(Source: ECI/ABP News/ABP Majha)
Surat News: નિલેશ કુંભાણી અત્યાર સુધી ક્યાં છુપાયો હતો, ખુદ કર્યો ખુલાસો, પ્રતાપ દુધાત અને ભાજપને લઈ કહી આ વાત
કુંભાણીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું, ટીકીટ મળી ત્યારથી કોંગ્રેસના કાર્યકર્તા, નેતા સાથ આપતા નહોતો. ડોર ટૂ ડોર પ્રચારમાં જઈએ ત્યારે કોઇ સાથે આવે નહીં.
Nilesh Kumbhani News: લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કા માટે મતદાન થાય તે પહેલાં જ ભાજપની ઝોળીમાં બેઠક મુકી દેનારા સુરત લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી આજે મીડિયા સમક્ષ હાજર થયા હતા. જેમાં તેમણે અત્યાર સુધી ક્યાં છુપાયા હતા તેને લઈ ખુદ ખુલાસો કર્યો હતો. ઉપરાંત પ્રતાપ દુધાત અને ભાજપને લઈ આ વાત કહી હતી.
કુંભાણીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું, ટીકીટ મળી ત્યારથી કોંગ્રેસના કાર્યકર્તા, નેતા સાથ આપતા નહોતો. ડોર ટૂ ડોર પ્રચારમાં જઈએ ત્યારે કોઇ સાથે આવે નહીં. અહીંયા બની બેઠેલા કોંગ્રેસના નેતા પણ સાથ નહોતા આપતા. પ્રતાપભાઈ મારા ભાગીદાર છે, કોંગ્રેસેના નેતાએ મારી સાથે ગદ્દારી કરી છે.
અત્યાર સુધી નિલેશ ભાઈ સૌરાષ્ટ્રમાં તેમની વાડી અને તેમના ઘરે હતા. તેમણે કહ્યું, હું અમદાવાદ જતો હતો ત્યાં કરજણ પહોંચ્યો ત્યાં મારા ઘરે કોંગ્રેસ ના નેતા આવી વિરોધ કર્યો. મારા ભાજપ સાથે કોઇ સબંધ નથી. મારા ટેકેદારો કોંગ્રેસના નેતાઓથી થાકી ગયા હતા, કોઇ વિધાનસભામાં સાથ આપતા ન હતા
મીડિયા સાથે વાત કરતા નિલેશ કુંભાણીએ કહ્યું કે, કોંગ્રેસે મારી સાથે ગદ્દારી કરી છે. હું ભાજપ નહીં મારી ગાડીમાં ગયો હતો. ધક્કા-મુક્કી ન થાય તે માટે પાછલા દરવાજેથી ગયો હતો. મારે આરોપ લગાવીને કોઈને મોટા નથી કરવા. મારા ટેકેદારો કોંગ્રેસના કાર્યકર હતા. મારૂં ફોર્મ કોંગ્રેસ એડવોકેટે ભર્યું હતું. 2017માં કોંગ્રેસે લીધેલા બદલાનો મેં બદલો લીધો. હું સુરતમાં આંટા મારું છું કોઈ માઈનો લાલ મને અડીને જુએ.'
લોકસભાની ચૂંટણીમાં સુરતમાં કોંગ્રેસના ઉમેદવારનું ઉમેદવારી પત્ર નાટકીય ઢબે રદ થયા બાદ નિલેશ કુંભાણી અને તેમના ટેકેદારો ગાયબ થઈ ગયા હતા. કોંગ્રેસે કુંભાણીને છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા બાદ તેઓ વીડિયો મારફતે અચાનક પ્રગટ થયા હતા. જો કે, 1 મેના રોજ રાત્રે સરથાણામાં નિલેશ કુંભાણી પોલીસ બંદોબસ્ત સાથે ઘરે પહોંચ્યા હતા. પરંતુ સવારે તબિયત ખરાબ હોવાનું જણાવીને ફરીથી તેઓ ગાયબ થઈ ગયા હતા. પરંતુ આજે સાંજે સુરત કોંગ્રેસના ગાયબ થયેલા ઉમેદવાર નિલેશ કુંભાણી મીડિયા સામે આવ્યા હતા અને ચોંકાવનારા ખુલાસાઓ કર્યા હતા.
આ પણ વાંચોઃ