શોધખોળ કરો

માણાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપા ઉમેદવાર અરવિંદ લાડાણીએ જવાહર ચાવડા વિરુદ્ધ પાટીલને કેમ લખ્યો પત્ર? જાણો

Latest Junagadh News: જવાહર ચાવડાના પુત્રએ મીટિંગ બોલાવી ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની હાકલ કરી હોવાનો પત્રમાં ઉલ્લેખ છે.

Junagadah News: માણાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીએ  પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલને પત્ર લખ્યો છે. જવાહર ચાવડાએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કર્યાની ફરિયાદ કરી છે. 4 મે ના રોજ કાર્યકર્તાઓને ભાજપ ઉમેદવાર વિરૂધ્ધ મતદાન કરવા બેઠક બોલાવી હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો હતો. જવાહર ચાવડા વિદેશ હોવાની વાતો વચ્ચે પ્રચાર પ્રસારથી દૂર હતા.

શું લખવામાં આવ્યું છે પત્રમાં

જય ભારત સાથ જણાવવાનું કે ૧૧ પોરબંદર લોકસભાની ચુંટણી તથા ૮૫ માણાવદર વિધાનનસભાની ચુંટણીમાં છેલ્લા દિવસોમાં ગુજરાત રાજયના માજી કેબીનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા દ્વારા તેમના દીકરા તથા તેમના પત્નીને આગળ રાખીને માણાવદર શહેરમાં તા. ૦૪-૦૫-૨૦૨૪ ના રોજ તેમની નુતન જીનીંગ ફેકટરીમાં તેમના નજીકમાં અંદાજે ૭૦૦ થી ૮૦૦ કાર્યકરોની સાંજે મીટીંગ બોલાવી ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર મનસુખભાઇ માંડવીયા તેમજ ધારાસભાના ઉમેદવાર તરીકે મારો નામ જોગ ઉપયોગ કરીને અમારી વિરુદ્ધ કોંગ્રેસની તરફેણમાં મતદાન કરવાની હાકલ જવાહરભાઈ ચાવડાના દીકરા રાજભાઇ ચાવડાએ કરી હતી. તેમજ તા. ૦૬-૦૫-૨૦૨૪ ના રોજ નુતન જીનીંગ ફેકટરીમાં વેપારી સંમેલન બોલાવ્યું હતું અને જમણવાર રાખ્યું હતું.  તેમજ કોંગ્રેસના ઉમેદવારને ટેકો જાહેર કરી મત આપવાની અપીલ જવાહરભાઇ ચાવડાના દીકરા રાજ ચાવડાએ કરી હતી.  

માણાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપા ઉમેદવાર અરવિંદ લાડાણીએ જવાહર ચાવડા વિરુદ્ધ પાટીલને કેમ લખ્યો પત્ર? જાણો

આ ઉપરાંત તા.૦૭-૦૪-૨૦૨૪ ના રોજ મતદાનના દિવસે જવાહરભાઇ ચાવડાના દીકરા રાજભાઇ ચાવડાએ માણાવદર - વંથલી - મેંદરડા તાલુકાના ગામડાઓમાં પ્રવાસ કરીને કોંગ્રેસની તરફેણમાં મતદાન કરવાની અપીલ કરવા તેમના ટેકેદારો સાથે મેંદરડા તાલુકા કોંગ્રેસના પ્રમુખ ધીરૂભાઇ કુંભાણી સાથે નીકળ્યા હતા અને મેંદરડા તાલુકાના પાંચ ગામડાઓમાં મે બુથ પાસે રૂબરૂ જોયા હતા. આ ઉપરાંત માણાવદર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ગોવિંદભાઈ સવસાણી, માણાવદર તાલુકા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી જગદીશભાઇ મારૂ તેમજ જુનાગઢ જીલ્લા પંચાયતના બાળવિકાસ સમીતીના અઘ્યક્ષ રીનાબેન હિતેષભાઇ મારડીયાના સસરા જીવાભાઈ કરશનભાઇ મારડીયા તથા માણાવદર શહેર ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી વિક્રમસિંહ મનુભા ચાવડાએ પણ ખુલ્લેઆમ ભારતીય જનતા પાર્ટીની વિરૂઘ્ધ માં કામ કરી અને પક્ષને નુક્શાન થાય તેવી પ્રવૃતિ કરી હતી.  

માણાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપા ઉમેદવાર અરવિંદ લાડાણીએ જવાહર ચાવડા વિરુદ્ધ પાટીલને કેમ લખ્યો પત્ર? જાણો

આ પણ વાંચોઃ

‘મા કા દૂધ પિયા હે તો અકેલે મેરે સામને આના, કિતના પાવર હે દેખ લેંગે’, હિન્દુવાદી નેતાઓને ધમકી આપનાર મૌલવીનો વીડિયો આવ્યો સામે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર

રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ

અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ

Ather લાવી રહ્યું છે નવું સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર, Ola ની ચિંતા વધશે, જાણો ક્યારે થશે લોન્ચ?

વિડિઓઝ

Surat News: સુરતમાં હચમચાવતી ઘટના, વેપારીને જીવતો સળગાવવાનો આરોપ
Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા
India vs SA T-20: ક્રિકેટ રસિકો માટે સારા સમાચાર, ટી-20 મેચ લઈ અમદાવાદ મેટ્રોનો મોટો નિર્ણય
Ahmedabad Crime: અમદાવાદના ભાટ વિસ્તારની હોટલમાં યુવક-યુવતીએ કર્યો જીવન ટૂંકાવાનો પ્રયાસ
Gujarat Bar Council Election: રાજ્યના 282 વકીલ મંડળની ચૂંટણીને લઈ વકીલ મંડળમાં ભારે ઉત્સાહ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
Ather લાવી રહ્યું છે નવું સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર, Ola ની ચિંતા વધશે, જાણો ક્યારે થશે લોન્ચ?
Ather લાવી રહ્યું છે નવું સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર, Ola ની ચિંતા વધશે, જાણો ક્યારે થશે લોન્ચ?
RCB-RR પછી શાહરૂખ ખાનની KKR વેચાવા માટે તૈયાર, IPL 2026 ની હરાજી પહેલા સામે આવ્યા મોટા સમાચાર

General Knowledge: ટીવી હંમેશા લંબચોરસ કેમ હોય છે, ગોળ કે ત્રિકોણાકાર કેમ નહીં?

ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા

આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર

Embed widget