શોધખોળ કરો

વડોદરાની આ બેંકમાં 12 કર્મચારી પોઝિટિવ આવતા ફફડાટ, બેન્ક બંધ રહેતા કરોડોના ટ્રાન્ઝેક્શન અટવાયા

આ બેંકમાં મોટે ભાગે GIDCના ઉદ્યોગોના બેંક ખાતા આ જ SBI બ્રાન્ચમાં છે.

વડોદરાઃ સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોનાનો કહેર છે ત્યારે જ્યાં લોકો મોટી સંખ્યામાં ભેગા થતા હોય તેવા વેપારી અને વ્યાવસાયિક એકમો પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. વડોદરામાં જ નંદેસરની એસબીઆઈ (SBI) બેંકમાં કોરાનો રાફડો ફાટ્યો છે. સામાન્ય રીતે બેંકમાં દરરોજ અનેક લોકોની અવરજવર રહેતી હોય ત્યારે બેંકના કર્મચારી કોરોના પોઝિટિવ આવતા બેંકના ગ્રાહકોમાં ચિંતા વ્યાપી ગઈ છે.

મળતી માહિતી મુજબ નંદેસરની એસબીઆઈ બ્રાન્ચના 12 કર્મચારી કોરોના (Corona virus) પોઝિટિવ આવ્યા છે. બેંકના કર્મચારી કોરોના પોઝિટિવ આવતા જ બેંક બંધ કરવામાં આવી છે. આ બેંકમાં મોટે ભાગે GIDCના ઉદ્યોગોના બેંક ખાતા આ જ SBI બ્રાન્ચમાં છે. હવે કોરોનાને કારણે બેંક બંધ રહેતા કરોડોના ટ્રાન્ઝેક્શન અટવાઈ જવાની શક્યતા છે. જોકે બેંકમાં સેનેટાઈઝેશનની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ફરીથી શરૂ કરવામાં આવશે.

શહેરની રિફાઇનરી (vadodara refinery)માં પણ કોરોના વિસ્ફોટ થયો છે. રિફાઇનરીમાં મોટી સંખ્યામાં કર્મચારી કોરોના(Corona) સંક્રમિત થયા છે. કર્મચારીઓ તેમજ પરિવારના સભ્યો મળીને 166 લોકો સંક્રમિત થયા છે. સંક્રમિત થયેલા પૈકીના 71 કર્મચારીઓ તેમજ તેમના પરિવારજનો રિફાઈનરી ટાઉનશીપમાં રહે છે. રિફાઇનરીમાં આટલી હદે કોરોના વકરવાની પ્રથમ ઘટના છે.

વડોદરા શહેરમાં કોરોનાને લઈ ચોકવનારા આંકડા સામે આવ્યા છે. દર 16 ટેસ્ટમાં (Corona test) 1 કોરોના પોઝિટિવ રિપોર્ટ આવી રહ્યો છે. ગઈ કાલે 5512 ટેસ્ટિંગ સામે 354 કોરોના પોઝિટિવ આવ્યા હતા. પહેલા 48 ટેસ્ટ બાદ 1 કોરોના પોઝિટિવ કેસ આવતો હતો. ગાંધીનગર-ભાવનગરથી વધુ 47 ડોક્ટરો બોલાવાયા  છે.

MBBS હાલમાં જ પાસ કરેલ 162 વિદ્યાર્થીઓ પણ સહાયક તરીકે જોડાશે. નર્સીગ કોલેજના 78 કર્મીઓ પણ સહાયક તરીકે જોડાયા છે. ગઈકાલે 25ના કોરોનાથી મોત થયા હતા. જોકે સરકારી ચોપડે માત્ર 1 જ મોત નોંધાયું છે. કુલ 5073 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ 1857 ઓક્સિજન-ICUમાં  છે. વડોદરામાં 27998  કુલ કોરોના કેસ  છે. જ્યારે 249 કુલ મોત થયા છે.

વડોદરામાં જીવલેણ કોરોના શિક્ષિકાને ભરખી ગયો છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલના શિક્ષિકાનું કોરોનાના કારણે મોત થયું છે. શિક્ષણ સમિતિની શાળામાં કોરોનાના કારણે મોતની પ્રથમ ઘટના બની છે. 35 જેટલા શિક્ષકો પણ કોરોનાની ચપેટમાં આવી ગયા છે. અગાઉ 25 શિક્ષકો સંક્રમિત થયા હતા. છેલ્લા બે દિવસમાં 10 શિક્ષકો સંક્રમિત થતા આંકડો 35 એ પહોંચ્યો છે. કોરોના બેકાબુ બનતા શિક્ષકોમાં ભયનો માહોલ સર્જાયો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રૉફીનું સંપૂર્ણ શિડ્યૂલ જાહેર, ભારત-પાકિસ્તાનની મેચ આ તારીખે અહીં રમાશે, વાંચો લો
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રૉફીનું સંપૂર્ણ શિડ્યૂલ જાહેર, ભારત-પાકિસ્તાનની મેચ આ તારીખે અહીં રમાશે, વાંચો લો
Axar Patel Meha: ગુજરાતી ક્રિકેટર અક્ષર પટેલની પત્ની મેહાએ દિકરાને આપ્યો જન્મ, જાણો શું રાખ્યું નામ
Axar Patel Meha: ગુજરાતી ક્રિકેટર અક્ષર પટેલની પત્ની મેહાએ દિકરાને આપ્યો જન્મ, જાણો શું રાખ્યું નામ
રાજ્યના નાગરિકો માટે મહત્વની જાહેરાત, ફ્યુઅલ ચાર્જમાં કેટલો કરાયો ઘટાડો ?
રાજ્યના નાગરિકો માટે મહત્વની જાહેરાત, ફ્યુઅલ ચાર્જમાં કેટલો કરાયો ઘટાડો ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'પાવરફુલ' દાદાHun To Bolish : હું તો બોલીશ : કેટલી વધી મોંઘવારી?Saurashtra Express Train Derailment : કીમ રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી!Botad Accident News: બોટાદના ખસ રોડ ઉપર ગમખ્વાર અકસ્માત, બેફામ આઈસર ચાલકે અડફેટે લેતા બાઈક ચાલકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રૉફીનું સંપૂર્ણ શિડ્યૂલ જાહેર, ભારત-પાકિસ્તાનની મેચ આ તારીખે અહીં રમાશે, વાંચો લો
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રૉફીનું સંપૂર્ણ શિડ્યૂલ જાહેર, ભારત-પાકિસ્તાનની મેચ આ તારીખે અહીં રમાશે, વાંચો લો
Axar Patel Meha: ગુજરાતી ક્રિકેટર અક્ષર પટેલની પત્ની મેહાએ દિકરાને આપ્યો જન્મ, જાણો શું રાખ્યું નામ
Axar Patel Meha: ગુજરાતી ક્રિકેટર અક્ષર પટેલની પત્ની મેહાએ દિકરાને આપ્યો જન્મ, જાણો શું રાખ્યું નામ
રાજ્યના નાગરિકો માટે મહત્વની જાહેરાત, ફ્યુઅલ ચાર્જમાં કેટલો કરાયો ઘટાડો ?
રાજ્યના નાગરિકો માટે મહત્વની જાહેરાત, ફ્યુઅલ ચાર્જમાં કેટલો કરાયો ઘટાડો ?
IND vs AUS: કોહલીની નજર સચિનના મહારેકોર્ડ પર, આટલા રન બનાવતા જ મેલબોર્નમાં રચશે ઈતિહાસ
IND vs AUS: કોહલીની નજર સચિનના મહારેકોર્ડ પર, આટલા રન બનાવતા જ મેલબોર્નમાં રચશે ઈતિહાસ  
Shyam Benegal Death: પંચતત્વમાં વિલીન થયા શ્યામ બેનેગલ, રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર
Shyam Benegal Death: પંચતત્વમાં વિલીન થયા શ્યામ બેનેગલ, રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર
Gold Rate Today : સોનામાં જોવા મળી તેજી, જાણી લો 24 અને 22 કેરેટનો લેટેસ્ટ ભાવ 
Gold Rate Today : સોનામાં જોવા મળી તેજી, જાણી લો 24 અને 22 કેરેટનો લેટેસ્ટ ભાવ 
Stock Market Holidays 2025: રોકાણકારો માટે આવ્યા જરૂરી સમાચાર, 2025માં આટલા દિવસ શેરબજાર બંધ રહેશે
Stock Market Holidays 2025: રોકાણકારો માટે આવ્યા જરૂરી સમાચાર, 2025માં આટલા દિવસ શેરબજાર બંધ રહેશે
Embed widget