Surat: સુરતમાં ધૂળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, મિત્રો સાથે ડાન્સ કરતા યુવકનું મોત
સુરત: શહેરમાં હોળીનો તહેવાર માતમમાં ફેરવાયો હતો. ધુળેટીના દિવસે દુઃખદ ઘટના બનતા પરિવાર માથે આભ ફાટી પડ્યું હતું. મિત્રો સાથે ડાન્સ કરતા સમયે યુવાનનું મોત નિપજ્યું હતું.
સુરત: શહેરમાં હોળીનો તહેવાર માતમમાં ફેરવાયો હતો. ધુળેટીના દિવસે દુઃખદ ઘટના બનતા પરિવાર માથે આભ ફાટી પડ્યું હતું. મિત્રો સાથે ડાન્સ કરતા સમયે યુવાનનું મોત નિપજ્યું હતું. ડાન્સ કરતા કરતા યુવક અચાનક ઢળી પડ્યો હતો. જે બાદ મિત્રોએ 108 બોલાવી સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો જ્યાં તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. આમ ખુશીનો તહેવાર અચાનક માતમમાં ફેરવાયો હતો.
મહેસાણામાં કુહાડીના ઘા મારી ખેડૂતની હત્યા
મહેસાણાના સતલાસણા તાલુકાના તખતપુરા ગામે એક ખેડૂતની હત્યા કરવામાં આવી છે. ઘઉનો પાક એકઠો કરવાા જેવી નજીવી બાબતે હત્યા કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. કુહાડીના ઘા મારી ખેડૂતની હત્યા કરી તેની લાશને કૂવામાં ફેંકી દીધી દેવામાં આવી હતી. સમગ્ર મામલે પોલીસે બે લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મહેસાણા જિલ્લામાં હત્યાનો સિલસિલો યથાવત રહેતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
રાજકોટના ભાયાવદરમાં ભત્રીજાએ કરી સગા કાકાની હત્યા
રાજકોટ જિલ્લાના ભાયાવદરનાં મોટીના પાનેલી ગામે ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભત્રીજાએ સગા કાકાને મોતને ઘાટ ઉતારી દીધા છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ભત્રીજો જીલ ભાલોડીયા નશાનાં રવાડે ચડી ગયો હોવાનું કાકા ચેતનભાઈએ પરિવારને કહેતા ભત્રીજાએ હૂમલો કર્યો હતો. ચેતનભાઈ ભાલોડિયાને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. જે બાદ સારવાર દરમિયાન ચેતનભાઈનું મોત થયું હતું. ઘટનાને પગલે પરિવારમાં માતમ છવાયો છે. હાલમા ભત્રીજાની ધરપકડ કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
બાવળા-ધોળકા રોડ પર અજાણ્યા લોકોએ એક વ્યક્તિ પર ફાયરિંગ કરી ઉતાર્યો મોતને ઘાટ
બાવળા-ધોળકા રોડ પર ફાયરિંગની ઘટના સામે આવી છે. અજાણ્યા શખ્સોએ એક વ્યક્તિ પર ફાયરિંગ કર્યું છે. આ ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત થયું છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે. જો કે, આ હત્યા કેમ કરવામાં તેની માહિતી સામે આવી નથી.
જસદણમાં યુવકની તિક્ષ્ણ હથિયારના ઘા મારી કરવામાં આવી હત્યા
રાજકોટ: જિલ્લાના જસદણ તાલુકાના કનેસરા ગામે પોતાના ખેતરે પાણી વાળવા ગયેલા યુવકની લાશ મળી આવી છે. મહેશ કુકડીયા નામના યુવકની પોતાની જ વાડીમાંથી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. તીક્ષ્ણ હથિયાર વડે માંથાના ભાગે ઈજા કરી હત્યા કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. રાત્રિના સમયે પોતાની વાડીએ પાણી વાળવા ગયેલ યુવકને કોઈ અજાણી વ્યક્તિએ મોતને ઘાટ ઉતાર્યો હતો.