શોધખોળ કરો

Ambalal Patel : લોકોને મળશે ગરમીમાંથી રાહત, ભારે પવન સાથે વરસાદી માહોલની અંબાલાલ પટેલની આગાહી 

Ambalal Patel Forecast: વધુમાં 11 થી 20 મે દરમિયાન ગુજરાતમાં ભારે પવન સાથે પ્રી-મોન્સૂન વરસાદી માહોલ સર્જાવાની પણ આગાહી કરવામાં આવી છે. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે ગરમીથી આંશિક રાહતની આગાહી કરી.
  • આગામી 3 દિવસ તાપમાનમાં 3 ડિગ્રી ઘટાડો, પછી ફરી વધશે.
  • અમદાવાદ, રાજકોટ સહિત અનેક શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન.
  • ગરમીને કારણે સ્વાસ્થ્ય સમસ્યાઓ વધી, સાવચેતી રાખવા અપીલ.

Ambalal Patel Forecast: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતવાસીઓને ગરમીથી રાહત મળતી આગાહી વ્યક્ત કરી હતી. અંબાલાલ પટેલના મતે રાજ્યના નાગરિકોને હાલ કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળવાના સંકેત છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તાપમાન 41 ડિગ્રીની આસપાસ રહેશે, જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પારો 32 થી 33 ડિગ્રી સુધી નીચો જઈ શકે છે. જોકે, આ રાહત લાંબો સમય નહીં ટકે, કારણ કે 8 મે બાદ ફરી ગરમીનો પ્રકોપ વધશે અને અમદાવાદ, વડોદરા તથા ગાંધીનગર જેવા શહેરોમાં તાપમાન 45 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે. વધુમાં 11 થી 20 મે દરમિયાન ગુજરાતમાં ભારે પવન સાથે પ્રી-મોન્સૂન વરસાદી માહોલ સર્જાવાની પણ આગાહી કરવામાં આવી છે. 

હવામાન વિભાગે શું કરી છે આગાહી?

રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકોને આંશિક રાહત મળશે. હવામાન વિભાગે આ આગાહી કરી હતી. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 3 દિવસ તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો થશે.અમદાવાદમાં છેલ્લા ચાર દિવસની સરખામણીએ બુધવારે ગરમીમાં આંશિક ઘટાડો થતા 42.6 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું છે. 

આ પણ વાંચોઃ Heatwave : રાજ્યમાં ગરમીથી મળશે આંશિક રાહત, તાપમાનમાં 3 ડિગ્રીનો થશે ઘટાડો

આગામી 3 દિવસ પણ શહેરમાં ગરમીનો પારો 42 ડિગ્રીની આસપાસ જ રહેશે. બુધવારે 43 ડિગ્રી સાથે રાજકોટમાં સૌથી વધુ તાપમાન નોંધાયું છે. રાજકોટ ઉપરાંત સાત શહેરોમાં 40 ડિગ્રીથી વધુ ગરમી નોંધાઈ છે. જેમાં ગાંધીનગરમાં 42.2, અમરેલીમાં 42.1, વડોદરામાં 40.2, ડીસામાં 40.2 ભાવનગરમાં 40.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. બપોરના સમયે આકરા તાપના કારણે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. તો અસહ્ય તાપના કારણે માથું દુખાવું, ચક્કર આવવા, ઝાડા ઉલટીના કેસ તેમજ ડીહાઈડ્રેશન અને હીટ સ્ટ્રોકના કેસમાં વધારો થયો છે. 

અમદાવાદની સોલા સિવિલમાં એક સપ્તાહમાં 11,788 ઓપીડી નોંધાઈ છે. જે આંકડાઓ ચિંતાજનક છે. ગરમીની સાથે મચ્છરજ્ન્ય રોગચાળો પણ વકર્યો છે. ડેન્ગ્યુમાં 154 સેમ્પલ લેવામાં આવ્યા જેમાં ચાર દર્દીઓ પોઝિટિવ આવ્યા હતા. જ્યારે મેલેરિયામાં 470 સેમ્પલમાંથી ચાર પોઝિટિવ કેસ અને સ્વાઈન ફ્લૂમાં એક દર્દી પોઝિટિવ નોંધાયો છે. અસહ્ય ગરમી અને લૂ થી બચવા માટે તબીબોએ નાગરિકોને વિશેષ સાવચેતી રાખવા અપીલ કરી હતી. તો બપોરના 12:00 વાગ્યાથી લઈને ચાર વાગ્યા સુધી ઘરની બહાર ન નીકળવું સતત પાણી પીતા રહેવું, લીંબુ પાણી, છાશ તેમજ નાળિયેરનું પાણી પીવું જોઈએ.

રાજકોટમાં આકરી ગરમીને લઈ મનપા એક્શનમાં આવ્યું છે. બપોરે 1થી 4 દરમિયાન બહાર ન નીકળવા લોકોને સલાહ આપવામાં આવી છે. આરોગ્ય વિભાગે મનપાના રજિસ્ટર્ડ દોઢ લાખ મોબાઈલ નંબર પર મેસેજ મોકલ્યો છે. હીટવેવની આગાહીને લઈ મેસેજ મોકલવામાં આવ્યા છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
ગુજરાતમાં વરસાદ બાદ શાકભાજીના ભાવમાં ભડકો, કોથમીર મેથીની ભાજી સહિતની કિંમતમાં આસમાને
ગુજરાતમાં વરસાદ બાદ શાકભાજીના ભાવમાં ભડકો, કોથમીર મેથીની ભાજી સહિતની કિંમતમાં આસમાને
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ

વિડિઓઝ

Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ
Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

Embed widget