Surat: C.R. સભ્ય છે એ વોટ્સએપ ગ્રુપમાં ભાજપના ક્યા કાર્યકરે મૂક્યો અશ્લીલ ફોટો ? સૂચના આપવા છતાં ન કર્યો ડીલીટ.........
સુરત શહેર ભાજપના આંજણા-ડુંભાલના વોર્ડ નંબર 19ના કાર્યકરોના વોટ્સએપ ગ્રુપમાં સતીષ રાણા નામના કાર્યકરે અશ્લીલ ફોટો મૂક્યા હતા. આ ગ્રુપમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને ધારાસભ્ય સંગીતા પાટીલ સહિતના મોટા નેતાઓ અને શહેર ભાજપના હોદ્દેદારો પણ સભ્ય છે.
સુરતઃ સુરતમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સભ્ય છે એ ગ્રુપમાં જ અશ્લીલ ફોટો મૂકાયા હતા. આ ફોટા મૂકનારને ફોટા ડીલીટ કરવા કહેવાયું છતાં ફોટા ડીલીટ નહી કર્યા હોવાનો દાવો ગુજરાતની જાણીતી વેબસાઈટના અહેવાલમાં દાવો કરાયો છે.
આ અહેવાલ પ્રમાણે સુરત શહેર ભાજપના આંજણા-ડુંભાલના વોર્ડ નંબર 19ના કાર્યકરોના વોટ્સએપ ગ્રુપમાં સતીષ રાણા નામના કાર્યકરે અશ્લીલ ફોટો મૂક્યા હતા. આ ગ્રુપમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને ધારાસભ્ય સંગીતા પાટીલ સહિતના મોટા નેતાઓ અને શહેર ભાજપના હોદ્દેદારો પણ સભ્ય છે.
સોમવારે રાત્રે 10 વાગ્યા આસપાસ સતીષ રાણાએ અત્યંત અશ્લીલ ફોટો ગ્રુપમાં શેર કરી દીધો હતો. ગ્રુપમાં ફોટો મોકલ્યા બાદ સતીષ રાણાને આ અશ્લીલ ફોટો ગ્રુપમાંથી તાત્કાલિક ડિલીટ કરવા વોર્ડ નંબંર 19ના ભૂતપૂર્વ કોર્પોરેટર રાજેન્દ્ર અગ્રવાલે જણાવ્યું હતું છતાં પણ ફોટો ડિલીટ થયો ન હતો.
રાજેન્દ્ર અગ્રવાલે આ વેબસાઈટ સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આ હરકત અશોભનીય છે અને મેં વોર્ડ પ્રમુખને આ બાબતે જણાવ્યું છે છતાં લાંબા સમય સુધી આ ફોટો ગ્રુપમાંથી ડિલીટ થયો ન હતો.
બીજી તરફ ભાજપના દક્ષિણ ગુજરાતના મીડિયા કન્વીનર વિનોદ જૈને આ વેબસાઈટને જણાવ્યું કે, ગ્રુપમાં અશ્લીલ ફોટો શેર થયો હોવાની બાબત ધ્યાને આવી નથી.