શોધખોળ કરો
Advertisement
સુરત: ઉર્વશી રાદડિયાના ડાયરામાં બે વિદેશી ગોરીએ ઉડાવ્યા રૂપિયા, તસવીરોમાં જુઓ કેવી રીતે માણી મજા
સુરતઃ મોટા વરાછા વિસ્તારમાં અબ્રામા રોડ પર આવેલા યોગેશ્વર ફાર્મમાં જરૂરિયાત મંદ બાળકોના ભોજન, વિધવા સહાય અને નિરાધાર માતા-પિતાના લાભાર્થે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ઉર્વશી રાદડીયા, ઉમેશ બારોટ, સુખદેવ ધામેલીયા અને સંજય સોજીત્રા દ્વારા રમઝટ બોલાવવામાં આવી હતી.
આ દરમિયાન મહેમાન બનીને આવેલી મૂળ કેનેડાની અને હાલ અમેરિકા રહેતી નેન્સી અને ડેલાસ નામની યુવતીઓ પણ તાનમાં આવી ગઈ હતી અને કલાકારો પર રૂપિયાનો વરસાદ કર્યો હતો.
ત્યાર બાદ બન્ને યુવતીઓને આયોજકોએ સ્ટેજ પર બેસાડતાં તેમણે ગીતો ગાવાની સાથે જયકારા લગાવ્યાં હતાં.
ડાયરામાં સંબંધીઓ સાથે આવેલી યુએસની નેન્સી અને ડલાસે મુસ્કાન ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યને બિરદાવ્યું હતું. આ સાથે ભજનની મોજ માણતાં તેમણે પણ આ સદકાર્ય માટે અગિયાર-અગિયાર હજારની રકમ દાનમાં આપી હતી.
લાભાર્થે યોજાયેલા ડાયરામાં લોકોએ ઉદાર હાથે દાન વરસાવતાં અંદાજે 10 લાખથી વધુ રૂપિયા એકઠા થયાં હતાં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
દુનિયા
Advertisement