Vapi : પતિએ છરીથી પત્નીનું માથું વાઢી નાંખ્યું ને મસ્તક લઈ આખા વિસ્તારમાં ફર્યો, પછી તો......
શહેરના ડુંગરી ફળ્યામાં એક દંપતી રહે છે. પતિને પત્નીના ચારિત્ર્ય પર શંકા હોવાથી આવેશમાં આવીને તેણે પોતાની પત્ની હત્યા કરી નાંખી હતી. પતિએ આવેશમાં આવી જઈને પત્નીનું માથું ધડથી અલગ કરી નાંખ્યું હતું.
વલસાડઃ વાપીમાં ખૂદ પતિએ જ પત્નીનું છરીથી ગળું વાઢીને હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. વાપીના ડુંગરી ફળિયાની સંનસનીખેજ ઘટના સામે આવતાં લોકોમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. પત્નીના આડા સંબંધના વહેમમાં પતિ હેવાન બન્યો હતો. પતિએ પત્નીનું ગળું કાપી કરપીણ હત્યા કરી નાંખી હતી.
આ અંગેની વિગતો એવી છે કે, શહેરના ડુંગરી ફળ્યામાં એક દંપતી રહે છે. પતિને પત્નીના ચારિત્ર્ય પર શંકા હોવાથી આવેશમાં આવીને તેણે પોતાની પત્ની હત્યા કરી નાંખી હતી. પતિએ આવેશમાં આવી જઈને પત્નીનું માથું ધડથી અલગ કરી નાંખ્યું હતું. પતિ આટલેથી અટક્યો નહોતો, પરંતુ પત્ની ની હત્યા બાદ મસ્તક લઇ ઘર ના આસપાસ ના વિસ્તારમાં ફર્યો હતો. દોડધામ થતાં પત્નીના મસ્તકને ગટર માં ફેંકી ફરાર થઈ ગયો હતો. જોકે, ડુંગરા પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી લીધી છે.
અન્ય એક ઘટનામાં અમદાવાદમાં પતિએ પત્નીને માર મારતાં મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. શંકાશીલ પતિએ કેમ ઘરની બહાર ગઇ હતી કહીને પત્નીને માર મારતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. શાહીબાગમાં શંકાશીલ પતિએ પત્નીને બપોરે માર્યા બાદ ફરિયાદ કરવાનું કહેતા મારી નાંખવાની ધમકી આપી પતિ ફરાર થઇ ગયો છે.
અન્ય એક ઘટનામાં, સુરતમાં અજાણ્યા યુવકની ઝાડ પર ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. થોડીવારમાં જ આ સમાચાર સમગ્ર વિસ્તારમાં ફેલાઇ ગયા હતા અને ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. બીજી તરફ પોલીસને જાણ થતાં પોલીસ પણ દોડી આવી હતી અને ફાયરબ્રિગેડની મદદથી લાશ નીચે ઉતારી પીએમ માટે મોકલી આપવામાં આવી હતી.
આ અંગેની વિગતો એવી છે કે, સવારે 8 વાગ્યે ભટાર વિસ્તારમાં સર્વોદય સ્કૂલની સામે આવેલા ઝાડ પરથી યુવકની લટકતી લાશ મળી આવી હતી. સ્થાનિક લોકોને જાણ થતાં તેઓએ ફાયર અને પોલીસને જાણ કરી હતી. ફાયર વિભાગ દ્વારા બોડીને ઝાડ પરથી નીચે ઉતારી હતી. ઝાડ પર લટકેલી હાલતમાં બોડી જોવા માટે મોટી સંખ્યામાં લોકોની ભીડ જામી હતી. ઝાડ પર ગળે ફાંસો ખાઇ જવાને કારણે યુવકના મોંમાંથી લોહી નીકળી ગયું હતું.
યુવકે 20 ફૂટ ઉંચી ઝાડની ડાળ પર ફાંસો ખાઈ લીધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચર્ચાનો વિષય બન્યો હતો. ખટોદરા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.