આરોપ છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બીજાપુરમાં સુરક્ષા દળોનું મોટું ઓપરેશન: 12 નક્સલી ઠાર, સવારથી ચાલી રહ્યો છે ગોળીબાર

Saif Ali Khan:સૈફ અલી ખાન પર હુમલો કરનારે કેટલા રુપિયા માગ્યા હતા? FIRમાં થયો મોટો ખુલાસો

Saif Ali Khan:  સૈફ અલી ખાન પર ખૂની હુમલો કરનારની પ્રથમ તસવીર આવી સામે

Cabinet Decision: કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર, કેબિનેટે 8મા પગાર પંચને આપી મંજૂરી
Cabinet Decision: કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર, કેબિનેટે 8મા પગાર પંચને આપી મંજૂરી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિભાજનમાં વિવાદ કેમ?Hun To Bolish: હું તો બોલીશ : સંતાન કે શેતાન?Ahmedabad Murder Case: બુટલેગરની પત્ની સાથે આડસંબંધના વહેમમાં યુવકની છરીના ઘા મારી હત્યા, બે આરોપી ઝડપાયાRajkot news : હોટલમાં આતંક મચાવનાર લુખ્ખાતત્વોને રાજકોટ પોલીસે ભણાવ્યો કાયદાનો પાઠ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બીજાપુરમાં સુરક્ષા દળોનું મોટું ઓપરેશન: 12 નક્સલી ઠાર, સવારથી ચાલી રહ્યો છે ગોળીબાર
બીજાપુરમાં સુરક્ષા દળોનું મોટું ઓપરેશન: 12 નક્સલી ઠાર, સવારથી ચાલી રહ્યો છે ગોળીબાર
Saif Ali Khan:સૈફ અલી ખાન પર હુમલો કરનારે કેટલા રુપિયા માગ્યા હતા? FIRમાં થયો મોટો ખુલાસો
Saif Ali Khan:સૈફ અલી ખાન પર હુમલો કરનારે કેટલા રુપિયા માગ્યા હતા? FIRમાં થયો મોટો ખુલાસો
Saif Ali Khan:  સૈફ અલી ખાન પર ખૂની હુમલો કરનારની પ્રથમ તસવીર આવી સામે
Saif Ali Khan: સૈફ અલી ખાન પર ખૂની હુમલો કરનારની પ્રથમ તસવીર આવી સામે
Cabinet Decision: કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર, કેબિનેટે 8મા પગાર પંચને આપી મંજૂરી
Cabinet Decision: કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર, કેબિનેટે 8મા પગાર પંચને આપી મંજૂરી
HMPV: અમદાવાદમાં 4 વર્ષના બાળકમાં જોવા મળ્યો HMPV વાયરસ, વધુ એક કેસ નોંધાતા રાજ્યમાં હડકંપ

Mahindra: મહિન્દ્રાની આ કારે માર્કેટમાં આવતાની સાથે જ રચ્યો  ઇતિહાસ,દેશની સૌથી સુરક્ષિત કારનો મેળવ્યો ટેગ

Shukrawar Upay: જો મહેનત કર્યા પછી પણ પૈસા ન બચતા હોય તો શુક્રવારે કરો દેવી લક્ષ્મીનો આ પાવરફુલ ઉપાય

Saif Ali Khan News: કોણે બચાવ્યો સૈફ અલી ખાનનો જીવ, કોણ દેવદૂત બનીને લઈ ગયો હોસ્પિટલ

Embed widget