પ્રજ્ઞાચક્ષુ બાળકીએ બનાવ્યો CM ભૂપેન્દ્ર પટેલનો સ્કેચ,મુખ્યમંત્રીએ માઈક આપી સાંભળી વિદ્યાર્થિનીની વાત
CM Bhupendra Patel Vadodara visits: પેન્સીલથી દોરેલી એ તસવીર જોઇ મુખ્યમંત્રી પ્રભાવિત થયા હતા. કારણ કે, ગૌરી પ્રજ્ઞાચક્ષુ હોવા છતા આવું સરસ ચિત્રકામ કરી શકતી હતી. એટલે ભૂપેન્દ્ર પટેલે એ છાત્રની પૃચ્છા કરી.

Chief Minister Bhupendra Patel Vadodara visits: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના બાળકો પ્રત્યેના પ્રેમ અને ઋજુતાનો વડોદરાના નગરજનોને ફરી દર્શન થયા હતા. ઇલેટ્સ અર્બન ઇનોવેશન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટમાં સહભાગી થયેલા મુખ્યમંત્રીએ એક પ્રજ્ઞાચક્ષુ છાત્રાને સ્ટેજ ઉપર માઇક અપાવી હેતપૂર્ણ રીતે સાંભળી હતી. બન્યું એવું કે, સમિટમાં મુખ્યમંત્રીનું સ્વાગત કરવા માટે ઊર્મિ સ્કૂલના દિવ્યાંગ બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું. એમાં આ શાળામાં ધોરણ ૧૦માં અભ્યાસ કરતી ગૌરી શાર્દુલ પણ સામેલ હતી. ગૌરીએ જાતે દોરેલા મુખ્યમંત્રીના સ્કેચની ફ્રેમ આપી સ્વાગત કર્યું.

વર્ષ 2025 ને આપણે ‘શહેરી વિકાસ વર્ષ' તરીકે ઉજવી રહ્યા છે, તેના ઉપલક્ષમાં વડોદરા મહાનગરમાં આજે ‘અર્બન ઈનોવેશન એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ’નો શુભારંભ કરાવ્યો.
— Bhupendra Patel (@Bhupendrapbjp) September 13, 2025
આ પ્રસંગે, શહેરી વિકાસના વિવિધ પાસાઓ સાથે સંકળાયેલા અગ્રણીઓ સાથે સંવાદનો અવસર મળ્યો.
સમિટ અંતર્ગત, વડોદરાના આંતરમાળખાકીય… pic.twitter.com/cRRsKgXa79
પેન્સીલથી દોરેલી એ તસવીર જોઇ મુખ્યમંત્રી પ્રભાવિત થયા હતા. કારણ કે, ગૌરી પ્રજ્ઞાચક્ષુ હોવા છતા આવું સરસ ચિત્રકામ કરી શકતી હતી. એટલે ભૂપેન્દ્ર પટેલે એ છાત્રની પૃચ્છા કરી. ત્યારે ગૌરીએ મુખ્યમંત્રી એ કહ્યું કે, સર મારે બે શબ્દો કહેવા છે ! મુખ્યમંત્રી તુરંત એ છાત્રાની લાગણીને સમજી ગયા અને તત્કાલિક એક માઇક સ્ટેજ ઉપર મંગાવીને બાળકીને પોતાની વાત કહેવા માટે આપ્યું.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આપણે શહેરી વિકાસ વર્ષની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે હવેના વર્ષોમાં વિકાસને સસ્ટેનેબલ બનાવવા ઉપર આપણે વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) September 13, 2025
શહેરોમાં રિન્યુએબલ એનર્જીના ઉપયોગ, ઈ-મોબિલિટી, ગ્રીન કવર, સ્વચ્છતા, વોટર કન્ઝર્વેશન સહિતના… pic.twitter.com/SfjDMVG5HU
ગૌરીએ પણ કોઇ પણ ડર રાખ્યા વિના કહ્યું કે, સુગમ્ય ભારત અભિયાનના કારણે દિવ્યાંગજનોને અનુકૂળ આવે એવી ઇમારતો, બસસ્ટેન્ડ્સ, રેલ્વે સ્ટેશનના નિર્માણ કરવામાં આવી રહ્યા છે. આવા બાળકો માટે બ્રેઇલ લિપીની સુવિધા સાથે શિક્ષણ સહિતની સુવિધાઓ સરકાર દ્વારા આપવામાં આવી રહી છે, જેથી દિવ્યાંગજનોની રાહ આસાન થઇ છે, તેમ કહી તેમણે પોતાની વાત સુંદર રીતે પ્રસ્તુત કરી હતી. આ ઘટનાથી મુખ્યમંત્રીની સાલસતા અને બાળકો પ્રત્યેના પ્રેમનો સૌને પરિચય થયો હતો. સાથે છાત્રાની વાત સાંભળીને સૌને આનંદ થયો હતો. તેમની સાથે ઊર્મી સ્કૂલના સરગમ ગુપ્તા અને રાધિકા નાયર પણ જોડાયા હતા.
LIVE: શહેરી વિકાસ વર્ષ અંતર્ગત વડોદરા ખાતે આયોજિત અર્બન ઈનોવેશન એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સમિટના શુભારંભ પ્રસંગે ઉપસ્થિતિ. https://t.co/67Tply7Wt4
— Bhupendra Patel (@Bhupendrapbjp) September 13, 2025





















