શોધખોળ કરો

Gujarat: દક્ષિણ ગુજરાતમાં  કમોસમી વરસાદ પડશે,જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?

હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં  કમોસમી વરસાદ પડશે. જ્યારે અમદાવાદમાં ગરમીનો પ્રકોપ  વધશે.

સુરત:  હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં  કમોસમી વરસાદ પડશે. જ્યારે અમદાવાદમાં ગરમીનો પ્રકોપ  વધશે.    હવામાન વિભાગના અનુસાર, મહારાષ્ટ્રમાં અપર એર સર્ક્યુલેશન સક્રિય થતાં આગામી 24 કલાક દક્ષિણ ગુજરાતમાં  માવઠું પડશે. હવામાન વિભાગના  સુરત, વલસાડ, નવસારી, તાપી,  ભરૂચ,  છોટાઉદેપુર, દાહોદ અને નર્મદા જિલ્લામાં માવઠું પડશે. 

હવામાન વિભાગના અનુસાર, કમોસમી વરસાદની સાથે 40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાશે.  વીજળીના કડાકા-ભડાકા અને ભારે પવન સાથે વરસાદ વરસવાનો હોવાથી હવામાન વિભાગે સાવચેતી રાખવા માટે કેટલાક સૂચનો પણ આપ્યા છે. હવામાન વિભાગનું કહેવું છે જોરદાર પવન અને વરસાદને કારણે જર્જરિત માળખાને નુકસાન થઈ શકે છે. આથી તેનાથી દૂર રહેવું. ભારે પવન ફૂંકાતો હોય ત્યારે ઘરની અંદર રહેવું  બારી-દરવાજા બંધ રાખવા અને શક્ય હોય તો યાત્રા ન કરવી.  સુરક્ષિત જગ્યાએ આશ્રય લેવો.  ઝાડ નીચે ઉભા ન રહેવું.  વીજ ઉપકરણોથી દૂર રહેવું. 

દક્ષિણ ગુજરાતમાં તો માવઠાથી ખેડૂતોની ચિંતા વધી છે.  પરંતુ અમદાવાદ સહિત રાજ્યના અન્ય શહેરોમાં કાળઝાળ ગરમી પડી રહી છે.  મંગળવારે અમદાવાદ,  અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર અને ગાંધીનગરમાં ગરમીનો પારો 42 ડિગ્રીએ પહોંચી ગયો છે.  હજુ પણ અમદાવાદમાં ગરમી વધે  તેવી આગાહી કરાઈ છે. 

Gir somnath: તાલાલા ગીર ખાતે કેસર કેરીની હરાજી, પ્રથમ દિવસે 7 હજાર કેરીના બોક્સની આવક થઈ

કેસર કેરીના ગઢ ગણાતા તાલાલા ગીર ખાતે આજથી કેસર કેરીની હરાજીનો પ્રારંભ થયો છે.  ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠીયાએ કેસર કેરીની હરાજીના પ્રારંભે ગાયોના ફાળા માટે 21 હજાર રૂપિયામાં કેસર કેરીનું બોક્સ ખરીદ્યું હતું. વાતાવરણની વિષમતા વચ્ચે પણ આ વર્ષે કેરીનું સારા પ્રમાણમાં ઉત્પાદન થયું છે.  આજે પ્રથમ દિવસે મેંગો માર્કેટમાં 7 હજાર કેરીના બોક્સની આવક થઈ હતી. જે ગત વર્ષની સરખામણીએ બમણાં છે. 

કેરીનું પ્રથમ બોક્સ 21 હજાર રૂપિયામાં વેચાયું હતું.  આ રકમ પરંપરાગત ગૌશાળામાં આપવામાં આવી હતી.  ત્યારબાદ કેરીના બોક્સ દીઠ ખેડૂતને વધુમાં વધુ 1200 તો ઓછામાં ઓછા 400 રૂપિયા મળ્યા હતાં.  આ વખતે 15 જૂન સુધી કેરીની સિઝન ચાલે તેવી શક્યતા છે.  આજે હરાજીના પ્રથમ દિવસે ખેડૂતોમાં કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો.  ખેડૂતોનો દાવો છે કે કેરીના બોક્સના 400થી 600 રૂપિયા ખેડૂતોને મળે છે જે પરવડે તેમ નથી.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Embed widget