HSC Result 2023: વડોદરામાં 67.19 ટકા રહ્યું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ, ગયા વર્ષ કરતાં આટલા ટકા આવ્યુ ઓછુ, જાણો
આજે સવારે 8 વાગ્યાથી ગુજરાત રાજ્ય શિક્ષણ બૉર્ડની વેબસાઇટ પર મુકવામાં આવ્યુ છે. વિદ્યાર્થીઓ આને ઓનલાઇન ચેક કરી શકે છે
GSEB HSC Result 2023: ગુજરાતમાં આજે ધોરણ 12નું સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઇ ગયુ છે, આજે સવારે 8 વાગ્યાથી ગુજરાત રાજ્ય શિક્ષણ બૉર્ડની વેબસાઇટ પર મુકવામાં આવ્યુ છે. વિદ્યાર્થીઓ આને ઓનલાઇન ચેક કરી શકે છે, એટલુ જ નહીં વૉટ્સએપ નંબર પરથી પણ આ પરિણામને જાણી શકાય છે. આ બધાની વચ્ચે વડોદરાનું પરિણામ પણ ખુબ સારુ રહ્યુ છે.
આ વખતે લેવાયેલી ધોરણ 12ના સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ 73.27 રહ્યું છે. વડોદરાનું પરિણામ 67.19 ટકા આવ્યુ છે. વડોદરા શહેરમાં 15 હજાર વિદ્યાર્થીઓએ આ વર્ષે સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી. ગયા વર્ષે વડોદરાનું પરિણામ 76.49 ટકા આવ્યુ હતુ, જોકે, આ વર્ષે ગયા વર્ષ કરતાં ઓછું રહ્યું છે, ગયા વર્ષ કરતાં આ વર્ષે પરિણામ 9 ટકા ઓછુ આવ્યુ છે. ગયા વર્ષે સમગ્ર રાજ્યમાં સૌથી ઓછું પરિણામ વડોદરાનું આવ્યું હતું
ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થતાંની સાથે જ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોમાં ખુશીનો માહોલ છવાઇ ગયો છે. અંબે વિદ્યાલય શાળા ખાતે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ, વાલીઓએ ગરબાની મજા માજા માણી હતી.
ધો. 12 સામાન્ય પ્રવાહ પરિણામની મોટી વાતો
- ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થીઓનું 67.03 ટકા પરિણામ
- ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થિનીઓનું 80.39 ટકા પરિણામ જાહેર થયું છે
- 311 શાળાઓનું 100 ટકા પરિણામ
- રાજ્યની 44 શાળાઓનું 10 ટકા કરતા ઓછુ પરિણામ
- 84.59 ટકા પરિણામ સાથે કચ્છ જિલ્લો નંબર વન
- 54.67 ટકા પરિણામ સાથે દાહોદ જિલ્લાનું સૌથી ઓછુ પરિણામ
- 1875 વિદ્યાર્થીઓએ મેળવ્યો A1 ગ્રેડ
- 21,038 વિદ્યાર્થીઓએ મેળવ્યો A2 ગ્રેડ
- 52,291 વિદ્યાર્થીઓએ મેળવ્યો B1 ગ્રેડ
- 83,596 વિદ્યાર્થીઓએ મેળવ્યો B2 ગ્રેડ
- 1,01, 797 વિદ્યાર્થીઓએ મેળવ્યો C1 ગ્રેડ
- 77,043 વિદ્યાર્થીઓએ મેળવ્યો C2 ગ્રેડ
- 12,020 વિદ્યાર્થીઓએ મેળવ્યો D ગ્રેડ
- સૌથી વધુ પરિણામ 95.85 ટકા સાથે ધાગધ્રાનું છે
- ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 13 ટકા ઓછું પરિણામ આવ્યું છે.
- દાહોદ જિલ્લાનું સૌથી ઓછું પરિણામ આવ્યું છે.
- સૌથી વધુ પરિણામ 95.85 ટકા સાથે ધાગધ્રાનું છે
આ રીતે ચેક કરો પરિણામ
- સ્ટેપ- 1: પરિણામ તપાસવા માટે વિદ્યાર્થીઓ પહેલા સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાવ.
- સ્ટેપ-2 : તે પછી વિદ્યાર્થી હોમ પેજ પર GSEB પરિણામ લિંક પર ક્લિક કરો.
- સ્ટેપ- 3: હવે તમારી સામે એક નવું પેજ ખુલશે.
- સ્ટેપ-4: આ પેજ પર વિદ્યાર્થીઓ તેમનો રોલ નંબર અને અન્ય વિગતો દાખલ કરો.
- સ્ટેપ-5: હવે વિદ્યાર્થીનું 12માનું પરિણામ સ્ક્રીન પર દેખાશે.
- સ્ટેપ-6: હવે વિદ્યાર્થીઓ આ પેજ ડાઉનલોડ કરો.
- સ્ટેપ-7: અંતે વિદ્યાર્થીઓ આ પેજની પ્રિન્ટ આઉટ લઇ લો.
Education Loan Information:
Calculate Education Loan EMI