Tathy Patel Case: તથ્ય પટેલની વધુ એક અકસ્માતના કેસમાં ટ્રાન્સફર વોરંટથી ધરપકડ, જાણો શું હતો મામલો
ઇસ્કોન બ્રીજ પર પૂરપાટ ઝડપે આવતી કારથી 10 લોકોની જિંદગી કચડી નાખનાર તથ્ય પટેલની વધુ એક અકસ્માતના કેસમાં ટ્રાન્સફર વોરેન્ટથી ધરપકડ કરવામાં આવી છે.
અમદાવાદ:ઇસ્કોન બ્રીજ પર પૂરપાટ ઝડપે આવતી કારથી 10 લોકોની જિંદગી કચડી નાખનાર તથ્ય પટેલની વધુ એક અકસ્માતના કેસમાં ટ્રાન્સફર વોરેન્ટથી ધરપકડ કરવામાં આવી છે.
ઇસ્કોમ બ્રીજ પર ઓવર સ્પીડ કાર ચલાવીને 10 જિંદગીને કચડી નાખનાર તથ્ય પટેલના એક બાદ એક કારનામા ઉજાગર થઇ રહ્યાં છે. આજે સિંઘ ભવન રોડ પર કરેલા અકસ્માતના કેસમાં ટ્રાન્સફર વોરેન્ટથી તેની ધરપક
ઉલ્લેખનિય છે કે, તથ્ય પટેલે 3 જુલાઇ અમદાવાદના સિંધુભવન રોડ પર કાફેમાં કાર ઘૂસાડી દીધી હતી. જો કે ઘટના સમયે કેફેના માલિક સાથે સમાધાન થયું હતું જો કે ઇસ્કોન બ્રીજ અકસ્માત બાદ ફરિયાદ નોંઘાઇ હતી. આ સિંઘુભવન રોડ અકસ્માતના કેસમા આજે તેની ટ્રાન્ફર વોરેંટથી ધરપકડ કરવામાં આવી છે.
તથ્ય પટેલે સર્જેલા ઇસ્કોન અકસ્માતનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા સ્પેશલ કોર્ટની રચના કરવામાં આવશે. આ કેસ લડવા માટે મૃતકોના પરિજન તરફી સરકારી વકીલની નિમણૂક કરાવમાં આવશે જેના માટે કેટલાક નામો પર વિચારણા ચાલી રહી છે. એક સપ્તાહમાં સેશન્સ કોર્ટમાં કેસ કમિટ થાય તેવી શક્યતા જોવાઇ રહી છે.
ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં જેગુઆર કારની ટેકનિકલ ડિટેઈલ અને ફિચર્સની માહિતી ચાર્જશીટનો મહત્વનો હિસ્સો છે.પોલીસે થાર કારના સગીર ચાલક અને તેના પિતાને પણ સાક્ષી બનાવ્યા છે. તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલને ચાર્જશીટની નકલ આપવામાં આવી છે.
આ પણ વાંચો
Lok Sabha Election 2024: પલ્લવી પટેલની ભાજપમાં જોડાવવાની અટકળ, જાણો કોણ છે આ મહિલા નેતા
Haryana Clash: શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો અને ફાયરિંગ, 2નાં મોત, ઇન્ટરનેટ બંધ, ધારા 144 લાગૂ