કેરળના વાયનાડમાં ભયંકર ભૂસ્ખલન, 100થી વધુ લાકો દટાયા, 2 બાળકો સહિત 7નાં કરૂણ મૃત્યુ
કેરળના વાયનાડમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન થયું છે. ભૂસ્ખલનને કારણે 100થી વધુ લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે, લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.
કેરળના વાયનાડમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. વરસાદના કારણે ભૂસ્ખલનની ઘટના બની છે. આ ભયંકર ભૂસ્ખલનમાં 100 લોકો દટયા ફસાયા હોવાની આશંકા છે. 7લોકોના મૃત્યુ થયું છે. NDRFની ટીમે બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. વાયુસેનાના બે હેલિકોપ્ટર MI-17 અને એક ALH સવારે 7.30 વાગ્યે સુલુરથી રવાના થયા છે.
કેરળના વાયનાડમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન થયું છે. ભૂસ્ખલનને કારણે 100થી વધુ લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે, લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. વાયનાડમાં ભૂસ્ખલનમાં બે બાળકો સહિત સાત મોત થયાની પુષ્ટિ જિલ્લા અધિકારીએ કરી છે. .
Kerala: Landslide occurs in Wayanad following heavy rainfall. Health Department - National Health Mission has opened a control room and issued helpline numbers 9656938689 and 8086010833 for emergency assistance. Two Air Force helicopters Mi-17 and an ALH will depart from Sulur…
— ANI (@ANI) July 30, 2024
કેરળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (KSDMA) એ જણાવ્યું કે, અસરગ્રસ્ત વિસ્તારમાં ફાયર બ્રિગેડ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની ટીમો તૈનાત કરવામાં આવી છે. NDRFની વધારાની ટીમ વાયનાડ જઈ રહી છે.આ વિસ્તારના સીએમઓના જણાવ્યા અનુસાર, આરોગ્ય વિભાગ - રાષ્ટ્રીય આરોગ્ય મિશનએ કંટ્રોલ રૂમ ખોલ્યો છે અને સહાય માટે હેલ્પલાઇન નંબર 9656938689 અને 8086010833 જાહેર કર્યા છે.
વાયુ સેનાના 2 હેલિકોપ્ટર રવાના
વાયુસેનાના બે હેલિકોપ્ટર MI-17 અને એક ALH સવારે 7.30 વાગ્યે સુલુરથી રવાના થયા છે. રાહત અને બચાવનું કાર્ય ચાલું છે.