PM Modi Japan Visit: વડાપ્રધાનની જાપાન મુલાકાતનો આજે બીજો દિવસ, હિરોશિમામાં પરમાણુ હુમલામાં માર્યા ગયેલા લોકોને આપી શ્રદ્ધાંજલિ
Narendra Modi Japan Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જાપાન પ્રવાસના બીજા દિવસે G7 મીટિંગમાં ભાગ લેશે, ત્યારબાદ બ્રિટનના PM ઋષિ સુનક સાથે મુલાકાત કરી.
PM Narendra Modi Japan Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાપાન મુલાકાતનો આજે બીજો દિવસ છે. પીએમ હિરોશિમામાં તે સ્થાન પર પહોંચી ગયા છે જ્યાં 78 વર્ષ પહેલા અમેરિકાએ પરમાણુ બોમ્બ ફેંક્યો હતો. PM એ હિરોશિમા પીસ મેમોરિયલ ખાતે એટમ બોમ્બ હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી, ત્યારબાદ પીસ મેમોરિયલ મ્યુઝિયમની પણ મુલાકાત લેશે.
#WATCH जापान: प्रधानमंत्री नरेंद्र मोदी और अन्य नेता हिरोशिमा पीस मेमोरियल पार्क पहुंचे।#G7HiroshimaSummit pic.twitter.com/Hq2VxBvEHQ
— ANI_HindiNews (@AHindinews) May 21, 2023
#WATCH | Prime Minister Narendra Modi and other leaders pay floral tribute at Hiroshima Peace Memorial Park in Japan.#G7HiroshimaSummit pic.twitter.com/ItbLyUnnT0
— ANI (@ANI) May 21, 2023
PMનો આગળનો કાર્યક્રમ G7 બેઠકમાં ભાગ લેવાથી શરૂ થશે. ત્યારે આજના કાર્યક્રમમાં પીએમ બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકને પણ મળ્યા હતા. ત્યારબાદ પીએમ ઇન્ડિયા પેસિફિક આઇલેન્ડ્સ કો-ઓપરેશન કોન્ફરન્સમાં ભાગ લેવા માટે પાપુઆ ન્યુ ગિની જવા રવાના થશે.
प्रधानमंत्री ऋषि सुनक से मुलाकात बहुत ही फलदायी था। हमने व्यापार, नवाचार, विज्ञान और ऐसे अन्य क्षेत्रों में सहयोग बढ़ाने पर चर्चा की: प्रधानमंत्री नरेंद्र मोदी pic.twitter.com/eF8rVeDCvf
— ANI_HindiNews (@AHindinews) May 21, 2023
2024માં ભારતમાં ક્વાડ મીટિંગ યોજવાની જાહેરાત કરવામાં આવી છે
તમને જણાવી દઈએ કે, શનિવાર(20 મે)ના રોજ પીએમ મોદીએ ઝેલેન્સકી સુધી જી-7 અને ક્વાડના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. ક્વાડ સમિટમાં બોલતા પીએમએ કહ્યું હતું કે 'ક્વાડ ગ્રુપ એ ઈન્ડો-પેસિફિકમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે. તે વિશ્વ વેપાર, નવીનતા અને વિકાસનું એન્જિન છે. બેઠક દરમિયાન પીએમ મોદીએ જાહેરાત કરી હતી કે 2024માં ભારતમાં ક્વાડ બેઠક યોજાશે.=
#WATCH जापान: प्रधानमंत्री नरेंद्र मोदी ने हिरोशिमा में ब्राजील के राष्ट्रपति लुइज़ इंसियो लूला दा सिल्वा के साथ द्विपक्षीय बैठक की। pic.twitter.com/6VpK8wLetx
— ANI_HindiNews (@AHindinews) May 21, 2023
ઝેલેન્સકીએ પીએમ મોદીને યુક્રેનની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું
પીએમ મોદીએ જાપાનના હિરોશિમામાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે મુલાકાત કરી. આ દરમિયાન તેમણે યુદ્ધ વિશે કહ્યું હતું કે આ અમારા માટે માનવતાવાદી મુદ્દો છે, જેના ઉકેલ માટે ભારત ચોક્કસપણે યુક્રેન માટે કંઈક કરશે. તે જ સમયે ઝેલેન્સકીએ પીએમ મોદીને યુક્રેનની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું.