(Source: ECI/ABP News/ABP Majha)
હરદોઇમાં પણ દિલ્લી જેવી ઘટના, સાયકલ સવાર વિદ્યાર્થીને કારથી ઢસડ્યો,જાણો શું છે સમગ્ર ઘટના
UP News: સીતાપુર-હરદોઈ રોડ પર એક કાર ઝાડ સાથે અથડાઈ હતી, જેમાં એક યુવકનું મોત અને ત્રણને ગંભીર ઈજા થઈ હતી. આ અકસ્માત બાદ યુવકનો મૃતદેહ બે કલાક સુધી કારમાં ફસાઈ ગયો હતો.
UP News: સીતાપુર-હરદોઈ રોડ પર એક કાર ઝાડ સાથે અથડાઈ હતી, જેમાં એક યુવકનું મોત અને ત્રણને ગંભીર ઈજા થઈ હતી. આ અકસ્માત બાદ યુવકનો મૃતદેહ બે કલાક સુધી કારમાં ફસાઈ ગયો હતો.
યૂપીના હરદોઇમાં પણ દિલ્લી જેવી ઘટના બની છે. હરદોઈ શહેરમાં વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ટ્યુશનનો અભ્યાસ કરીને સાયકલ પરથી પરત ફરી રહેલા વિદ્યાર્થીનો પગ કારમાં ફસાઈ ગયો હતો. આનાથી ગભરાઈને ડ્રાઈવરે કાર રોકી ન હતી, પરંતુ ફસાયેલા વિદ્યાર્થીને લાંબા અંતર સુધી ખેંચીને લઈ ગયો હતો. આગળ એક કાર અને તેની પાછળ સેંકડોનું ટોળું. આખરે ટોળાએ કાર રોકી અને તેના ડ્રાઈવરને માર માર્યો.
ટ્યુશનથી પરત ફરી રહેલા વિદ્યાર્થીનો કાર અકસ્માત
શુક્રવારે શહેરના આશાનગરમાં રહેતો કેતન નામનો 16 વર્ષીય વિદ્યાર્થી ટ્યુશનનો અભ્યાસ કરીને સાયકલ પર ઘરે પરત ફરી રહ્યો હતો. દરમિયાન સોલ્જર બોર્ડ ચોકડી પાસે તેમની બાજુમાંથી એક ઝડપી વેગન-આર કાર આવી હતી, જેમાં વિદ્યાર્થીનો પગ ફસાઈ ગયો હતો. આજુબાજુના લોકોએ કરેલા અવાજ પર ડ્રાઈવરે કારની સ્પીડ વધારી દીધી હતી અને તેમાં ફસાયેલા વિદ્યાર્થીને ખેંચીને બોર્ડ ક્રોસિંગમાંથી નીકળી ગયો હતો. બીજી તરફ, તેની પાછળ દોડી રહેલા ટોળાએ કારને પકડી, તેમાં ફસાયેલા વિદ્યાર્થીને બહાર કાઢ્યો અને તેને મેડિકલ કોલેજમાં દાખલ કરાવ્યો હતો. ત્યારબાદ ટોળાએ ડ્રાઇવરને જોરદાર માર માર્યો. ટોળાએ કારમાં તોડફોડ કરી હતી અને તેને ઉડાવી દેવાનો પ્રયાસ પણ કર્યો હતો. આ દરમિયાન પોલીસ ત્યાં પહોંચી, ભીડને કાબૂમાં લીધી અને આરોપી ડ્રાઈવરને કસ્ટડીમાં લીધો હતો.
હરદોઈમાં વઘુ એક રોડ અકસ્માતમાં એક યુવકનું મોત થયું છે અને અન્ય ત્રણ ઘાયલ થયા છે. બે ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં અને એકને મેડિકલ કોલેજમાં મોકલવામાં આવ્યા છે. વાસ્તવમાં, સીતાપુર-હરદોઈ રોડ પર ઈટૌલી બ્રિજ પાસે કોતવાલી દેહત વિસ્તારમાં હરદોઈ તરફ જઈ રહેલી કાર એક ઝાડ સાથે અથડાઈ હતી, જેમાં એક યુવકનું મોત થયું હતું અને ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બે કલાક બાદ લાશને બહાર કાઢી હતી. પોલીસે જણાવ્યું કે મૃતક કછુના કોતવાલી વિસ્તારના ટીકરીનો રહેવાસી હતો.