શોધખોળ કરો
Advertisement
સુરતમાં બિઝનેસમેનની પત્નિએ એવા વિચિત્ર કારણસર કર્યો આપઘાત કે જાણીને લાગશે આઘાત, જાણો વિગત
વેસુ રોડ પર આવેલી નંદની-1માં રહેતાં ૫૦ વર્ષીય સુનિતાબેન ગોપાલકિશન સરોજે સોમવારે સવારે બેડરૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ લીધો હતો.
સુરતઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. હાલ સુરતમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ છે. ત્યારે શહેરના વેસુ વિસ્તારમાં બિઝનેસમેનના પત્નીએ કોરોનાના લક્ષણો જણાતા કોરોના થવાના ભયથી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાસો ખાઇ લીધો છે.
વેસુ રોડ પર આવેલી નંદની-1માં રહેતાં ૫૦ વર્ષીય સુનિતાબેન ગોપાલકિશન સરોજે સોમવારે સવારે બેડરૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ લીધો હતો. આ અંગે જાણ થતાં ઉમરા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતદેહ નવી સિવિલમાં ખસેડયો હતો. સુનિતાબેન મૂળ હરિયાણાના પાનીપતના વતની હતા. તેમના પતિ રીંગરોડના મિલેનિયમ માર્કેટ-૨માં કપડાની દુકાન ધરાવે છે. તેમના બે પુત્રો છે.
સુનિતાબેનને છેલ્લા ચારેક દિવસથી તાવ-ખાંસી સહિતની તકલીફ હતી. જેને કારણે તેઓ ઘરમાં આઈસોલેશન થઈ ગયા હતા. જોકે તેમને કોરોના થવાના વિચારો આવતા હોવાથી ટેન્શનમાં આ પગલું ભર્યું હોવાની શક્યતા છે. જોકે, સત્ય હકીકત તપાસ પછી જાણવા મળશે. પરિવારજનો તેમને કોરોના ટેસ્ટ કરાવવા લઇ જાય તે પહેલા તેમણે આ પગલુ ભરતા તેમના પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.
સિવિલ ખાતે તેમનો રેપીડ ટેસ્ટમાં કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. બાદમાં નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી. ઉમરા પોલીસ વધુ તપાસ કરી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
દેશ
ધર્મ-જ્યોતિષ
Advertisement