Surat: કાપોદ્રામાં મહિલાનું ગળુ કાપી હત્યા કરવામાં આવતા ખળભળાટ
સુરતમાં ફરી એક વખત મહિલાની ગળુ કાપીને હત્યા કરવામાં આવી છે. મહિલાની ગળી કાપી હત્યા કરવામાં આવતા સમગ્ર સુરતમાં ખળભળાટ મચી ગયો છે.
સુરત: સુરતમાં ફરી એક વખત મહિલાની ગળુ કાપીને હત્યા કરવામાં આવી છે. મહિલાની ગળી કાપી હત્યા કરવામાં આવતા સમગ્ર સુરતમાં ખળભળાટ મચી ગયો છે. સુરતના કાપોદ્રામાં મહિલાની ગળુ કાપી હત્યા કરવામાં આવી છે. હત્યારો મહિલાના ઘરમાં ઘૂસી હત્યા કરી ફરાર થઈ ગયો છે.
સુરતના કાપોદ્રા વિસ્તારની ગૌતમ પાર્ક સોસાયટીમાં આ ઘટના બની છે. એક મહિલાની ગળું કાપી હત્યા કરવામાં આવી છે. અજાણ્યો ઇસમ હત્યા કરી ફરાર થઇ ગયો છે. મહિલાના ઘરમાં ઘુસી ગળુ કાપી હત્યારો ફરાર થયો છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તાપસ હાથ ધરી છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ગૌતમપાર્ક સોસાયટીના ઘરમાં ઘૂસી એક મહિલાની હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. અજાણ્યો ઈસમ મહિલાનું ગળું કાપી હત્યા કરી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
સુરત પોલીસના સજ્જનસિંહ પરમાર ડીસીપી ઝોન-1 તેમણે જણાવ્યું કે, સુરત શહેરના કાપોદ્રાના ગૌતમપાર્ક સોસાયટીના મકાનના પહેલા માળે સ્નેહલતાબેન નામની મહિલાની હત્યા કરવામાં આવી છે. મૃતક મહિલા પ્રકાશ રણછોડભાઈ પટેલ સાથે રહેતા હતા. સ્નેહલતાબેન પ્રકાશભાઈના પૂર્વ પત્ની છે. આજે સવારે તેઓ પ્રકાશભાઈ ટિફિન લઈને નોકરી પર જતા રહ્યા હતા. દરરોજ બપોરે બંને વીડિયોકોલથી વાત કરતા હોય છે. જોકે, આજે સ્નેહલતાએ વીડિયો કોલ ન કરતા ઘરે આવ્યા હતા. ત્યારે પત્નીની ગળું કાપી હત્યા કરાઈ હોવાની જાણ થઈ હતી.