(Source: ECI/ABP News/ABP Majha)
VADODARA : નંદેસરી ઓદ્યોગિક એકમમાં કેમિકલ કંપનીમાં આગ, 2 કલાકમાં 12 ધડાકા થયા, જુઓ ભયંકર ધડાકાનો વિડીયો
Vadodara News : દીપક નાઈટરેટ ઇન્ડસ્ટ્રીઝમાં ધડાકા સાથે આગ લાગતા મોટો ધડાકો થયો હતો.
Vadodara : વડોદરા નજીક આવેલ નંદેસરી ઓદ્યોગિક એકમમાં કેમિકલ કંપનીમાં આગ લાગતા 2 કલાકમાં 12 ધડાકા થયા છે. દીપક નાઈટરેટ ઇન્ડસ્ટ્રીઝમાં ધડાકા સાથે આગ લાગતા 5:30 વાગ્યે કંપનીમાં પહેલો ધડાકો થયો હતો. આગ લાગતા આ ઇન્ડસ્ટ્રીઝમાં ધડાકા થઇ રહ્યા છે જેના પગલે આકાશમાં ધુમાડાના ગોતે ગોટા છવાયા છે. ઘટનાને પગલે નંદેસરી ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે અને આગ પર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે સાથે અન્ય ફાયર સ્ટેશનની પણ મદદ માગવામાં આવી છે.
વડોદરા ફાયર બ્રિગેડની 4 ગાડીઓ સ્થળ પર પહોંચી છે. 12 જેટલી ફાયર બ્રિગેડની ગાડીઓ એ આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો, જેમાં 7 ગાડીઓ દ્વારા ફોર્મ નો મારો ચલાવવામાં આવ્યો હતો. આ સાથે નંદેસરી ફાયર, વડોદરા ફાયર, રિલાયન્સ, ઓ.એન.જી.સી, આઈ.ઓ.સી સહિતની કંપનીઓની ફાયર બ્રિગેડની ગાડીઓ કામે લાગી છે.
કંપનીમાં ધડાકા થયા બાદ કર્મચારીઓ કંપનીની બહાર આવી ગયા છે. આ ધડાકાનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં મોટો બ્લાસ્ટ થતો જોવા મળે છે, જુઓ ભયંકર બ્લાસ્ટનો આ વિડીયો
વડોદરા : નંદેસરી ઓદ્યોગિક એકમમાં લાગી આગ, કેમિકલ કંપનીમાં થઇ રહ્યા છે ધડાકા#Vadodara #Fire #Nandesari pic.twitter.com/SpaHAEHhaP
— ABP Asmita (@abpasmitatv) June 2, 2022
ડભોઇના વસઈ ગામે આગમાં 5 ગાયોના મોત
વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના વસઈ ગામે આગ લાગતા 5 ગાયોના મોત થયા છે. વસઈ ગામે ગાયોને બાંધી હતી એ શેડની ઉપર રાખવામાં આવેઅલ ઘાંસચારામાં આગ લાગી હતી. આ આગમાં ઘાંસની 2000 ગાંસડીઓ બળી ગઈ હતી. આગને કારણે 20 પૈકી 5 ગાયોના મોત નિપજ્યા છે, જેમાં 3 ગાયો અને બે વાછરડીનો સમાવેશ થાય છે.
ઘટનાની જાણ થતા ફાયરની ટીમ દોડી આવી હતી અને ગણતરીની મિનિટોમાં આગ પર કાબુ મેળવ્યો હતો. 5 ગાયના મોત થતા પશુચિકિત્સાલયના તબીબોની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને 5 જેટલી ગાયો ગંભીર રીતે ઇજાગ્રત થતા સારવાર આપવાનું શરૂ કર્યું હતું. આગની આ ઘટનામાં પશુપાલકને અંદાજે 4 લાખ રૂપિયાનું નુકસાન થયુ છે.