અમદાવાદમાં ગુનેગારોનો પોલીસને ખુલ્લો પડકાર,પોલીસ સ્ટેશનથી માત્ર 200 મીટરના અંતરે યુવકની ક્રુર હત્યા
Crime News: અમદાવાદના પાલડી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઊભા થયા છે. પોલીસ સ્ટેશનથી માત્ર 200 મીટરના અંતરે એક યુવકની જાહેરમાં ઘાતકી હત્યા કરવામાં આવી છે, જેના કારણે આખા શહેરમાં ખળભળાટ મચી ગયો છે.

Crime News: અમદાવાદના પાલડી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઊભા થયા છે. પોલીસ સ્ટેશનથી માત્ર 200 મીટરના અંતરે એક યુવકની જાહેરમાં ઘાતકી હત્યા કરવામાં આવી છે, જેના કારણે આખા શહેરમાં ખળભળાટ મચી ગયો છે.
શું છે સમગ્ર મામલો ?
આ અંગે વિગતે વાત કરીએ તો, અમદાવાદના પાલડી ભઠ્ઠા વિસ્તારમાં નંબર પ્લેટ વગરની કારમાં આવેલા અસામાજિક તત્ત્વોએ નૈસલ ઠાકોર નામના યુવકની નિર્દયતાથી હત્યા કરી. હુમલાખોરોએ પહેલા પોતાની કારથી નૈસલને ટક્કર મારી. ત્યારબાદ તેઓ કારમાંથી નીચે ઉતરીને તીક્ષ્ણ હથિયારો (ધારિયાં અને છરી) વડે તેના શરીર પર આડેધડ ઘા ઝીંક્યા.
નૈસલ ઠાકોર જીવ બચાવવા માટે ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે હુમલાખોરોએ તેને ફરી પકડીને તેના શરીર પર આઠ જેટલા ઘા માર્યા અને ત્યારબાદ તેના પર કાર ચઢાવીને ફરાર થઈ ગયા.
પોલીસની કામગીરી પર સવાલ
આ ઘટના પાલડી પોલીસ સ્ટેશનથી માત્ર 200 મીટરના અંતરે બની હોવાથી પોલીસની રાત્રિ પેટ્રોલિંગ અને કાયદો-વ્યવસ્થા જાળવવાની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. જાહેરમાં થયેલા આ ઘાતકી ગુનાએ શહેરમાં ગુનેગારોનો પોલીસ પ્રત્યેનો ડર ઓછો થયો હોવાનું સ્પષ્ટપણે લાગી રહ્યું છે.હાલમાં, પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે, પરંતુ આ ઘટનાએ અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેટલી કથળી છે તે છતું કર્યું છે.
PIની રિવોલ્વર છીનવી ભાગતા આરોપી પર પોલીસનું ફાયરિંગ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક કુખ્યાત ગુનેગાર સંગ્રામ સિકરવારને પકડ્યા બાદ તેને કસ્ટડી દરમિયાન ગોળી મારવાની ઘટના સામે આવી છે. સંગ્રામ સિકરવાર, જેનો ગુનાહિત ઇતિહાસ ઘણો લાંબો છે, તેણે પોલીસ જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેના પરિણામે પોલીસે આ પગલું ભર્યું.
શું હતી ઘટના?
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રામોલ વિસ્તારમાં લૂંટ અને અપહરણના કેસમાં આરોપી સંગ્રામ સિકરવારને રાજસ્થાનથી ઝડપી પાડ્યો હતો. જે બાદ આરોપીને અન્ય સ્થળે ખસેડતી વખતે અમદાવાદના રિવરફ્રન્ટ પર તેણે પોલીસની ગાડીમાં PI (પોલીસ ઇન્સ્પેક્ટર)ની પિસ્ટલ છીનવી લીધી.
આરોપીએ પોલીસ ટીમ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો
જ્યારે આરોપીએ પોલીસ ટીમ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો અને ભાગવા લાગ્યો, ત્યારે PI શક્તિસિંહ દ્વારા તેને રોકવા માટે તેના પગના ભાગે ગોળી ચલાવવામાં આવી. આ પગલું આત્મરક્ષણ અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ભરવામાં આવ્યું હતું.





















