શોધખોળ કરો
Advertisement
વડોદરામાં કોરોનાના વધુ 8 કેસ આવ્યા સામે, કયા બે નવા વિસ્તારોમાં નોંધાયા કેસ? જાણો વિગત
વડોદરામાં એક સાથે 8 કેસો સામે આવ્યા છે. વડોદરાના બે નવા વિસ્તારોમાં કોરોનાનો પગપેસારો થયો છે.
વડોદરાઃ ગુજરાતમાં કોરોનાએ કહેર મચાવી દીધો છે. ગુજરાતમાં કોરોનાના કેસોની સંખ્યા 800 નજીક પહોંચવા આવી છે, ત્યારે વડોદરામાં એક સાથે 8 કેસો સામે આવ્યા છે. મોટા સમાચાર એ છે કે, વડોદરાના બે નવા વિસ્તારોમાં કોરોનાનો પગપેસારો થયો છે. આજે સામે આવેલા 8 કેસોની વાત કરીએ તો 7 કેસો શહેરમાં અને એક ડભોઇ તાલુકામાં સામે આવ્યા છે.
આ કેસોમાંથી 4 કેસો નાગરવાડામાં, 1 વાડી, 1 સ્લાટવાડા,1 નવાપુરા અને 1 ડભોઇમાં નોંધાયો છે. નવાપુરા અને વાડી વિસ્તારમાં પ્રથમ કેસ સામે આવ્યો છે. આ સાથે વડોદરામાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 132એ પહોંચી છે. નોંધનીય છે કે, ગુજરાતમાં કોરોનાના કેસોની સંખ્યા 788એ પહોંચી છે. જ્યારે મોતનો આંકડો 34એ પહોંચ્યો છે. ત્યારે બોટાદમાં કોરોનાના પ્રથમ દર્દીનું મોત થયું છે. 80 વર્ષીય વૃદ્ધનું મોડી રાત્રે સારવાર દરમિયાન મોત થયું છે. ગઈકાલે વોરાવાડના 80 વર્ષના વુરદ્ધને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement